Book Title: Pravachana Ratnakar 11
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 281
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કળશ-૨૭૬ : ર૬૭ આચ્છાદિત ન થવાનું જણાવે છે, “સમંતા ન્યૂનતુ' કહ્યું છે તે સર્વ ક્ષેત્ર તથા સર્વ કાળે પ્રકાશ કરવાનું જણાવે છે; ચંદ્રમા આવો નથી. આ કાવ્યમાં ટીકાકાર આચાર્યદેવે “અમૃતચંદ્ર' એવું પોતાનું નામ પણ જણાવ્યું છે. સમાસ પલટીને અર્થ કરતાં “અમૃતચંદ્ર'ના અને “અમૃતચંદ્રજ્યોતિ ”ના અનેક અર્થો થાય છે તે યથાસંભવ જાણવા. ૨૭૬. * કળશ ૨૭૬: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * અહાહા..! અંતિમ મંગળ કરતાં આત્મા આત્માને આશીર્વાદ આપે છે. આત્માને આત્મા સિવાય બીજું કોણ આશીર્વાદ આપે? અને બીજું કોણ સ્વીકારે? કહે છે ‘વિનિત-રિવત્મિનિ માત્મનિ માત્માન- માત્મા. અનવરત–નિમરનું ઘાયત' જે અચળ-ચેતના સ્વરૂપ આત્મામાં આત્માને પોતાથી જ અનવરતપણે (-નિરંતર) નિમગ્ન રાખે છે, અહાહા...! અચળ નામ કદી ચળે નહિ એવો ચેતના સ્વરૂપ ભગવાન આત્મા છે. સમ્યગ્દષ્ટિને પોતાનો ભગવાન અચળ ચેતના સ્વરૂપ ભાસે છે. અહાહા..! આવો પોતે, કહે છે, પોતાને પોતામાં પોતાથી જ નિમગ્ન રાખે છે. જોયું? ભગવાન આત્મા શુદ્ધ ચેતનાસ્વરૂપ પ્રભુ વ્યવહારરત્નત્રયના રાગની કે નિમિત્તની અપેક્ષા વિના જ પોતે માં નિમગ્ન રાખે છે. અહાહા.. ! દયા, દાન, વ્રતાદિના પરિણામ કમે ચતના છે, અને સુખ-દુ:ખનું વેદન કર્મફળ ચેતના છે. એ બન્નેથી રહિતપણે, અહીં કહે છે, પોતે જ પોતાને પોતાથી પોતામાં અંતર્નિમગ્ન રાખે છે. આવી વાત ! પ્રવચનસાર ગાથા ૧૭રના અલિંગગ્રહણના છઠ્ઠા બોલમાં આવે છે કે આત્મા પોતાના સ્વભાવથી જાણે એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. અહાહા..! આત્મા સ્વભાવથી જ નિરંતર અંતર્મગ્ન રહે છે. લ્યો, આવો અનુભવ ધર્મીન-સમ્યગ્દષ્ટિને થાય છે. અજ્ઞાનીને તો બિચારાને સ્વરૂપની જ ખબર નથી; એ તો ક્રિયાકાંડમાં મગ્ન રહે છે પણ એથી કાંઈ જ લાભ નથી; ક્રિયાકાંડથી-વ્યવહારથી અંતર્મગ્રતા થાય એમ છે નહિ. ભાઈ, નિયમસાર ગાથા ૩માં કહ્યું છે કે ભગવાન આત્માની દષ્ટિ, તેનું જ્ઞાન-સ્વસંવેદન જ્ઞાન, અને તેમાં લીનતા-રમણતા-તરૂપ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે જ કર્તવ્ય છે, બીજું નહિ. વ્યવહારના વિકલ્પ ઉઠે છે, પણ તે કર્તવ્ય છે એમ નહિ. અહાહા..! અલૌકિક અસાધારણ એવા સમ્યગ્દર્શન આદિ જ કર્તવ્ય છે. જુઓ, અહીં અંતિમ મંગળમાં આચાર્ય અમૃતચંદ્રદેવ આત્માને આશીર્વાદ દેતાં કહે છે–પોતે પોતાને પોતાથી જ અંતર્મગ્ન રાખે છે. વ્યવહાર રત્નત્રય તો કહેવામાત્ર છે, એનાથી આત્મા આત્મામાં મગ્ન થાય છે એમ છે જ નહિ. ભાઈ, વિકલ્પથી નિર્વિકલ્પ કેવી રીતે લક્ષમાં આવે? વિકલ્પ તો પરલક્ષે થાય છે. હવે પરલક્ષવાળી દશાથી સ્વલક્ષવાળી દશા કેવી રીતે થાય? ન થાય. પ્રથમ માંગલિકમાં “નમઃ સમયસારાય”-કળશમાં જેમ અસ્તિથી વાત કરી છે તેમ અહીં અસ્તિથી વાત કરે છે. ત્યાં “નમ: સમયસારાય' કહીને સમયસાર નામ ચિસ્વભાવી નિત્યાનંદ પ્રભુને હું નમું છું-એમ કહ્યું. સ્વાનુભૂલ્યા ચકાસ” જે પોતે પોતાની સ્વાનુભૂતિની દશાથી પ્રકાશિત થાય છે એમ પર્યાયની વાત કરી. ‘ચિસ્વભાવાય' કહીને ગુણ કહ્યો, “ભાવાય' કહીને દ્રવ્ય કહ્યું તથા “સર્વભાવાન્તરચ્છિદે' કહીને સર્વજ્ઞતા સિદ્ધ કરી. આમ પહેલા કળશમાં બધું અસ્તિથી લીધું છે. તેમ આ કળશમાં બધું અસ્તિથી લીધું છે. અહીં આ કળશમાં “આત્મા” તે દ્રવ્ય, “અચળ ચેતના” તે ગુણ, ને “આત્મામાં મગ્ન તે પર્યાય લીધી. આમ અસ્તિથી કહ્યું તેમાં નાસ્તિનું જ્ઞાન આવી જાય છે. શાસ્ત્રમાં માંગળિક ત્રણ પ્રકારે આવે છે–શરુમાં, વચમાં ને અંતમાં. કળશ ૧૨૨ માં વચમાંનું માંગલિક આવી ગયું છે. ત્યાં કહ્યું છે શુદ્ધનય ત્યાગવા યોગ્ય નથી, કારણ કે તેના અત્યાગથી કર્મબંધ થતો નથી, અને તેના ત્યાગથી બંધ જ થાય છે; અર્થાત્ શુદ્ધનયથી મોક્ષ છે-આ શાસ્ત્રનો નિચોડ છે. લ્યો, આવી અપૂર્વ વાત છે. અહો ! દિગંબર સંતોની વાણી તો કેવળીની વાણી છે; જેના ચિત્તમાં ચોંટી એ તો ન્યાલ થઈ ગયા. અહા ! આ ન્યાલ થવાનો કાળ છે ભાઈ ! નિર્વિકલ્પ અનુભૂતિમાં આત્મા પ્રાપ્ત થયો તે અનવરતપણે પોતાન પ્રાપ્તિમય જ રાખે છે, કદી છૂટતો નથી. વળી, ‘ધ્વસ્ત–મોદમ્' જેણે મોહનો (અજ્ઞાન-અંધકારનો) નાશ કર્યો છે, જુઓ, આ વ્યવહારનયથી વાત છે. પોતાના Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294