Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 275
________________ ૨૫૬ આપૃચ્છા સામાચારી | ગાથા : ૪૭-૪૮ છે, તો ત્યાં વિઘ્નક્ષય કેમ ન થયો? તાત્પર્ય એ છે કે, ભગવાનના વચનને સૂક્ષ્મ યુક્તિપૂર્વક સમજવાની શક્તિ સમ્યકત્વની પહેલાં આવતી નથી. આથી સમ્યકત્વ પહેલાંના જીવોને સૂક્ષ્મબોધવર્જિત કહેલા છે. પરંતુ સૂક્ષ્મ બોધવાળા જીવો ગુરુના ઉપદેશથી વિધિબોધ પ્રાપ્ત કરે છે ત્યારે, સોપક્રમ કર્મ હોય તો વિધિને અનુરૂપ પ્રવૃત્તિ કરવા માટે વિજ્ઞભૂત કર્મ અવશ્ય નાશ પામે છે; અને જેઓનાં ચારિત્રમોહનીય કર્મ સોપક્રમ નથી, તેઓને વિધિના બોધથી તીવ્ર શ્રદ્ધા થવા છતાં વચનાનુસાર પ્રવૃત્તિ કરવામાં વિજ્ઞભૂત કર્મ નાશ પામતાં નથી, તેથી વિધિના શ્રવણથી શુભભાવ થયેલો હોવા છતાં પણ વિધિપૂર્વકની પ્રવૃત્તિ થતી નથી; અને સૂક્ષ્મબોધ વગરના જીવોને વિધિનો બોધ પણ ચૂલથી હોય છે, તેથી પ્રવૃત્તિને સમ્યક પ્રકારે ઉલ્લસિત કરે તેવી તીવ્ર શ્રદ્ધા થતી નથી. સગા ટીકા : तत:-शुभभावेन विघ्नक्षयाद्, इष्टस्य=इच्छाविषयस्य कार्यस्य, निष्प्रत्यूहतया समाप्ति: सामस्त्येन प्राप्तिः । ततः तदनुबन्धा=इष्टसन्तानाऽविच्छेदश्च भवति । कुतः ? इत्याह-पुण्यं च शुभप्रकृतिरूपम्, इह पुण्यपदं पुण्यबन्धे लाक्षणिकं द्रष्टव्यम्, पापक्षयश्च-अशुभप्रकृतिहानिश्च ततः, पुण्येन सहितः पापक्षयस्तस्मादिति वा । अयं भावः-विधिवत्प्रवृत्तिप्रसूता हि पुण्यप्रकृतिरबाधाकालपरिपाकात् स्वस्थित्यनुसारेण, पापक्षयादसुखाऽसंवलितं सुखसन्तानं सन्धत्त इति कुतो न ततस्तदनुबन्धः ? एवं च लघुकर्मताशालिनोऽस्य सुगतिर्मानुष्यकरूपा गुरुसङ्गश्च धर्माचार्यचरणारविन्दभ्रमरायितम्, तयोर्लाभात् प्राप्तेः, उपलक्षणमेतद् आमुत्रिकश्रवणज्ञानविज्ञानादिक्रमस्य, परमपदस्यापि सकलप्रयोजनोपनिषद्भूतस्य मोक्षस्यापि, भवेत् लब्धिः-प्राप्तिः । ટીકાર્ય : તેનાથી શુભભાવ વડે વિતક્ષયથી, ઈષ્ટની=ઈચ્છાના વિષયભૂત કાર્યની, વિવિધ્યપણા વડે સમાપ્તિ=સમસ્તપણા વડે પ્રાપ્તિ થાય છે અને તેથી તેનો અનુબંધ=ઈષ્ટના પ્રવાહનો અવિચ્છેદ, થાય છે. ઈષ્ટના પ્રવાહનો અવિચ્છેદ કેમ થાય છે? તેથી કહે છે – અહીં ગાથાનો “પુથપાયા' શબ્દનો સમાસવિગ્રહ બે રીતે કરે છે. (૧) શુભ પ્રકૃતિરૂપ પુણ્યબંધ અને પાપનો ક્ષય=અશુભ પ્રકૃતિની હાનિ, તેનાથી ઈષ્ટના પ્રવાહનો અવિચ્છેદ થાય છે. અહીં પ્રશ્ન થાય કે, પુણ્યનો અર્થ શુભ પ્રકૃતિરૂપ પુણ્ય થાય, પરંતુ પુણ્યબંધ થાય નહીં; અને પુણ્ય અને પાપક્ષય એમ કહેવાથી પુણ્ય શબ્દથી શું? તે અર્થ સ્પષ્ટ થાય નહીં. તેથી પુણ્ય શબ્દથી પુણ્યબંધ ગ્રહણ કરવો છે. તે બતાવવા માટે કહે છે – અહીં પુણ્યપદ પુણ્યબંધમાં લાક્ષણિક જાણવું=લક્ષણાથી પુણ્યનો અર્થ પુણ્યબંધ કરવો. અથવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296