Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 284
________________ આપૃચ્છા સામાચારી | ગાથા : ૪૯ ૨૬૫ ક્રિયાને વ્યુત્પત્તિઅર્થમાત્રગ્રાહી એવંભૂતનય મંગલ કહે છે. તેથી આ નય તપને, સંયમને, સ્તુતિને કે અન્ય કોઈપણ શુભક્રિયા કે જે શુભભાવનું કારણ હોય તે સર્વને મંગલ કહે છે, તે રીતે આપૃચ્છા સામાચારીને પણ મંગલ કહે છે. પૂર્વમાં કહ્યું કે, આપૃચ્છા સામાચારી વિધિજ્ઞાપન દ્વારા અને અન્યથા પણ શુભભાવનું કારણ છે, ત્યાં પ્રશ્ન થાય કે, ગાથા-૪૭માં બતાવ્યું. એ રીતે વિધિજ્ઞાપન દ્વારા તો આપૃચ્છા સામાચારી શુભભાવનું કારણ થઈ શકે, પરંતુ વિધિના જાણનાર શિષ્ય ગુરુને આપૃચ્છા કરે તો તેનાથી ગુરુને વિધિનું જ્ઞાન કરાવવાનું રહેતું નથી, તેથી તેના માટે આપૃચ્છા સામાચારી શુભભાવનું કારણ કઈ રીતે થઈ શકે ? તે બતાવવા માટે કહે છે – વિધિનો જાણનાર શિષ્ય પણ જ્યારે ગુરુને કોઈક કાર્ય વિષયક આપૃચ્છા કરે છે, ત્યારે ગુરુ તેને તે કાર્ય કરવાની અનુજ્ઞા આપે છે. તેથી ગુરુ પ્રત્યેના બહુમાનવાળા એવા વિનયી શિષ્યને “આ કાર્ય ગુરુઉપદિષ્ટ છે, તેથી અવશ્ય ભવિષ્યમાં મારા હિતનું કારણ છે તે પ્રકારનો બોધ થાય છે; અને તેથી “આ ક્રિયામાં લેશ પણ પ્રમાદ વગર સુદઢ યત્ન કરવો જોઈએ તે પ્રકારે સામાન્ય આપૃચ્છાથી પણ હિતકાર્યમાં પરમ ઉત્સાહ ઉત્પન્ન થાય છે; કેમ કે ગુરુના વચનમાં શ્રદ્ધાવાળા એવા શિષ્યને ગુરુ દ્વારા અપાયેલી અનુજ્ઞામાત્ર બધી અનુજ્ઞા, શુભભાવનું કારણ બને છે. તેથી વિધિના જાણનાર એવા શિષ્ય પ્રત્યે પણ આપૃચ્છા સામાચારી શુભભાવનું કારણ છે. આશય એ છે કે, જે શિષ્ય વિધિપૂર્વકની ઉચિત ક્રિયાઓ સેવી સેવીને ક્રિયામાં સુઅભ્યસ્ત છે, તે શિષ્યને તે ક્રિયાની વિધિનું જ્ઞાન કરાવવું આવશ્યક નથી, તોપણ તેવો વિનયી શિષ્ય વસ્ત્ર ધોવનાદિ ક્રિયાવિષયક ગુરુને આપૃચ્છા કરે ત્યારે, ગુરુ જાણે છે કે આ શિષ્ય વિધિપૂર્વક કાર્ય કરશે, તેથી તેને વિધિનું જ્ઞાન કરાવતા નથી, પરંતુ તેને તે કાર્ય કરવાની અનુજ્ઞા આપે છે. ત્યારે “ગુરુએ મને અનુજ્ઞા આપેલી છે' એવો બોધ શિષ્યને થાય છે, અને તેથી તે જાણે છે કે “ગુરુએ અનુજ્ઞા આપી તે બતાવે છે કે આ કૃત્ય મારા માટે અવશ્ય નિર્જરાનું કારણ છે' તેવો દૃઢ વિશ્વાસ તેને ઉત્પન્ન થાય છે, અને તેથી “લેશ પણ પ્રમાદ વિના મારે આ ક્રિયામાં યત્ન કરવો જોઈએ તેવું તેનું માનસ ઉલ્લસિત થાય છે, તે શુભભાવ છે; અને આ શુભભાવ પેદા થવામાં આપૃચ્છા સામાચારી કારણ છે, તેથી આપૃચ્છા સામાચારી વિધિના જાણનારા પ્રત્યે પણ શુભભાવનું કારણ છે. સામાન્ય આપૃચ્છા કહેવાથી એ કહેવું છે કે જે શિષ્ય વિધિને જાણતો નથી, તે વિધિને જાણવા માટે જે આપૃચ્છા કરે છે તે વિશેષ આપૃચ્છા છે; અને વિધિનો જાણનાર વિધિ જાણવા માટે આપૃચ્છા કરતો નથી, પરંતુ આપૃચ્છા સામાચારીનું પાલન કરવું તે શાસ્ત્રમર્યાદા છે, તેથી કોઈ પણ કાર્ય કરવા પ્રતિ આપૃચ્છા સામાચારીનું પાલન કરવું જોઈએ, એ પ્રકારના ભાવથી જે આપૃચ્છા કરે છે, તે સામાન્ય આપૃચ્છા છે. ટીકા : ततः तस्मात् कारणात्, सर्वत्रापि कार्ये बहुवेलादिक्रमेण, यत्कार्यं प्रतिवेलं प्रष्टुं न शक्यते तद्बहुवेलेत्यभिधीयते, तदादिर्यः क्रमा व्यवस्था तया सा=आपृच्छा ज्ञेया-ज्ञातव्या । यत्कार्यं साक्षादाप्रष्टुं शक्यते विशेषप्रयोजनं च तत्र साक्षादापृच्छा, यत्तु मुहुर्मुहुः संभवितया प्रष्टुमशक्यं तत्रापि बहुवेलसन्देशनेनापृच्छावश्यकीति । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296