Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 288
________________ ૨૬૯ આપૃચ્છા સામાચારી/ ગાથા : ૫૦ ભગવાને કહેલાં સર્વ કાર્યોમાં શંકારહિતપણે પ્રકૃષ્ટ ઉદ્યમ કરવો જોઈએ, જેથી નિર્જરાફળની પ્રાપ્તિ થાય. આ કથનથી એ પ્રાપ્ત થાય કે, ભગવાન વડે વિહિત જે નિત્યકર્મ છે તેમાં, અને જે નૈમિત્તિક કર્મ છે તે સર્વ કાર્યમાં, “આ કાર્ય હું કરીશ તો મને નિર્જરા થશે કે નહિ” તેવી લેશ પણ શંકા કરવી જોઈએ નહિ, પરંતુ “આ ભગવાનનું વચન છે માટે અવશ્ય નિર્જરાનું કારણ છે” તે પ્રકારની નિઃશંકતાપૂર્વક અતિશય ઉદ્યમ કરવો જોઈએ અને વિહિત કર્મમાં અલ્પ પણ અંશમાં આળસ કરવી જોઈએ નહીં; કેમ કે ત્યાં પણ= ભગવદ્ ઉપદિષ્ટ કાર્યોમાં જે નિત્યકર્મ છે તેના અકરણમાં, પ્રત્યવાયનો પ્રસંગ છે અર્થાત્ કર્મબંધરૂપ અનર્થની પ્રાપ્તિ થાય છે. આશય એ છે કે, ભગવાન વડે વિહિત કર્મ બે પ્રકારનાં કહેવાયાં છે : (૧) નિત્યકર્મ અને (૨) નૈમિત્તિક કર્મ. નિત્યકર્મ સદા સેવવાનાં હોય છે અને તે સદા એટલે કે પ્રતિ દિવસરૂપ પણ હોય અથવા તેને અનુરૂપ પ્રસંગ હોય ત્યારે પણ હોય. જેમ કે સાધુએ નિત્ય એકાશન (એકાસણું) કરવું જોઈએ. આથી એકાશન પ્રતિદિન નિત્યકર્મ છે, અને આપૃચ્છા સામાચારી જ્યારે જ્યારે કોઈ કાર્યનો પ્રસંગ હોય ત્યારે સદા કરવાની છે, તેથી સદા સેવવાની છે, અને ઉપવાસાદિ નૈમિત્તિક કર્મ છે, તેથી તે તે પ્રસંગે કરવાનાં છે. આપૃચ્છા સામાચારી પણ દરેક કાર્ય ગુરુને પૂછીને કરવાનાં હોવાને કારણે નિત્યકર્મ છે. જો કેવળ વિધિના બોધ માટે ગુરુને આપૃચ્છા કરવાની હોત તો તે નિત્યકર્મ ન બની શકે, પરંતુ નૈમિત્તિક કર્મ બની જાય, પણ માત્ર વિધિબોધ માટે નથી, આથી નિત્યકર્મ છે. જો નૈમિત્તિક કર્મમાં પ્રમાદ કરવામાં આવે તો નૈમિત્તિક કર્મના સેવનકૃત જે વિશિષ્ટ નિર્જરા થવી જોઈએ, તે પ્રાપ્ત ન થાય; પરંતુ જે નિત્યકર્મ છે તેના સેવનમાં પ્રમાદ કરવામાં આવે તો, નિત્યકર્મના સેવનથી મળતું ફળ તો નથી મળતું, પરંતુ પ્રત્યવાય થાય છે=વિધિના અપાલનકૃત કર્મબંધની પ્રાપ્તિ થાય છે. જેમ સાધુને એકાસણું કરવું તે નિત્યકર્મ છે, તે અપવાદાદિના કારણ વગર ન કરવામાં આવે તો પ્રત્યવાયની પ્રાપ્તિ થાય. જ્યારે ઉપવાસાદિ નિત્યકર્મ નથી, તેથી તે ન કરવાથી ભગવાનની વિશેષ આજ્ઞાપાલનથી થતા લાભથી વંચિત રહેવાય છે, પણ આજ્ઞાભંગાદિ પ્રત્યવાયની પ્રાપ્તિ થતી નથી. આથી નિત્યકર્મ એવી આપૃચ્છા સામાચારીના પાલનમાં અવશ્ય ઉદ્યમ કરવો જોઈએ. એટલું જ નહિ, તેના એક દેશમાં પણ પ્રમાદ ન કરવો જોઈએ. તેથી કોઈ સાધુ ક્રિયાની વિધિને જાણતો હોય માટે ગુરુને આપૃચ્છા ન કરે, અને તે અનુષ્ઠાન સંપૂર્ણ વિધિપૂર્વક સેવે, તોપણ તે અનુષ્ઠાનમાં આપૃચ્છારૂપ એક દેશનું અસેવન હોવાથી કર્મબંધ થાય છે, અને કોઈ સાધુ આપૃચ્છા સામાચારીના પાલન અર્થે ગુરુને તે કાર્ય વિષયક આપૃચ્છા કરે, ત્યારે ગુરુ તેને એ કાર્ય વિષયક સંપૂર્ણ ઉચિત વિધિ બતાવે, છતાં તે વિધિના કોઈક અલ્પ ભાગમાં પણ શિષ્ય આળસ કરે, તો તે નિત્યકર્મના એક ભાગના અકરણથી પણ કર્મબંધરૂપ ફળની પ્રાપ્તિ થાય છે; અને તે આળસ વધતાં વધતાં અંતે ભગવાનની આજ્ઞાનો ભંગ, આ ભવમાં ગુણસ્થાનકમાં અતિચાર, અંતે ગુણસ્થાનકનો નાશ અને જન્માંતરમાં ધર્મની દુર્લભતા આદિમાં પર્યવસાન પામે છે. માટે સાધુએ દરેક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 286 287 288 289 290 291 292 293 294 295 296