Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 280
________________ આપૃચ્છા સામાચારી/ ગાથા : ૪૭-૪૮ ૨૬૧ સામાચારીમાં ઉચિત પ્રવૃત્તિ કરવાથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ અને પાપનો ક્ષય થવાથી સર્વ સામાચારી મોક્ષસાધક બને છે, તે અર્થથી જણાય છે. II૪૮ અવતરણિકા - ननु सिद्धिलक्षणकार्य प्रति विहितकर्मैव प्रवृत्तिपुण्यार्जनादिक्रमेणोपयुज्यताम्, आपृच्छा तु न सर्वत्रोपयुज्यते, विधिप्रदर्शनस्य तत्फलस्य विधिज्ञमाप्रच्छकं प्रत्यफलत्वात्, निमेषोन्मेषादौ बहुवेलकार्ये आज्ञां ददता गुरुणा स्वभ्यस्ततया विधेरनुपदेशाच्च इत्यत आह - અવતરણિયાર્થ: નનુ” થી શંકા કરે છે કે, મોક્ષરૂપ કાર્ય પ્રતિ શાસ્ત્રમાં વિહિત કર્મ જ પ્રવૃત્તિ-પુણ્યપ્રાપ્તિ આદિ ક્રમથી ઉપયોગી છે, પરંતુ આપૃચ્છા સર્વત્ર ઉપયોગી નથી; કેમ કે આપૃચ્છાના ફળરૂપ વિધિપ્રદર્શનનું વિધિને જાણનારા આપૃચ્છક પ્રત્યે અફળપણું છે. વિધિજ્ઞ આપૃચ્છકને પણ ગુરુ વિધિ બતાવે અને તેનાથી થતા શુભભાવ આદિના ક્રમથી આપૃચ્છા સામાચારી મોક્ષનું કારણ થાય છે, તેમ સ્વીકારીએ તો શું વાંધો ? તેથી બીજો હેતુ કહે છે - અને નિમેષઉન્મેષાદિ બહુવેલ કાર્યમાં આજ્ઞા આપતા ગુરુ વડે સુઅભ્યસ્તપણું હોવાના કારણે નિમેષઉન્મેષાદિ વિધિનો અનુપદેશ છે. એથી કરીને પૂર્વમાં સ્થાપન કર્યું એ રીતે સિદ્ધિલક્ષણકાર્ય પ્રત્યે આપૃચ્છા સામાચારી કારણ નથી, પરંતુ વિધિના બોધ વગરના શિષ્યને વિધિનો બોધ કરાવવામાં આપૃચ્છા સામાચારી ઉપયોગી છે, એ પ્રકારની “નનું થી પૂર્વપક્ષીની શંકા છે. આથી કરીને કહે છે - * ‘પ્રવૃત્તિ, યાર્નનહિ' માં ’ થી ગુરુનો સંગ, શ્રવણ, જ્ઞાન-વિજ્ઞાનાદિનું ગ્રહણ કરવું. * ‘નિમેષોન્મેષા’ માં ‘રિ’ થી સૂક્ષ્મ કંપન, ગ્લેખ સંચરણાદિનું ગ્રહણ કરવું. ભાવાર્થ : પૂર્વમાં સ્થાપન કર્યું કે, આપૃચ્છા સામાચારી, વિધિના બોધ આદિપૂર્વક મોક્ષરૂપ કાર્ય પ્રત્યે કારણ બને છે. ત્યાં કોઈ શંકા કરે છે કે, મોક્ષરૂપ કાર્ય પ્રત્યે શાસ્ત્રમાં બતાવાયેલ ક્રિયાઓ જ, પ્રવૃત્તિ-પુણ્યાર્જનાદિ ક્રમથી ઉપયોગી છે, પરંતુ આપૃચ્છા સામાચારી તો સર્વત્ર ઉપયોગી નથી; ફક્ત જે વ્યક્તિને વિધિનું જ્ઞાન નથી, તે વ્યક્તિને વિધિના જ્ઞાનમાં આપૃચ્છા સામાચારી ઉપયોગી છે. આ પ્રકારની શંકા કરનાર તેમાં યુક્તિ આપે છે કે, આપૃચ્છા સામાચારીનું ફળ વિધિપ્રદર્શન છે. તેથી વિધિને જાણનાર એવા આપૃચ્છક પ્રત્યે વિધિનું પ્રદર્શન અફળ છે. આશય એ છે કે, વિધિના બોધ વગરના સાધુને વિધિનો બોધ કરાવીને આપૃચ્છા સામાચારી ચરિતાર્થ થાય છે, અને જેને વિધિનો બોધ છે તેને ઉચિત વિનય કરવારૂપ આપૃચ્છા સામાચારી છે, જેમ ઉચિત વિનય કરવા અર્થે સાધુ નિષેધ-ઉન્મેષનો આદેશ માંગે છે; પરંતુ આપૃચ્છા સામાચારી પૂર્વ ગાથામાં બતાવ્યું એ રીતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296