Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 13
________________ પિતામહ જેવા પુરૂષ અને નેમિનાથ જેવા તીર્થકર જે ભૂમિમાં થયા એ ભૂમિના માણસે બ્રહ્મચર્યથી કેટલા પાછળ હઠી ગયા છે. માટે જ કહેવું પડે છે કે હવે તે જાગે ! આદર્શ માટે ખપી જાઓ! જે દેશમાં આવા નરવીર પાક્યા ત્યાં બ્રહ્મચર્યને ઉપદેશ દેવ પડે એ દુઃખને વિષય નથી? અમ દેશની નારીઓ પણ કેવી પવિત્ર હતી! મહાન સતી સીતાને યાદ કરે. ત્રણ ખંડને ધણી રાવણ એના ચરણેમાં પડતું હતું, પણ એ મહાદેવીએ એનાં પ્રલોભનેને ઠેકરે માર્યા. રાવણ એટલે કેણ? એને ત્યાં કેવા વૈભવે ! અચ્છા અચ્છા રાજાઓ જેની સેવા કરે, ઇન્દ્ર જેની પાસે હાજર રહે અને જેની સત્તા સાર્વભૌમ ગણાય એવા રાવણે સીતાને કહ્યું: “તું શા માટે ભટક્તા રામડા પાછળ પાયમાલ-બબાદ થાય છે? એની સાથે વનમાં ભટકવાનું, જમીન પર સૂવાનું અને સૂકાં ફળ ખાવાનાં, એના કરતાં મારી ઈચ્છાને તાબે થા તે હે માનિનિ ! હું તને મારી પ્રિય પટ્ટરાણી બનાવું અને તારી તમામ ઈચ્છાઓને પૂર્ણ કરવાનું આ ખતપત્ર તારા ચરણેમાં ધરું!” વિચારે ! એક બાજુ રખડત રામ અને જંગલ; બીજી બાજું ચરણેમાં નમતે રાવણ અને સંપત્તિથી છલકાતું રાજ્ય! પણ સીતાએ-શિયળવતી સીતાએ, એ સંપત્તિ ઠોકરે મારી કહ્યું: “ નરાધમ ! આવું બેલતાં લાજતે પણ નથી? શરમ છે, રાવણ, તને શરમ છે! ધિક્કાર હે તારા ત્રણ ખંડના વૈભવને ! તારી સંપત્તિ વિશાળ છે, વિરાટ છે, પણ તારે આત્મા વામણે છે. રામની સંપતિ તેને રેડી દેખાતી હશે પણ એનો આત્મા મહાન

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54