Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 16
________________ નહેર થાય કે જેમ, છીપમાં મેતી, હાથીના કુંભસ્થળમાં મુક્તાફળ, મૃગની ઘૂંટીમાં કસ્તૂરી છે, તેમ માણસના કલેજામાં સનું છે તે એનું પરિણામ કેવું આવે? તમે જ કહો. મારે બેલિવું નથી. માણસ એકલે ફરી શકે ખરે? શત્રે બહાર નીકળી શકે ખરે? માણસ માણસને જીવતે રહેવા દે ખરે? આ તે સારું થયું કે કલેજામાં સુવર્ણ મૂક્યું નહિ, નહિતર આજની સંયમહીન ભાવનાવાળા વાતાવરણમાં તે જુલમ થઈ જાત દિલ એ અરીસે આજે જે જગતમાં કલેશ, અવિશ્વાસ આદિ દઈ દેખાય છે, તે આપણી ભાવનાઓને પડે છે. આપણા હૃદયમાં વિશ્વના પ્રાણીઓ માટે કલ્યાણબુદ્ધિ હોય તે વિશ્વના પ્રત્યેક માનવીને આપણા માટે સદ્બુદ્ધિ હોય. પણ આપણા હૃદયમાં મમમારાપણાની જ વૃત્તિ રમતી હોય તે બીજા લેકે આપણા માટે કલ્યાણ કેમ છે? ભાવનાઓને પડઘા પડયા વિના રહેતું નથી. આ સિદ્ધાન્ત પર તમને એક પ્રસંગ સંભળાવું - ધર્મરાજાના વખતની આ વાત છે. એક ખેડૂતના ખેતરમાંથી એક ચરૂ નીકળે. ખેડૂત હતું તે ગરીબ પણ પ્રમાણિક! આ ચરૂ નીકળે તે આજે પ્રમાણિક્તા કેવી જળવાય? પણ આણે તે વિચાર્યું: “જમીન માલિક રાજા ગણાય” તે ખેતરમાંથી નીકળેલ ચરૂને માલિક પણ રાજા ગણાય હું તે જમીન ખેડું એટલે ખેતીથી પાકેલ અનાજને જ માલિક. એમ વિચારી એ રાજાને ચરૂ આપવા ગયે. ધર્મરાજને નમીને એણે કહ્યું. “મહારાજ ! મારા ખેતરમાંથી સોનામહોરથી ભરેલ આ ચરૂ નીકળ્યો છે અને તે આપને ગણાય. આપ એને

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54