________________
૩૩
સામાચારી પ્રકરણ/ ગાથા: ૪-૫ કે ઝાંઝર આદિ કોઈ વસ્તુનો રણકારો થાય ત્યારે આપણે કહીએ કે આ રણકારો છે અર્થાત્ કે “રણ” એ પ્રમાણેનો પ્રયોગ અર્થાત્ ધ્વનિ છે, માટે “કાર” શબ્દનું પ્રયોગઅભિધાયીપણું છે જ. ત્યાં ફરી પૂર્વપક્ષી શંકા કરે છે કે, “અ” કાર, “ગ” કાર ઈત્યાદિ વર્ષો પછી જે “કાર' શબ્દ આવે છે, ત્યાં તો પ્રયોગ અર્થ ભાસતો નથી. તેને ગ્રંથકાર કહે છે “એ” કાર, “ગ” કારરૂપ કથનમાં વર્ણઐક્યની વિવક્ષાનું પ્રયોજન છે. કોઈ વ્યક્તિ “ઘટ’ એ પ્રકારનો પ્રયોગ કરે ત્યાં કોઈ તેને પૂછે કે આ પ્રયોગમાં ક્યા વર્ણો છે ? ત્યારે તેનો ખુલાસો કરવા માટે તે વ્યક્તિ તેને કહે કે તે પ્રયોગમાં “ઘ” કાર ઉત્તર “ટ” કાર છે. તેથી એ અર્થ પ્રાપ્ત થાય કે પ્રથમ “ઘ” પ્રયોગ છે અને પછી ‘ટ’ પ્રયોગ છે. આનાથી એ ફલિત થાય કે વર્ષો પછી વપરાતો “કાર” શબ્દ પ્રયોગ અર્થમાં જ છે, છતાં તે કહેવાનું પ્રયોજન વર્ણઐક્યની વિવક્ષા કરવાનું છે. અર્થાત્ “ઘ” કાર એટલે “ઘ” રૂપ એક વર્ણ છે અને ઉત્તરમાં ‘ટ’ રૂપ એક વર્ણ છે. આમ બંને એક-એક વર્ણ છે, એ પ્રકારની વિવક્ષાના પ્રયોજનથી “કાર' શબ્દનો પ્રયોગ થયો. તેથી કહ્યું કે અન્ય અર્થમાં નહિ પણ પ્રયોગ અર્થમાં જ “કાર' નો સંકોચ થાય છે= વિશ્રાંતિ પામે છે. એટલે કે “ઘ” કાર કહેવાથી સામી વ્યક્તિને “ઘ' શબ્દનો આ વ્યક્તિ પ્રયોગ કરે છે, તેવું ભાસે છે. આથી “કાર” શબ્દ પ્રયોગઅભિધાયી બને છે. ઉત્થાન :
પૂર્વમાં “રણત્કાર” અને “વર્ણાતુકાર'માં જે “કાર” શબ્દ છે, તેનું પ્રયોગઅભિધાયીપણું સિદ્ધ કર્યું. હવે તેનો વિશેષ ખુલાસો કરતાં વસ્તુતઃ થી કહે છે – ટીકા :
वस्तुतो नायं कारप्रत्ययः, किन्तु प्रयोगान्तरम् । अतएव ‘कारशब्द' इति चूर्णायुक्तं न तु ‘कारप्रत्यय' इति, तथात्वे प्रकृत्यादन्यत्र तस्यानन्वयप्रसङ्गात् । ટીકાર્ચ -
વાસ્તવિક રીતે આ=પ્રસ્તુત શ્લોકમાં વપરાયેલ કાર' શબ્દ, પ્રત્યય નથી=કુંભકારમાં જેમ 'કાર' પ્રત્યય છે, તેમ પ્રત્યય નથી, પરંતુ પ્રયોગાંતર છે= સ્વતંત્ર પ્રયોગરૂપ છે. આથી કરીને જ કાર' શબ્દ એ પ્રમાણે ચૂણિમાં કહ્યું, પરંતુ “કાર પ્રત્યય એ પ્રમાણે ન કહ્યું. તથા=જો “કાર પ્રત્યયરૂપ હોય તો પ્રકૃતિ અર્થથી અત્યમાં તેના=કાર પ્રત્યયતા, અનવયનો પ્રસંગ આવશે=બધા દ્વારોની સાથે કાર શબ્દનો અત્યય થઈ શકશે નહિ. ભાવાર્થ:
કાર' શબ્દનું પ્રયોગઅભિધાયીપણું જે પૂર્વમાં સિદ્ધ કર્યું, તેનો વિશેષ ખુલાસો કરવા અર્થે કહે છે : ‘ચ્છામિચ્છાતદારો' માં “કાર' શબ્દ પ્રત્યય નથી, પરંતુ ઈચ્છા, મિચ્છા, તથાની જેમ “કાર' એ પણ સ્વતંત્ર શબ્દપ્રયોગ છે, રણત્કાર આદિમાં તે પ્રત્યયરૂપ છે. જેમ કુંભકાર કહેવાથી કુંભને કાર' પ્રત્યય લાગે છે=મૂળ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org