Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 258
________________ નૈષેધિકી સામાચારી | ગાથા : ૪૩ ૨૩૯ તે=પૂર્વમાં વર્ણન કર્યું તે, આ=ગ્રંથકારની બુદ્ધિમાં ઉપસ્થિત, અભિપ્રાયને સામે રાખીને હરિભદ્રસૂરિ મહારાજ પંચાશક-૧૨ ગાથા-૨૪માં કહે છે - “આથી કરીને=જે કારણથી પ્રયત્નપરિભોગથી જ દેવની અવગ્રહભૂમિમાં પ્રવેશ ઈષ્ટ સાધન છે આથી કરીને, સમવસરણ આદિ વિષયક તથા ચૈત્યશિખરાદિ વિષયક દર્શનમાત્રમાં સુશ્રાવકોને પણ ગજાદિથી અવતરણ સંભળાય છે.” ‘કૃતિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ।।૪૩।। * ‘શ્રાદ્ધાનાપિ’=યોગરૂઢિથી શ્રદ્ધાશાળી પણ શ્રાવકોને, અહીં ‘પિ’ થી એ કહેવું છે કે, પાંચમા ગુણસ્થાનકવાળા શ્રાવકોને તો ધ્વજાદિદર્શનસમયે ગજાદિથી અપસરણ છે=ઊતરવાનું છે. પરંતુ યોગરૂઢિથી ‘શ્રાદ્ધ' શબ્દનો અર્થ કરીએ તો અવિરતિસમ્યગ્દષ્ટિ શ્રાવકો પ્રાપ્ત થાય છે, તેઓને પણ ધ્વજાદિદર્શનસમયે ગજાદિથી ઊતરવાનું છે. * ‘ચૈત્યાવો પ્રવેષ્કુળામાનાં’ અહીં આદિથી સમવસરણ આદિનું ગ્રહણ કરવું. * ‘શ્રાવાળાપિ’ અહીં ‘પિ’ થી સાધુનું ગ્રહણ કરવું. * ‘સુત્રાવાળામવિ’ ઉદ્ધરણના આ શબ્દમાં ‘પિ’ થી એ કહેવું છે કે, શ્રાવકોએ પણ અવગ્રહપ્રવેશમાં યત્ન કરવાનો છે, તો સાધુઓએ તો સુતરાં (અવશ્ય) યત્ન કરવો જોઈએ. * ઉદ્ધરણમાં સુશ્રાવક ગ્રહણ કરવાથી, જે સુશ્રાવક નથી તેને ઉક્તવિધિના અન્યથા સંભવનું ઉપદર્શન છે. ભાવાર્થ: પ્રયત્નથી જ દેવના અવગ્રહની ભૂમિનો પરિભોગ નિર્જરાનું સાધન છે. આથી ચૈત્યાદિમાં પ્રવેશ ક૨વાની ઈચ્છાવાળા શ્રાવકો પણ જ્યારે ચૈત્યશિખરાદિ જુએ છે, ત્યારે ભગવાનની આશાતનાના પરિહાર માટે અને વિધિના પાલન માટે ગજાદિથી ઊતરી જાય છે. આશય એ છે કે, ચૈત્યના શિખરનું દર્શન થાય તે સાક્ષાત્ દેવની અવગ્રહની ભૂમિમાં પ્રવેશ નથી, તોપણ ચૈત્યની નજીકની ભૂમિમાં જાય છે ત્યારે પણ ચૈત્ય પ્રત્યેની ભક્તિના અતિશય અર્થે અને ચૈત્યની આશાતનાના પરિહાર અર્થે શ્રાવકો ગજાદિથી ઊતરીને ચૈત્યાલયમાં જાય છે. એ વસ્તુ બતાવે છે કે ચૈત્યની આસત્ર ભૂમિમાં પણ જ્યારે ભગવાનની ભક્તિ અર્થે આટલો વિવેક અપેક્ષિત છે, તો ‘નિસીહિ’ પ્રયોગ કર્યા પછી ચૈત્યાલયમાં જ્યારે પ્રવેશ થાય છે, ત્યારે દેવની અવગ્રહભૂમિનો પરિભોગ કરતી વખતે તો ભગવાનની આશાતનાના પરિહાર માટે દૃઢ યત્ન અવશ્ય કરવો જોઈએ. એટલું જ નહીં પણ ભગવાનની ભક્તિમાં તન્મય થવામાં જે અનાભોગ નિમિત્તક અયત્ન છે, તેના પરિહાર માટે પણ દૃઢ યત્ન કરવો જોઈએ, અને જે શ્રાવકો આ પ્રકારની વિધિમાં યત્ન કરતા નથી, તેઓમાં અશ્રદ્ધા નામનો દોષ છે. અહીં પ્રશ્ન થાય કે, ઘણી વખત શ્રદ્ધાસંપન્ન શ્રાવક પણ પોતાને ઉચિત કૃત્યનું સ્મરણ કરવામાં પ્રમાદ કરે તો જિનમંદિર પાસે જતાં અવતરણ ન પણ કરે, તો એટલામાત્રથી તેનામાં અશ્રદ્ધા છે એમ કેમ કહી શકાય ? તેથી કહ્યું કે ઉપલક્ષણથી પ્રમાદવાળા શ્રાવકોનું પણ ગ્રહણ છે. આશય એ છે કે, કેટલાક શ્રાવકોમાં શ્રાવકના આચાર હોવા છતાં ભગવાન પ્રત્યે તેવી ભક્તિ નથી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296