Book Title: Pravachana Ratnakar 11
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 274
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૬૦ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ અનેકરૂપ-અનંતરૂપ દેખાય છે. ‘અને દ્રવ્યદૃષ્ટિથી જોતાં એકરૂપ દેખાય છે.' જુઓ, દ્રવ્યદષ્ટિથી જોવાનું કહ્યું છે. અને દ્રવ્યદષ્ટિનો વિષય દ્રવ્ય છે. તો, દ્રવ્યષ્ટિથી-વસ્તુદષ્ટિથી આત્મદ્રવ્ય-વસ્તુને જોતાં તે ત્રિકાળ એકરૂપ દેખાય છે. પણ તેમાં અનેકતા દેખાતી નથી. લ્યો, આ રીતે અનેકરૂપ પણ આત્મા છે ને એકરૂપ પણ આત્મા છે. અહા ! તે સમજણનો પીંડ છે. તેથી તેના જ્ઞાનમાં આ બધા સમજવાના પ્રકારો સમાય જાય છે. અર્થાત્ આત્મજ્ઞાન થતાં, આત્મામાં આવા જે ભાવો છે તે બધા તેના સમજણમાં આવી જાય છે. અને ત્યારે તેણે આત્માને જાણ્યો છે એમ કહેવામાં આવે છે. અહા ! અન્યમતમાં તો ભગવાન... ભગવાન... કરો, ભગવાનની ધૂન લગાવો એમ કહે છે. પણ ભાઈ! એવી ધૂન લગાવવાથી શું મળે ? ( કાંઈ નહીં.) કેમકે એ તો વિકલ્પ છે. છતાં, તેવો વિકલ્પ હો. પરંતુ તેની સાથે-સાથે નિર્વિકલ્પ, એક શુદ્ધ આત્મા છે તે તારી દષ્ટિમાં છે કે નહીં? (જો છે તો તું જ્ઞાની છો. નહીંતર અજ્ઞાની છો.) જુઓ, અહીં અશુદ્ધતા છે તેટલી જ વાત કરવી છે હો. મતલબ કે અહીં તો શુદ્ધતા ને અશુદ્ધતા-એ બેનું આત્મામાં હોવાપણું છે તેટલી બસ વાત કરવી છે. પણ અશુદ્ધતા છે માટે શુદ્ધતા પ્રગટશે એમ કાંઈ અહીં વાત કહેવી નથી. પ્રશ્ન:- સોનગઢવાળા તો વ્યવહાર માનતા નથી ? સમાધાનઃ- વ્યવહાર છે તેની કોણ ના પાડે છે? જો વ્યવહાર નથી તો પર્યાય પણ નથી. કેમકે પર્યાય પોતે વ્યવહાર છે. હા, વ્યવહારથી નિશ્ચય થાય છે એમ વાત નથી. (–એમ માનતા નથી.) હવે પર્યાયદષ્ટિથી બીજી રીતે જોવાની વાત કરે છે: ‘ક્રમભાવી પર્યાયદષ્ટિથી જોતાં ક્ષણભંગુર દેખાય છે.' આ બોલમાં પર્યાયષ્ટિથી આત્મા અનેકરૂપ દેખાય છે એમ નહીં પણ તે ક્ષણભંગુર દેખાય છે એમ કહે છે. અર્થાત્ ક્ષણે ક્ષણે નાશ થવું એવો તેનો સ્વભાવ છે એમ કહે છે. પ્રશ્ન:- પહેલા બોલમાં તો ‘પર્યાયદષ્ટિથી જોતાં ’ –એમ કહી દીધું છે. તો પછી, હવે આ વળી નવું શું કહ્યું ‘ ક્રમભાવી પર્યાયદષ્ટિથી જોતાં '? સમાધાનઃ- ભાઈ! આ પર્યાયદષ્ટિથી બીજી રીતે જોવાની વાત છે. પહેલા બોલમાં એમ કહ્યું હતું કે પર્યાયદષ્ટિએ અવસ્થાને જોઈએ તો તે અનેક છે. અને હવે બીજા બોલમાં એમ કહે છે કે ક્રમે થતી અવસ્થાદષ્ટિએ જોઈએ તો તે ક્ષણભંગુર છે. અહા! હવે આમ વાત છે ત્યાં ક્ષણભંગુર એવા વાણી ને શરીરદિ તો કયાંય રહી ગયા. સ્ત્રી-પુત્રાદિનો સંયોગ સંધ્યાના રંગ જેવો છે, ઘડીકમાં કાળાં અંધારા થઈ જશે. અર્થાત્ તે બધુંય નાશવાન છે એમ વાત આવે છે. પરંતુ તે વાત અહીંયા નથી. અહીંયા તો પર્યાય નાશવાન છે એમ કહે છે. પર્યાય એક સમયને માટે અસ્તિત્વપણે થઈને રહે છે. ને બીજે સમયે તે જાય છે-નાશ પામે છે. (પર્યાયનું અસ્તિત્વ એક સમયનું છે.) અહા! સત્ને સિદ્ધ કરવું હોય તો કોઈનો આશરો લેવો પડે નહીં. કેમકે સત્ તો સત્ જ છે. તેથી તેના સ્થાપનમાં બધુંય સીધું સત્ જ ચાલ્યું આવે. જ્યારે ખોટું સ્થાપન કરવું હોય તો અનેક ગરબડ કરવી પડે. જુઓને! અહીં કેટલું સ્પષ્ટ કહ્યું છે. પ્રભુ! આ તો વસ્તુ જ આવી છે ભાઈ ! ‘સહભાવી ગુણષ્ટિથી જોતાં ધ્રુવ દેખાય છે.' જુઓ, પહેલા બોલમાં પર્યાયદષ્ટિ ને દ્રવ્યદૃષ્ટિ લીધી હતી. અને હવે આ બીજા બોલમાં પર્યાયષ્ટિ ને ગુણદષ્ટિ લે છે. માટે, તે બે બોલમાં ફેર છે. શું કહ્યું તે સમજાણું કાંઈ ? કે પહેલા બોલમાં પર્યાયષ્ટિથી અનેકપણું ને દ્રવ્યદૃષ્ટિથી એકપણું દેખાય છે એમ કહ્યું હતું. જ્યારે હવે બીજા બોલમાં પર્યાયષ્ટિ લીધી છે ખરી પણ ક્રમે ક્રમે થતી પર્યાયષ્ટિ લીધી છે. તેમ જ ક્રમભાવી પર્યાયદષ્ટિ ને અક્રમભાવી (સહભાવી ) ગુણદષ્ટિથી જોવાની વાત આ બીજા બોલમાં લીધી છે. તો, કહે છે કે ક્રમે-ક્રમે થતી પર્યાયષ્ટિથી જુઓ તો તે ક્ષણભંગુર છે અને સહભાવી ગુણદષ્ટિથી જુઓ તો તે ધ્રુવ છે. જુઓ, પહેલા બોલમાં પર્યાયદષ્ટિની સામે દ્રવ્યદૃષ્ટિની વાત હતી. જ્યારે આ બીજા બોલમાં પર્યાયષ્ટિની સામે ગુણષ્ટિની વાત કહી છે. કેમકે ક્રમભાવીની સામે અમભાવી (સહભાવી) કહેવું છે ને! તો, અક્રમભાવી ગુણ છે. તથા સહભાવી કહેવું છે તો અનેક પણ કહેવા છે ને! તો, દ્રવ્ય એક છે જ્યારે ગુણ અનંત છે. અને તે ગુણો સહભાવી Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294