Book Title: Sadhak Sathi Author(s): Atmanandji Maharaj Publisher: Shrimad Rajchandra Sadhna Kendra Koba View full book textPage 8
________________ આ પ્રસ્તાવના ભારતની આ પવિત્ર ભૂમિમાં જ્ઞાન-ધ્યાન-તપ અને સંયમની સાધના દ્વારા પોતાના આત્માને પવિત્ર અને આનંદમય બનાવી અન્યને પણ તેવું ઉન્નત જીવન જીવવાની પ્રેરણા આપનારા સંતોની પરંપરા અતિ પ્રાચીનકાળથી ચાલી આવે છે. આ પરંપરાને અનુરૂપ સંતોનું અસ્તિત્વ આ ભૂમિ ઉપર કાયમ રહ્યું છે. સામાન્યપણે છેલ્લાં એકસો વર્ષથી અને વિશેષપણે આપણો દેશ સ્વતંત્ર થયો ત્યારથી પાશ્ચાત્ય સંસ્કૃતિનું એક પ્રચંડ મોજું આપણા દેશ ઉપર ફરી વળ્યું છે અને આપણી અધ્યાત્મસંસ્કૃતિને પણ એક ખૂબ મોટો ધોખો પહોંચ્યો છે. આની અસર આપણા દેશના વિદ્યાર્થીઓ, યુવકો, ઉદ્યોગપતિઓ. રાજકારણીઓ અને સામાન્ય માનવીના મન ઉપર વધી છે, અને આર્યસંસ્કૃતિની ઉત્તમ, સાત્ત્વિક, પરોપકારી અને અધ્યાત્મપ્રધાન આચારસરણી તેમ જ વિચારશ્રેણીનો ઝડપથી રકાસ થઈ રહેલો દેખાય છે. જોકે સામાન્ય સ્થિતિ ઉપર વર્ણવ્યા પ્રમાણેની છે, છતાં સત્યની વાટે ચાલવાની ભાવનાવાળા અને સંતોની વાણીમાં વિશ્વાસ કરનારા અનેક જિજ્ઞાસુઓ આજે પણ મળે છે જેઓ આધ્યાત્મિક મૂલ્યોને પોતાના જીવનમાં ઊંચું સ્થાન આપે છે. પરંતુ આવા જિજ્ઞાસુઓને સાધનામાર્ગમાં પ્રત્યક્ષ માર્ગદર્શન આપી શકે તેવા વિશિષ્ટ સંતો આજે જવલ્લે જ દેખાય છે જેથી તેઓને સન્શાસ્ત્રો અને સંતોના સાહિત્ય દ્વારા માર્ગદર્શન મેળવવાની જરૂર ઊભી થાય છે. આવા જિજ્ઞાસુઓમાં નેવું ટકાથી વધારે તો એવા છે કે જેમની પાસે જરૂરી પ્રજ્ઞાબળ, તુલનાત્મક વિવેકશક્તિ કે વિશિષ્ટ અધ્યયનશીલતા નથી, તેથી જ્યારે આવા સાધકો આધ્યાત્મિક માર્ગદર્શન માટે સાસ્ત્રો કે સંતોની વાણી પ્રત્યે વળે છે ત્યારે કેટલીક મુશ્કેલીઓ ઊભી થાય છે. પ્રથમ તો, ઉત્તમ કોટિનું અને વિશ્વસનીય સાહિત્ય મોટા ભાગે સંસ્કૃત, પ્રાકૃત અને જૂની હિંદી ભાષામાં લખાયેલું હોવાથી તેઓને માટે આ સાહિત્યની વ્યાવહારિક ઉપયોગિતા નથી. આ વાત વળી વેપારપ્રધાન એવા ગુજરાતને માટે ખાસ સત્ય છે, જ્યાં સંસ્કૃત વગેરે ભાષાઓના પઠનપાઠનમાં પરંપરાથી જ લોકોને ઓછો રસ છે. જોકે, મૂળ શાસ્ત્રોના ભાષાનુવાદના પ્રયત્નો દ્વારા કોઈ કોઈ ઠેકાણે આ મુશ્કેલીઓને નિવારવાનો સ્તુત્ય પ્રયત્ન કરવામાં આવ્યો છે પરંતુ એવા અનુવાદિત સાહિત્યમાં પણ Jain Education-International For Private & Personal Use Only. www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 346