Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 291
________________ આપૃચ્છા સામાચારી | ગાથા : ૫૦ નિત્યકર્મના અકરણનું પ્રત્યવાયહેતુપણું=કર્મબંધનું હેતુપણું હોતે છતે, નિત્યકર્મના કરણથી પૂર્વમાં, અકરણનું નિયતપણું હોવાથી પ્રત્યવાયની=કર્મબંધની, આપત્તિ=પ્રાપ્તિ, થશે, એમ જો કહેતો હો તો ગ્રંથકાર કહે છે કે, તારી વાત બરાબર નથી; કેમ કે અકરણ સહાયવાળા એવા નિત્યકરણકાળનું જ તેનું હેતુપણું છે=કર્મબંધરૂપ અનર્થનું હેતુપણું છે, એ પ્રમાણે દિશાસૂચન છે. ભાવાર્થઃ ૨૭૨ ટીકાર્ય ઃ ‘ઝથ’ થી પૂર્વપક્ષી શંકા કરે છે કે, નિત્યકર્મ ન કરવામાં આવે તો તેનાથી કર્મબંધ થાય છે, તેમ તમે સ્થાપન કર્યું. તે રીતે સાધુ નિત્યકર્મ કરવાનો પ્રારંભ કરે તેના પૂર્વકાળમાં તો તેનું અકરણ હોય, ત્યારે નિત્યકર્મના અકરણથી પ્રત્યવાયની=કર્મબંધની, પ્રાપ્તિ થશે. જેમ સાધુ સંયમ ગ્રહણ કરીને તો દરેક પ્રવૃત્તિ ગુણવાન ગુરુને પૂછી પૂછીને કરે છે, પરંતુ સંયમ ગ્રહણ કરતાં પૂર્વે ગૃહસ્થ અવસ્થામાં તો તે નિત્યકર્મરૂપ આ સામાચારીનું અકરણ હતું, તેથી ત્યારે નિત્યકર્મના અકરણથી કર્મબંધની પ્રાપ્તિ થશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, તારી આ વાત બરાબર નથી; કેમ કે અકરણતાની સહાયતાવાળો નિત્યકરણકાળ જ કર્મબંધનો હેતુ છે. આપૃચ્છા સામાચારીનો નિત્યકરણકાળ દીક્ષા લીધા પછી પ્રારંભ થાય છે, આથી દીક્ષા ગ્રહણ કર્યા પછી પણ જો સાધુ ગુરુને આપૃચ્છા ન કરે તો આપૃચ્છાના અકરણની સહાયતાવાળો તે નિત્યકરણકાળ છે અને તેનાથી કર્મબંધની પ્રાપ્તિ થાય છે. પરંતુ દીક્ષા ગ્રહણ કર્યા પૂર્વે તો ગૃહસ્થ અવસ્થામાં આપૃચ્છા સામાચા૨ીના નિત્યકરણનો કાળ ન હતો. તેથી ત્યારે આપૃચ્છા સામાચારીનો અભાવ હોવા છતાં કર્મબંધની પ્રાપ્તિ નથી. ઉત્થાન : પૂર્વમાં સ્થાપન કર્યું કે, આપૃચ્છા સામાચારીના કોઈપણ અંશમાં આળસ કરવામાં આવે તો નિત્યકર્મરૂપ એવી આપૃચ્છા સામાચારીના અપાલનને કારણે કર્મબંધની પ્રાપ્તિ થાય છે. તેનું નિગમન કરતાં કહે છે ટીકાઃ एवं चाज्ञाया लेशतोऽपि भङ्गस्य महाऽनर्थहेतुत्वात्तद्भङ्गभीरुणा सर्वत्राऽपि प्रयत्नवता भाव्यम् । ટીકાર્ય : - અને આ રીતે=પૂર્વમાં સ્થાપન કર્યું કે, વિધિવિષયક અલ્પ પણ ક્રિયામાં આળસ કરવામાં આવે તો કર્મબંધની પ્રાપ્તિ થાય છે એ રીતે, આજ્ઞાતા લેશથી પણ ભંગવું મહાઅનર્થનું હેતુપણું હોવાથી આજ્ઞાભંગના ભીરુ એવા સાધુ વડે સર્વત્ર પણ પ્રયત્નવાળા થવું જોઈએ. * ‘નેશતોઽપિ’ અહીં ‘પિ’ થી મોટી આજ્ઞાભંગનો સમુચ્ચય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296