Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 292
________________ આપૃચ્છા સામાચારી | ગાથા : ૫૦ ૨૭૩ * ‘સર્વત્રાગરિ' સાધુ સામાચારીના કોઈ એક અંગમાં નહિ, પરંતુ સમગ્ર અંગોમાં પ્રયત્નવાળા થવું જોઈએ. એ વાત ‘પ' થી જણાય છે. ભાવાર્થ કોઈ સાધુ આપૃચ્છા સામાચારીના પાલન અર્થે ગુરુને પૂછીને ગુરુએ બતાવેલ ઉચિત અનુષ્ઠાનમાં વિધિપૂર્વક યત્ન ન કરે, તો આપૃચ્છાપૂર્વક કરાયેલી તે ક્રિયામાં પણ કર્મબંધની પ્રાપ્તિ છે; કેમ કે આપૃચ્છા સામાચારીનાં સર્વ અંગોમાંથી કોઈપણ અંગમાં પ્રમાદત વિકલતા આવે તો તે નિત્યકર્મની તેટલા અંશમાં અકરણતાને કારણે કર્મબંધની પ્રાપ્તિ થાય છે. તેથી લેશથી પણ આજ્ઞાના ભંગમાં કર્મબંધરૂપ અનર્થની પ્રાપ્તિ છે. માટે જે સાધુ ભગવાનની આજ્ઞાના ભંગ પ્રત્યે ભીરુ છે, તેણે સંયમ ગ્રહણ કર્યા પછી દરેક નિત્યકર્મમાં પ્રયત્નવાળા થવું જોઈએ. મર્યાદામૂળ આપૃચ્છા સામાચારી છે તેમ બતાવવાથી આ પ્રકારનો અર્થ ફલિત થાય છે. ઉત્થાન : પૂર્વમાં કહ્યું કે લેશથી પણ આજ્ઞાભંગ મહાઅનર્થનો હેતુ છે, એ વાતની પુષ્ટિ કરવા માટે કહે છે - ટીકા : ___ अत एव तनीयसोऽपि भङ्गस्य वारणार्थं प्रत्याख्यानेऽपि विचित्राकारप्रकारा भगवदागमे व्यवस्थिताः । ટીકા - આથી જકલેશથી પણ ભગવાનની આજ્ઞાનો ભંગ મહાઅનર્થનો હેતુ છે આથી જ અલ્પ પણ ભંગના વારણ માટે પ્રત્યાખ્યાનમાં પણ અનેક આગારના પ્રકારો ભગવાનના આગમમાં વ્યવસ્થિત છે. * ‘તનીયસોડપિ’ અહીં ‘’ થી મોટા ભંગનો સમુચ્ચય કરવો. * ‘પ્રત્યાધ્યાનેડ'િ અહીં ‘’ થી કાયોત્સર્ગના આગારોનો સમુચ્ચય કરવો. ભાવાર્થ : ભગવાનની આજ્ઞાના ભંગમાં કર્મબંધની પ્રાપ્તિ છે, તેથી જે સાધુઓએ જે જે પ્રતિજ્ઞા લીધી હોય તે તે પરિપૂર્ણ પાલન કરવી જોઈએ, અને તેથી સંયમ ગ્રહણ કર્યા પછી સાધુએ નિત્યકર્મરૂપ આપૃચ્છા સામાચારીમાં લેશ પણ આળસ ન કરવી જોઈએ, જેથી કર્મબંધરૂપ અનર્થની પ્રાપ્તિ ન થાય; અને આથી ભગવાને પ્રત્યાખ્યાનાદિ ગ્રહણ કરતી વખતે અનેક પ્રકારના આગારો બતાવ્યા છે કે જેથી પ્રતિજ્ઞા કર્યા પછી તે પ્રતિજ્ઞાને અનુરૂપ બાહ્ય આચરણામાં ક્યાંય ભંગનો દોષ ન લાગે. અહીં વિશેષ એ છે કે, પ્રત્યાખ્યાનાદિમાં બાહ્ય આચરણાની પ્રધાનતારૂપ પ્રતિજ્ઞા છે, તેથી ત્યાં બાહ્ય આચરણામાં કોઈ ભંગ ન થાય તેને અનુરૂપ આગારો મૂકીને પ્રત્યાખ્યાનગ્રહણનો વિધિ છે. જ્યારે સંયમગ્રહણમાં તો શક્તિના પ્રકર્ષથી સમભાવમાં યત્ન કરવાની પ્રતિજ્ઞા છે, અને સમભાવની વૃદ્ધિમાં સહાયક એવી બાહ્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296