Book Title: Samachari Prakaran Part 01
Author(s): Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 233
________________ ૨૧૪ આવશ્યકી સામાચારી / ગાથા : ૩૯ ચૂણિકાર વડે પણ કહેવાયું છે – “આવશ્યકી એટલે અવશ્ય કરવાયોગ્ય ક્રિયા અથવા તો પાપકર્મનિષેધક્રિયા અથવા અવશ્યકર્મ અથવા અવશ્યક્રિયા (આ ચારે) એકાર્યવાચી છે.” ઉદ્ધરણમાં “તિ’ અને ‘ત્તિ’ તે તે કથનની સમાપ્તિમાં છે. પૂર્વ અને આ પ્રમાણે નિર્યુક્તિકારના ઉદ્ધરણની પૂર્વે કહ્યું કે, આવશ્યકકર્મ અને પાપનિષેધક્રિયાનું ઐક્યપણું હોવાને કારણે આવશ્યકી અને વૈષેલિકીનું એકાર્થપણું છે એ પ્રમાણે, અહીં=આવશ્યકીના સ્થાને, વૈષેલિકીપદનો વૈધિકી સ્વરૂપે પ્રયોગ કેમ નથી ? મથત અહીંયાંઆવશ્યકીના સ્થાનમાં વૈષધિકી કેમ નથી ? એ પ્રકારની પૂર્વપક્ષીની શંકામાં, જવાબ અપાય છે - ગમનાગમનના પ્રયોજનથી ગમત અને અગમતના પ્રયોજનને આશ્રયીને, ત્યાં=અવશ્ય કાર્ય અંગે બહાર જવાની ક્રિયામાં આવશયકી શબ્દપ્રયોગ જ, અને શય્યાદિ પ્રવેશમાં=સાધુને રહેવાના સ્થાનના પ્રવેશમાં વૈધિકી પ્રયોગ જ આવા સ્વરૂપવાળો આ વિભાગ છે. * ‘શરિપ્રવેશે” માં રિ’ થી દેવ કે ગુરુના અવગ્રહના પ્રવેશ કરવા, ધ્યાન કરવા કે સ્વાધ્યાય કરવા ઈત્યાદિ ગ્રહણ કરવું. ભાવાર્થ : નનુ' શબ્દ અક્ષમાના અર્થમાં છે. પૂર્વની ગાથા-૩૪માં ‘ના’ શબ્દ પ્રત્યવસ્થાનમાં હતો. તેના કરતાં પ્રસ્તુતમાં ‘નનું' શબ્દનો ભેદ આ રીતે છે. પૂર્વમાં તથાકારના વિષય-વિભાગનો વિરોધ કરવા માટે પ્રત્યવસ્થાનરૂપ નનુ” નો પ્રયોગ હતો. અહીં આવશ્યકીનો જ્યાં પ્રયોગ છે, તે સ્થાનનો વિરોધ નથી; પરંતુ ત્યાં આવશ્યકી જ પ્રયોગ કરવો પરંતુ ઔષધિકી નહિ તે સહન ન થયું; કેમ કે જેમ ત્યાં આવશ્યકી પ્રયોગ થઈ શકે છે, તેમ નૈષધિની પ્રયોગ પણ એકાર્થક હોવાથી થઈ શકે. તેથી અહીં આવશ્યકીનો વિરોધ નથી, પરંતુ નૈષધિકી ન જ થાય એ કથન સહન થતું નથી. તે બતાવવા માટે અક્ષમામાં ‘નનુ નો પ્રયોગ છે. આવશ્યકી અને નૈષધિકીના પ્રયોગમાં એકાર્થપણું છે; કેમ કે આવશ્યકી એ અવશ્ય કર્તવ્યવિષયક હોય છે અને નૈષધિકી પાપકર્મના નિષેધને બતાવનારી એવી ક્રિયાવિષયક હોય છે. તેથી અવશ્ય ક્રિયાનું અને પાપકર્મની નિષેધક્રિયાનું ઐક્ય છે, તેથી તે બેનું એકાર્થપણું છે. આશય એ છે કે, સાધુ ‘આવશ્યકી’ પ્રયોગ કરીને સંયમની વૃદ્ધિને અનુકૂળ એવા અવશ્ય કાર્યને કરે છે અને ‘નિસીહિ' પ્રયોગ કરીને પાપકર્મનો નિષેધ કરે છે; અને પાપકર્મનો નિષેધ ત્યારે થાય છે, જ્યારે સંયમની વૃદ્ધિને અનુકૂળ એવી ક્રિયામાં સુદઢ યત્ન કરવામાં આવે; કેમ કે જો સંયમને અનુકૂળ એવી ઉચિત ક્રિયામાં યત્ન ન કરવામાં આવે તો જીવ પ્રમાદી રહે છે અને પ્રમાદનું આચરણ તે પાપકર્મ છે. તેથી નૈષધિની પ્રયોગથી પણ પ્રમાદના નિષેધપૂર્વક અપ્રમાદમાં યત્ન થાય છે. આવશ્યકી પ્રયોગથી પણ અવશ્ય કાર્યમાં અપ્રમાદરૂપે યત્ન થાય છે. તેથી તે બંનેની ક્રિયા અર્થથી એકરૂપ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296