Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 272
________________ ૨૫૩ આપૃચ્છા સામાચારી / ગાથા : ૪૭-૪૮ न हि शुभभावे प्रावृषेण्यघनाघनसलिलवर्षसमाने समुल्लसति कारीषाग्निनिचयसोदरोऽपि विघ्नसन्तानः स्थातुमुत्पत्तुं वा समुत्सहते ।।४७।। ટીકાર્ય : ‘નેશ ત્તિ’ | ‘તત્તો ત્તિ' ! એ બંને ગાથા-૪૭ તથા ૪૮નાં અનુક્રમે પ્રતિક છે. (શિષ્ય આપૃચ્છા કરી, જેને કારણે વિધિજ્ઞાતા=શાસ્ત્રોક્ત વિધિના જાણનારા, ગુરુ-ધર્માચાર્ય, તેને વસ્ત્રધોવતાદિ આપૃચ્છકને, આજ્ઞાવિષયક="વિધિ વડે વસ્ત્રધોવતાદિ કર એ પ્રમાણેના ઉપદેશરૂપ આજ્ઞાવિષયક “આચ્છોટન પિટ્ટણપૂર્વક ન ધોવે, ધોયેલાનું પ્રતાપન ન કરે અર્થાત્ વસ્ત્રને શીલા ઉપર પટકવા અને ધોકાથી ટીપવાપૂર્વક ન ધોવે અને પ્રતાપન ન કરે” ઈત્યાદિ આગમમાં કહેલી વિધિ,૩=નિચે બતાવે છે. “અર્થ ભાવ:” પૂર્વના કથનનો આ ભાવ છે – શિષ્યની પ્રતિજ્ઞાથી જ આપૃચ્છારૂપ પ્રતિજ્ઞાથી જ ગુરુ, વસ્ત્ર ધોવવાદિમાં શિષ્યના જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ઈષ્ટ સાધ્યપણાને જાણીને, સૂત્રવિષયક અવિધિ વડે તેના ધોવનમાં પણ વસ્ત્રના ધોવનમાં પણ, શિષ્યને, (ભ્રમથી) ઈષ્ટસાધનતાનું જ્ઞાન હોવાના કારણે, ત્યાં સૂત્રવિષયક અવિધિથી ધોવનમાં, શિષ્યની પ્રવૃત્તિનું સ્વગુરુને, અનિષ્ટઅનુબંધિપણાનું જ્ઞાન હોવાના કારણે તેના વિઘાત માટે ગુરુને અનિષ્ટરૂપ શિષ્યની પ્રવૃત્તિના વિઘાત માટે, વિધિપૂર્વક વસ્ત્રધોવનાદિમાં તેની પ્રવૃત્તિનું શિષ્યની પ્રવૃત્તિનું, સ્વતા ગુરુને પોતાના, ઈષ્ટસાધનપણાનું પ્રતિસંધાન કરીને અને તેવા પ્રકારની સ્વઈષ્ટસાધતત્વ પ્રકારની, તેની=વસ્ત્ર ધોવવાદિની, પ્રવૃત્તિને અનુકૂળ વિધિ જણાવવા માટે વિધિવાક્યનો પ્રયોગ કરે છે. “રૂતિ’ ‘૩યંભાવ:' ના કથનની સમાપ્તિમાં છે. ‘તતડ્યું અને તેથી-વિધિ બતાવવાથી, વિધિનોઆચારનો, પ્રતિપત્તિ શાબ્દબોધ, તેને= આપૃચ્છકને, થાય છે. ગાથા-૪૭માં તરસ લાગી શબ્દ છે, એ ‘તચ' નું વિધિપ્રતિપત્તિ સાથે પણ યોજન છે, તે બતાવવા માટે તસ્વૈત્યનુપતે એમ ટીકામાં કહેલ છે. ત્યાં પણ =વિધિબોધ થયે છતે પણ, “અહો ! સકલ જીવોને અનુપઘાતક ભગવાનનું વચન છે.” એ પ્રકારના વિધિને બતાવનારા ભગવાનમાં તીવ્ર શ્રદ્ધા-લક્ષણ શુભભાવથી=પ્રશસ્ત દ્રવ્યલેશ્યાથી ઉપરંજિત ચિત્તથી ઉત્પન્ન થયેલા અધ્યવસાયથી, વિધ્યનો ઈચ્છિત કાર્યના પ્રતિબંધક દુરિતનો, ક્ષય-નાશ થાય છે. અહીં ‘મતિ એ પ્રમાણે અધ્યાહાર છે. આકવિધિના બોધથી થયેલા શુભભાવથી વિધ્વનો ક્ષય થાય છે એ કથન, આંતરાલિક વચ્ચે વચ્ચે થનારા, વિધ્યતા અનુત્પાદનું પણ ઉપલક્ષણ છે. પૂર્વમાં કહ્યું કે, વિધિના બોધથી થયેલા શુભભાવને કારણે વિદ્ગક્ષય થાય છે અને વચમાં પણ વિઘ્ન ઊઠતું નથી. તેમાં ર દિ થી યુક્તિ બતાવે છે - વર્ષાઋતુના વાદળના પાણીની વૃષ્ટિ સમાન શુભભાવ સમુલ્લસિત થયે છતે છાણાના અગ્નિના ઢગલા સરખો પણ વિપ્લસમૂહ રહેવા કે ઉત્પન્ન થવા માટે સમર્થ થતો નથી. In૪૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296