Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 276
________________ આપૃચ્છા સામાચારી | ગાથા : ૪૭-૪૮ ૨૫૭ (૨) પુણ્યસહિત પાપક્ષય=પુણ્યથી યુક્ત એવા પાપનો ક્ષય, તેનાથી ઈષ્ટના પ્રવાહનો અવિચ્છેદ છે. : ‘ઞયં ભાવ:’ પૂર્વના કથનનો આ=આગળમાં કહેવાય છે એ, ભાવ છે ઃ વિધિવાળી પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ પુણ્યપ્રકૃતિ અબાધાકાલના પરિપાકથી સ્વસ્થિતિના અનુસારે (અને) પાપક્ષયને કારણે અસુખથી અસંવલિત એવા સુખના સંતાનનું=પ્રવાહનું, સંધાન કરે છે=જોડાણ કરે છે. એથી કરીને તેનાથી=પુણ્યબંધ અને પાપના ક્ષયથી, તેનો=ઈષ્ટના સંતાનનો, અનુબંધ=અવિચ્છેદ, કેમ ન થાય ? અર્થાત્ થાય જ. અને આ રીતે=શુભભાવ દ્વારા વિઘ્નક્ષયને કારણે કાર્યની સમાપ્તિ અને તેનાથી ઈષ્ટના પ્રવાહનો અવિચ્છેદ થાય છે એ રીતે, લઘુકર્મવાળા આને=શિષ્યને, (૧) મનુષ્યપણારૂપ સુગતિ અને (૨) ધર્માચાર્યના ચરણકમળમાં ભ્રમરની જેમ આચરણા કરવારૂપ ગુરુનો સંગ, એ બંનેની પ્રાપ્તિ હોવાથી, પરમપદની પણ=સકલ પ્રયોજનના ઉપનિષદ્ભૂત (રહસ્યભૂત) એવા મોક્ષની પણ, પ્રાપ્તિ થાય. આ= પૂર્વમાં કહ્યું કે, લઘુકર્મવાળા એવા શિષ્યને પરભવમાં સુગતિ અને ગુરુસંગની પ્રાપ્તિ થાય એ, પરભવમાં જ્ઞાનવિજ્ઞાનરૂપ શ્રવણ આદિ ક્રમની પ્રાપ્તિનું ઉપલક્ષણ છે. * ‘મોક્ષચાપિ’ અહીં‘પિ’ થી એ કહેવું છે કે, કદાચ મોક્ષ ન મળે તો પણ સુગતિ, ગુરુસંગ, શ્રવણ, જ્ઞાન, વિજ્ઞાનાદિ ક્રમનો પ્રવાહ તો અવશ્ય મળે કે જે થોડા ભવમાં મોક્ષને સાધી આપે, પરંતુ જો વીર્યનો પ્રકર્ષ થાય તો મોક્ષ પણ મળે. * ‘સામુત્રિવઋવળજ્ઞાનવિજ્ઞાનાવિમસ્ય' અહીં જ્ઞાન-વિજ્ઞાનરૂપ શ્રવણ ગ્રહણ કરવાનું છે અને આદિથી પ્રત્યાખ્યાન અને સંયમરૂપ અનંહસ્ક=પાપરહિત ભાવ ગ્રહણ કરવાનો છે અને તપરૂપ વ્યવદાન ગ્રહણ કરવાનું છે. આ સંબંધમાં પ્રજ્ઞપ્તિસૂત્રમાં સંગ્રહણી ગાથા આ પ્રમાણે છે : ભાવાર્થ “સંગ્રહણી” ગાથાનો અર્થ આ પ્રમાણે છે — જ્ઞાન અને વિજ્ઞાનરૂપ શ્રવણ હોતે છતે, પ્રત્યાખ્યાન અને સંયમરૂપ અનંહસ્ક=પાપરહિત ભાવ હોતે છતે અને તપરૂપ વ્યવદાન હોતે છતે, અક્રિયાની સિદ્ધિ છે. જિજ્ઞાસુએ આ સંબંધમાં ‘અધ્યાત્મમત પરીક્ષા’ ગાથા-૬૪ જોવી. सवणे नाणे य विन्नाणे पच्चक्खाणे अ संजमे । अहए तवे चेव वोदाणे अकिरिआ सिद्धि ।। त्ति । : ‘તતઃ . પાપક્ષયસ્તસ્માવિતિવા’। ગુરુ જ્યારે વિધિનો બોધ કરાવે ત્યારે શિષ્યને થતા શુભભાવથી ક્રિયામાં પ્રતિબંધક વિઘ્નોનો ક્ષય થાય છે, જેથી તે સંયમનું અનુષ્ઠાન જે પ્રકારના ફળની અપેક્ષાવાળું છે, તે પ્રકારના ફળને પ્રાપ્ત કરે તે રીતે સમાપ્ત થાય છે–સમસ્તપણા વડે પ્રાપ્ત થાય છે; કેમ કે શુભભાવથી, ક્રિયાની સમ્યગ્ નિષ્પત્તિમાં વિઘ્ન કરનારાં ચારિત્રમોહનીય કર્મોનો ક્ષયોપશમ થયેલ હોવાથી, તે વસ્ત્રધોવનાદિ સાધ્વાચારની ક્રિયા નિર્જરારૂપ ફળને પ્રાપ્ત કરાવે એ રીતે પૂર્ણ થાય છે. અને એ રીતે વિધિપૂર્વક તે ક્રિયા ક૨વાથી આત્મા ઉપર પડેલા ઉત્તમ સંસ્કારોને કારણે ફરી પણ દરેક ક્રિયા તે રીતે વિધિપૂર્વક થાય છે, તેથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296