Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 294
________________ ૨૭૫ આપૃચ્છા સામાચારી/ ગાથા : ૫૦ * ‘વડરનેડા' માં ‘વ’ થી ગુણના દર્શનનો સમુચ્ચય કરવો. ભાવાર્થ: મૂળ ગાથામાં ‘તિ’ શબ્દ છે એ હેતુ અર્થમાં છે અને તે પૂર્વના કથનનો પરામર્શ કરે છે. તેથી એ પ્રાપ્ત થાય કે, વિહિત કાર્યમાં નિઃશંકિતપણે યત્ન કરવો જોઈએ, એ હેતુથી સામાન્ય કાર્યમાં પણ બહુવેલ આપૃચ્છા જોવાઈ છે. આમ છતાં ટીકામાં ‘રૂતિ’ નો અર્થ કર્યો કે સામાન્ય અનાપૃચ્છામાં પણ આજ્ઞાભંગ છે, એ હેતુથી નિમેષ-ઉન્મેષાદિ સામાન્ય કાર્યમાં પણ બહુવેલ આપૃચ્છા છે, જે મૂળ ગાથાના ‘ત્તિ’ શબ્દથી અર્થથી પ્રાપ્ત અર્થ છે. આશય એ છે કે, વિહિત કાર્યમાં પરમ યત્ન કરવો જોઈએ એમ કહેવાથી અર્થથી એ પ્રાપ્ત થાય કે, વિહિત કાર્યરૂપ જે આપૃચ્છા છે, તેના કોઈપણ અંગમાં યત્ન ન કરવામાં આવે તો દોષની પ્રાપ્તિ થાય. તેનાથી એ ફલિત થયું કે જે કાર્ય પૂછવાથી વિધિનું જ્ઞાન થાય તેમ નથી, કે વિધિનું જ્ઞાન કરવામાં જે આપૃચ્છા ઉપયોગી નથી, તેવા સામાન્ય કાર્યમાં આપૃચ્છકને ગુરુ વિધિનો કોઈ બોધ કરાવતા નથી, તો પણ જો શિષ્ય આપૃચ્છા ન કરે તો આજ્ઞાભંગની પ્રાપ્તિ થાય, અને તેથી તેના નિવારણ માટે નિમેષઉન્મેષાદિમાં બહુવેલ સંદેશનરૂપ આપૃચ્છા કરવામાં આવે છે; અને તેને દઢ કરવા માટે કહે છે કે, કાર્યમાં આપૃચ્છા છે” – એમ આવશ્યક નિયુક્તિ બતાવે છે; અને “કોઈ પણ કાર્ય સાધુને કરવાનું હોય તો સાધુ ગુરુને આપૃચ્છા કરે છે” - આવી ચૂર્ણિની ઉક્તિ છે. તેથી જે કાર્ય વિધિ જાણવા માટે ઉપયોગી હોય તે કાર્ય માટે જ આપૃચ્છા છે તેવું નથી, પરંતુ જેમાં વિધિનું જ્ઞાન નથી તેવા કાર્યમાં કે વિધિનું જ્ઞાન આવશ્યક નથી તેવા કાર્યમાં પણ સાધુએ આપૃચ્છા કરવી આવશ્યક છે. આથી નિમેષ-ઉન્મેષાદિમાં આપૃચ્છા છે. ત્યાં પ્રશ્ન થાય કે, પૂર્વ ગાથામાં ગ્રંથકારે બતાવેલું કે, આપૃચ્છા સામાચારીથી વિધિનો બોધ થાય છે, તેથી વિધિપૂર્વક ક્રિયા થાય છે; પરંતુ તેવા ગુણો જે આપૃચ્છામાં દેખાય નહિ, ત્યાં પ્રવૃત્તિ કેમ થઈ શકે ? તેનું સ્પષ્ટીકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, પૃચ્છા સામાચારોમાં ઉત્સાહના ઉત્કર્ષ માટે કોઈક સ્થાનમાં સંભવિત ગુણવિશેષો બતાવ્યા છે અર્થાત્ જે સાધુને વિધિનો સમ્યફ બોધ નથી, તેવા સ્થાનને આશ્રયીને આપૃચ્છા સામાચારીથી વિધિબોધ થાય છે, તે રૂ૫ ગુણવિશેષ બતાવ્યો એટલામાત્રથી આપૃચ્છા સામાચારીના બે વિભાગ કરીને કોઈ એમ પણ વિચારે કે જે સ્થાનમાં આપૃચ્છા સામાચારી વિધિના બોધનું કારણ છે ત્યાં તે આવશ્યક છે, અને જ્યાં તેવા ગુણ નથી થતા ત્યાં આપૃચ્છા સામાચારીનું કોઈ ફળ નથી, માટે ત્યાં પ્રવૃત્તિ કરવાથી કોઈ લાભ નથી, માટે તેવા સ્થાનમાં આપૃચ્છા સામાચારી નથી. તેથી એવો કોઈને ભ્રમ થાય તેના નિવારણ માટે કહે છે કે આપૃચ્છા સામાચારીમાં બતાવેલા ગુણવિશેષો આપૃચ્છા સામાચારીમાં પ્રવૃત્તિ કરવા અર્થે બતાવેલા નથી, પરંતુ ઉત્સાહવિશેષ પેદા કરવા માટે બતાવ્યા છે, જ્યારે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 292 293 294 295 296