________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨-ચિતિશક્તિ : ૧૯ પ્રગટ થાય છે. ભાઈ ! પરપદાર્થો, રાગ ને પર્યાય એ કાંઈ સમ્યગ્દર્શનનો વિષય નથી. ગાથા ૧૫માં એમ આવ્યું કેઅબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને સંયુક્ત-એવા પાંચભાવરૂપ આત્માની અનુભૂતિ છે તે નિશ્ચયથી સમસ્ત જિનશાસનની અનુભૂતિ છે કારણ કે શ્રુતજ્ઞાન પોતે આત્મા જ છે; તેથી જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અનુભૂતિ છે.
આત્મા અવિશેષભાવ સ્વરૂપ છે, વિશેષ-ગુણભેદ તે આત્મા નહિ; ગજબ વાત કરી છે ને! (દષ્ટિના વિષયમાં ભેદ સમાતો જ નથી.)
અહા! આ સ્ત્રી, પુરુષ, નપુંસક-એમ દેહને ન દેખો, ને પુણ્ય-પાપ આદિ વિકારને પણ ન દેખો, અહાહા..! અંદરમાં અનંતગુણધામ ચિન્માત્ર ભગવાન આત્મા ત્રિકાળ પરમાત્મસ્વરૂપે વિરાજે છે તેને દેખો. અહાહા..! આવા નિજસ્વરૂપને જેણે દેખ્યું તે સમ્યગ્દષ્ટિ છે, તે સમ્યજ્ઞાની છે ને તે મોક્ષમાર્ગી છે. ભાઈ ! મોક્ષ શબ્દ જ વિકાર ને દુ:ખની નાસ્તિ, ને પરમ આનંદની અતિ સૂચવે છે. હવે જ્યાં આમ છે ત્યાં પુણ્યથી-વિકારથી મોક્ષનો ઉપાય મળે એ વાત કયાં રહી? ભગવાનનો-વીતરાગનો મારગ તો ભાઈ ! બધી બાજુથી ચોખો સ્પષ્ટ છે.
અહા ! જેમ આ લોક અકૃત્રિમ છે તેમ લોકનું દ્રવ્ય પણ કોઈએ કરેલું નથી; તેના ગુણો કે પર્યાયોનો પણ કોઈ કર્તા નથી. દ્રવ્ય અને ગુણને પર્યાયના કર્તા કહેવા એ વ્યવહાર છે. નિશ્ચયથી પર્યાયના કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ પર્યાય છે, પર્યાયનું કારણ દ્રવ્ય-ગુણ નહિ અને પર તો નહિ જ નહિ. અહા ! આવું વસ્તુ-સ્વરૂપ જાણીને જે પરથી હઠી, સ્વસ્વરૂપ અનંતશક્તિયુક્ત જ્ઞાનમાત્ર આત્મામાં લીન થાય છે તેને જીવનશક્તિ નિર્મળ ઉછળે છે, તેનું જીવન પવિત્ર, ઉજ્વલ બને છે.
આ પ્રમાણે જીવત્વશક્તિ પૂરી થઈ.
૨: ચિતિશક્તિ અજડત્વસ્વરૂપ ચિતિશક્તિ. ( અજડત્વ અર્થાત ચેતનત્વ જેનું સ્વરૂપ છે એવી ચિતિશક્તિ)'
જુઓ, પહેલાં જીવત્વશક્તિમાં જીવત્ર વડે જીવનું ત્રિકાળ જીવન સિદ્ધ કર્યું; હવે ચિતિશક્તિ કહીને જીવનું એ જીવન અજડત્વસ્વરૂપ અર્થાત્ ચૈતન્યમય છે એમ કહે છે. એ તો પહેલાં આવી ગયું કે જીવનશક્તિ છે એનું ચિતિશક્તિ છે તે લક્ષણ છે. અહીં ચિતિશક્તિ જુદી કેમ કહી ? કે એ વડે જીવવસ્તુ ત્રિકાળ અજડત્વસ્વરૂપ-ચૈતન્યમય છે એમ બતાવવું છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ! ચિતિશક્તિ અજડત્વસ્વરૂપ ચૈતન્યમય, ને તેને ધરનાર અનંત ગુણધામ જીવવસ્તુ પણ અજડત્વસ્વરૂપ ચૈતન્યમય. અહાહા..! દષ્ટિવંતને-સમકિતીને અંદર જીવનશક્તિ ભેગી ચિતિશક્તિ ઉછળે છે. એટલે શું? કે ચિતિશક્તિનું પરિણમન પણ શુદ્ધ ચૈતન્યમય અજડત્વસ્વરૂપ છે. અહાહા..! આ રાગ-દ્વેષમોહ કે પુણ્ય-પાપના ભાવ તે આત્માની ચીજ નથી, કેમકે એ તો બધા જડ છે, ને ભગવાન આત્મા અજડચૈતન્યમય છે. આવી વાત! સમજાણું કાંઈ...?
પહેલાં જીવત્વશક્તિ કહી એમાં તો જીવવારૂપ-ત્રિકાળ ટકવારૂપ એનું પરિણમન છે એમ વાત હતી, અહીં જુદી ચિતિશક્તિ કહીને તેનું ત્રિકાળ ટકવારૂપ-જીવવારૂપ જીવન છે તે ચૈતન્યમય છે એમ સિદ્ધ કરે છે. જીવત્વશક્તિમાં ચિતિશક્તિનું રૂપ છે ને? અર્થાત્ જીવત્વશક્તિનું ચિતિશક્તિ લક્ષણ છે ને? તેથી જીવના જીવત્વને અજડત્વ-ચેતનપણું છે. આવી ઝીણી વાત!
અહાહા...! જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મામાં, કહે છે, એક ચિતિશક્તિ છે. કેવી છે? તો કહે છેઅજડત્વસ્વરૂપ ચિતિશક્તિ.” ટૂંકા શબ્દ ઘણી (ગંભીર) વાત! કહે છે-આ ચિતિશક્તિમાં જડપણું નથી. અને આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય અને કર્મ વગેરે તો બધા જડ છે. તેથી આ શરીરાદિ પદાર્થો આત્માની ચીજ નથી, આત્માથી ભિન્ન ચીજ છે, બહારની ચીજ છે. હવે આવી વાત, એને કાંઈ અભ્યાસ ન મળે એટલે બેસે નહિ, પણ શું થાય ?
અહાહા...! આત્મામાં જેમ એક જીવત્વશક્તિ છે, તેમ એક બીજી ચિતિશક્તિ છે. અરે, એવી એવી સંખ્યાએ અનંત અનંત શક્તિઓ એક આત્મદ્રવ્યમાં છે. કેટલી ? અનંત.. અનંત. એ તો પહેલાં આવી ગયું કે આ લોક અસંખ્ય જોજનમાં છે. તેની બહાર બધે અલોક અનંત જોજનમાં વિસ્તરેલો છે. અહાહા..! અનંત.. અનંત... અનંત જોજનમાં આકાશ વ્યાપેલું છે. કોઈને થાય કે પછી શું ?... પછી શું? પણ ભાઈ ! કયાંય એનો અંત આવતો નથી, એમ ને એમ આકાશ...
Please inform us of any errors on rajesh@AtmaDharma.com