________________
૨૩૪
નૈષેલિકી સામાચારી / ગાથા: કર આશાતનાદિ પાપના નિષેધરૂપે ‘નિસીહિ' પ્રયોગની કામના છે, પરંતુ અવશ્ય કર્તવ્ય છે માટે “આવશ્યક પ્રયોગની કામના નથી; અને “નિસીહિ' પ્રયોગનો કામ્યાર્થ એ છે કે – (૧) અવગ્રહમાં પ્રવેશ કરીને અત્યંત આશાતનાનો પરિહાર કરવો, (૨) અવિધિમાં યત્નનો પરિહાર કરવો અને (૩) અનાભોગ નિમિત્તક પણ ભક્તિમાં અયત્નનો પરિહાર કરવો. આ કામ્યાર્થમાં અત્યંત ઉપયોગ હોય તો ‘નિસીહિ' પ્રયોગ કરનાર સાધુ “નિસીહિ' પ્રયોગથી નિર્જરારૂપ ફળને પામે છે.
આશય એ છે કે, દેવ-ગુરુની અવગ્રહભૂમિમાં પ્રવેશ કરતી વખતે આ અવશ્ય કર્તવ્ય છે, એમ માનીને “આવશ્યકી” પ્રયોગ કરીને યત્ન કરવામાં આવે તો “આવશ્યકી” પ્રયોગથી અવશ્ય કર્તવ્યમાત્રનો ઉપયોગ ઉપસ્થિત થાય છે, પરંતુ અવગ્રહમાં પ્રવેશીને દેવ-ગુરુની આશાતના ન થાય તેના માટે અને અવિધિના પરિહાર માટે જે અધિક યત્ન કરવાનો છે, તેના માટેનો ઉપયોગ “નિશીહિ' પ્રયોગથી જ થઈ શકે છે. વળી અવગ્રહમાં પ્રવેશ કર્યા પછી અનાભોગથી પણ ઉચિત ભક્તિની ક્રિયામાં અયત્ન ન થાય તેના પરિવાર માટે પણ યત્ન કરવાનો છે=પૂર્ણ ગુણરૂપ દેવ છે અને સંસારસાગરથી પાર પાડવામાં શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરાવનાર આ ગુરુ છે. તે પ્રકારના ઉપયોગમાં લેશ પણ અનાભોગ ન રહે તે રીતે ચિત્તને વ્યાપારવાળું કરવાનું છે, જે “નિસહિ” પ્રયોગથી થાય છે. તેથી તે સ્થાનમાં “આવશ્યકી’ પ્રયોગ કરવાથી તે પ્રકારનું ફળ મળી શકે નહિ, પરંતુ ‘નિસીહિ' પ્રયોગથી તેવા પ્રકારના વ્યાપાર દ્વારા નિર્જરારૂપ ફળ મળે છે.
‘ત્યું ઘ' - આ રીતે આવશ્યકી' પ્રયોગ કરતાં અવગ્રહપ્રવેશમાં ‘નિસીહિ' પ્રયોગ ફળ પ્રતિ કારણ છે, તે બતાવ્યું. હવે ‘નિસીહિ' પ્રયોગથી નિર્જરા થાય છે, તેમાં (૧) નિસાહિ” વચનપ્રયોગ, (૨) આશાતનાદિ પરિહારવિષયક અધિક યત્ન અને (૩) ઉપયોગ, એ “નિસીહિ' પ્રયોગનાં ત્રણ અંગો કઈ રીતે નિર્જરાનાં કારણ બને છે, તે બતાવવા માટે કહે છે –
દેવાદિના અવગ્રહપ્રવેશ વખતે જે “નિસાહિ” પ્રયોગ કરાય છે, તે પ્રયોગથી વિચિત્ર પ્રકારના કર્મનો ક્ષય થાય છે. એટલે કે દેવતાના અવગ્રહમાં પ્રવેશ કરતી વખતે ભગવાનની વિશેષ ભક્તિ કરવાના આશયથી પ્રવેશ કરાય છે, તેથી તે ‘નિસીહિ' પ્રયોગની પ્રતિજ્ઞાકાળમાં જે પ્રકારનો ભક્તિનો અધ્યવસાય પ્રકર્ષવાળો થયો હોય તે અધ્યવસાયના ભેદથી જુદા જુદા પ્રકારના કર્મનો ક્ષય થાય છે. આ કર્મક્ષય પ્રતિ જેમ (૧) “નિસીહિ' પ્રયોગકારણ છે, તેમ (૨) “નિસીહિ' પ્રયોગ કર્યા પછી દેવ-ગુરુની આશાતનાના પરિવાર માટેનો પૂર્વ કરતાં અધિક પ્રયત્ન કરાય છે, તે સહકારી છે. તેથી એ પ્રાપ્ત થાય છે, નિસહિ” પ્રયોગ કર્યા પછી આશાતનાના પરિવાર માટેના અધિક પ્રયત્નરૂપ સહકારીનો અભાવ હોય તો નિર્જરારૂપ કાર્ય થાય નહિ, તથા (૩) “નિસીહિ' પ્રયોગ કરવાને કારણે અનાભોગ નિમિત્તક અયત્નના પરિહારના ઉપાયરૂપે કરાતો ઉપયોગનો અતિશય નિર્જરાના અતિશય માટે ઉપયોગી થાય છે.
આશય એ છે કે, ‘નિસાહિ” પ્રયોગ કરીને આશાતનાના પરિવારનો યત્ન કરવામાં આવે તો નિર્જરા થાય છે, અને અવગ્રહમાં પ્રવેશ કરીને દેવ કે ગુરુની ભક્તિમાં ઉપયોગનો અતિશય પ્રવર્તે તો ઉચિત ક્રિયામાં લેશ પણ પ્રમાદ ન થાય, અને એવા યત્નથી નિર્જરા વિશેષ થાય છે, અને આ રીતે નિશીહિ' પ્રયોગથી સાધુને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org