Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 285
________________ ૨૬૬ આપૃચ્છા સામાચારી | ગાથા : ૪૯ તહેવભુમ્ - (પંચા. ૧૨/૨૧) 'इहरा विवज्जओ खलु इमस्स सव्वस्स होइ जं तेणं । बहुवेलाइकमेणं सव्वत्थापुच्छणा भणिया ।। ४९ ।। ટીકાર્ચ - તેથી તે કારણથી=શુભભાવ થવાને કારણે આપૃચ્છા મંગલ થાય છે તે કારણથી, સર્વત્ર પણ કાર્યમાં બહુવેલાદિ વ્યવસ્થા વડે આપૃચ્છા જાણવી. અહીં વનવિમેન' નો સમાસ આ રીતે છે જે કાર્ય પ્રતિસમય પૂછવું શક્ય નથી તે બહુવેલ, એ પ્રમાણે કહેવાય છે. તે છે આદિમાં જેને એવો જે ક્રમ=વ્યવસ્થા, તેના વડે આપૃચ્છા જાણવી, એમ અત્રય છે. જે કાર્ય સાક્ષાત્ પૂછવું શક્ય છે અને વિશેષ પ્રયોજન છે, ત્યાં સાક્ષાત્ આપૃચ્છા છે; જે વળી વારંવાર સંભવિ હોવાના કારણે પૂછવું અશક્ય છે, ત્યાં પણ બહુવેલ શબ્દના કથન દ્વારા આપૃચ્છા આવશ્યક છે. તિ ટીકાની સમાપ્તિમાં છે. તે પૂર્વમાં કહ્યું કે, આ પંચાશક-૧૨, શ્લોક-૨૯માં કહેવાયું છે - જે કારણથી ઈતરથા ગુરુને આપૃચ્છા વિના કાર્ય કરવામાં આવે તો, આ સર્વનો=આપૃચ્છાજન્ય ગુણસમૂહનો, વિપર્યય જ છે, તે કારણથી સર્વત્ર બહુવેલાદિ ક્રમથી આપૃચ્છા કહેવાઈ છે. “હજુ ‘વ’ કાર અર્થમાં છે.” II૪૯ો. * ‘સર્વત્રા' અહીં ‘' થી એ કહેવું છે કે, કોઈ એક કાર્યમાં જ નહીં, પરંતુ સર્વ પણ કાર્યમાં ગુરુને આપૃચ્છા કરવાની છે. * ‘વદુવેર્ના’િ અહીં ‘વિ” થી ગુરુને પૂછીને કરાતી બધી ક્રિયાઓનું ગ્રહણ કરવાનું છે. *‘તત્ર' અહીં પ થી એ કહેવું છે કે, વિશેષ પ્રયોજનમાં તો આપૃચ્છા છે, પરંતુ જે વારંવાર પૂછવું શક્ય નથી, ત્યાં પણ બહુવેલ શબ્દ દ્વારા આપૃચ્છા છે. ભાવાર્થ : પૂર્વમાં સ્થાપન કર્યું કે, આપૃચ્છા સામાચારી વિધિજ્ઞાપન દ્વારા કે અન્યથા પણ શુભભાવનું કારણ છે, તેથી એવંભૂત નયથી મંગલરૂપ છે=કલ્યાણનું કારણ છે, તે કારણથી સર્વ કાર્યમાં બહુવેલાદિની વ્યવસ્થાથી આપૃચ્છા કર્તવ્ય છે. આશય એ છે કે, ઉપયોગપૂર્વક આપૃચ્છા સામાચારી કરનારને અવશ્ય શુભભાવ થાય છે અને તેનાથી તેનું કલ્યાણ થાય છે અને પાપ નાશ પામે છે. માટે કલ્યાણના અર્થી એવા સાધુઓ યાવતુ કાર્યમાં આપૃચ્છા સામાચારીનું પાલન કરે, અને જે કાર્ય સાક્ષાત્ પૂછી શકાય એવું છે અને તે કાર્ય પૂછવાનું વિશેષ પ્રયોજન છે, તેવા કાર્યને સાક્ષાત્ પૂછે અને આપૃચ્છા સામાચારીનું પાલન કરે; અને જે કાર્ય વારંવાર થાય તેવાં છે તેથી વારંવાર પૂછી શકાય તેવાં નથી, તેને બહુવેલના આદેશ દ્વારા પણ આપૃચ્છા કરીને આપૃચ્છા સામાચારીનું પાલન કરે. १. इतरथा विपर्ययः खल्वस्य सर्वस्य भवति यत्तेन । बहुवेलादिक्रमेण सर्वत्राऽऽपृच्छा भणिता ।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296