Book Title: Samayno Sandesh
Author(s): Chitrabhanu
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 11
________________ પણ આજે કમનશીબે હાલત જુદી છે. બ્રહ્મચર્યના નીર એસરતાં જાય છે. રસ્તે દશ્ય કેવાં? બ્રહાચર્યનું ખૂન કરી નાખે તેવાં! સ્કૂલ-કેલેજનું વિલાસથી ભભકતું વાતાવરણ જોઈને સંયમી વિદ્યાર્થીને તે ત્રાસ જ છૂટે! સહશિક્ષણ અને અતિસંપર્કનું જે કહુ પરિણામ દેખાય છે તે મારે તમને કહેવાની જરૂર ખરી? તમે પ્રત્યક્ષ નથી જોયું? છાપામાં નથી વાંચ્યું ? સાઠ વર્ષને ગુરૂ-અધ્યાપક શિષ્યાને પરણી બેઠે ! મને થયું જગતમાં આ શું થવા બેઠું છે? અધ્યાપક એટલે કે પવિત્ર પુરૂષ ! એ પવિત્ર પુરૂષ–અરે, સમાજને એક જવાબદાર માનવી, શિખ્યાને પરણી બેસે તે પછી છેકરીઓનાં મા-બાપે આધ્યાપકે પર વિશ્વાસ કેમ રાખી શકે? રક્ષક જ ભક્ષક બને અને અધ્યાપક જ અપહારક બને, આ સ્થિતિ તમને શેચનીય નથી લાગતી? આજના છબીઘરોમાં નટ–નટીનાં હાવભાવે સિનેમાના રૂપેરી પરદા પર ભજવાતાં ભયંકર દો અને નફટાઈની હદ આવે ત્યાં સુધી પહેરાતી - વેષભૂષાઓ, બ્રહ્મચર્યને પાડનાર નથી તે બીજું શું છે? પુસ્તકના વાચનથી જ્ઞાન મળે પણ આજનાં પ્રગટ થતાં પુસ્તકે તે જાણે પ્રણયત્રિકેણનાં ચિત્રો ! નેવેલે એટલે વિલાસની પ્યાલીઓ ! આવું સાહિત્ય ઊગતા યુવાનો અને યુવતિઓ વાંચે તે એના સંયમમાં તે પળે જ મૂકાય ને? આગળ વધે. તમારા ઘરમાં ચિત્ર કેવાં છે? નવયૌવનાઓનાં વસે ચેરાતા હોય એવાં ચિત્ર. એવું ચિત્ર દેવનું હોય તે પણ સદાચારનું પતન કરનારું છે. હોય તે ફેંકી દે નટ-નટીના ચિત્રો ટાંગ્યા હોય તે ફગાવી દેજે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54