Book Title: Pravachana Ratnakar 11
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 280
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૬૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ થતી રહે છે. પહેલાં અછિન્ન તત્ત્વ-ઉપલબ્ધિ કહી, અને અહીં નિયમિત નિષ્કપ જ્યોતિ કહીને જ્ઞાનની ધારા પૂર્ણ થઈ ગયાનું કહે છે. અહા! આવો આ પ્રત્યક્ષ અનુભવગોચર ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે; કોઈથી બાધિત ન થાય એવો સર્વોત્કૃષ્ટપણે વર્તે છે. જુઓ આ માંગળિકમાં માંગળિક! આવી ચિત્યમત્કાર સર્વોત્કૃષ્ટ વસ્તુને છોડીને દયા પાળવી, વ્રત કરવાં ને ભક્તિ-પૂજા કરવાં-ઇત્યાદિ શુભભાવ કરવાં એ તો બધો રાગ છે બાપુ! એમાં કાંઈ નથી, એ કાંઈ ધર્મ નથી. અહીં તો કેવળજ્ઞાન આદિ અનંત ચતુય એવું જે પૂર્ણ સ્વરૂપ-કે જે સદા નિષ્કપ ને સર્વોત્કૃષ્ટ જયવંત વર્તે છે તે માંગલિક છે. અહા ! જેમાં કેવળજ્ઞાન આદિ સદા નિષ્કપ વર્તે એવો ચૈતન્યચમત્કાર પ્રભુ તું છો; તેને છોડીને તારે કેવો ચમત્કાર જોઈએ? બહારની લબ્ધિમાં તો ધૂળેય નથી, બાર અંગની લબ્ધિને પણ (કળશ ટીકામાં) વિકલ્પ કહ્યો છે. વાસ્તવિક ચમત્કાર તો પરમાનંદની પૂર્ણાનંદની પર્યાયમાં પ્રાપ્તિ થવી તે જ છે. ‘( અહીં ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે એમ કહેવામાં જે ચૈતન્ય ચમત્કારનું સર્વોત્કૃષ્ટપણે વર્તવું બતાવ્યું, તે જ મંગળ છે.)” અહાહા...! “સાદિ અનંત અનંત સમાધિ સુખમાંપોતાના ચૈતન્યનું રહેવું એવું જે સિદ્ધપદ તે જયવંત વર્તો એમ કહે છે. સમજાણું કાંઈ...? હવેના કાવ્યમાં ટીકાકાર આચાર્યદેવ પૂર્વોકત આત્માને આશીર્વાદ આપે છે અને સાથે સાથે પોતાનું નામ પણ પ્રગટ કરે છેઃ (માલિની) अविचलितचिदात्मन्यात्मनात्मानमात्मन्यनवरतनिमग्नं धारयद् ध्वस्तमोहम्। उदितममृतचन्द्रज्योतिरेतत्समन्ता ज्ज्वलतु विमलपूर्ण निःसपत्नस्वभावम्।।२७६ ।। શ્લોકાર્થ:- [ વિનિત-રિવત્મિનિ શાત્મનિ માત્માનમ શાત્મના અનવરંત-નિમનું ઘારયત] જે અચળચેતના સ્વરૂપ આત્મામાં આત્માને પોતાથી જ અનવરતપણે (-નિરંતર) નિમગ્ન રાખે છે (અર્થાત પ્રાપ્ત કરેલા સ્વભાવને કદી છોડતી નથી), [ ધ્વસ્ત-મોદમ] જેણે મોહનો (અજ્ઞાન-અંધકારનો) નાશ કર્યો છે, [ નિ:સપત્નસ્વભાવમ] જેનો સ્વભાવ નિઃસપત્ન (અર્થાત્ પ્રતિપક્ષી કર્મો વિનાનો) છે, [વનન-પૂ] જે નિર્મળ છે અને જે પૂર્ણ છે એવી [પ્ત વિતમ્ મૃતન્દ્ર-ળ્યોતિઃ] આ ઉદય પામેલી અમૃતચંદ્રજ્યોતિ (-અમૃતમય ચંદ્રમાં સમાન જ્યોતિ, જ્ઞાન, આત્મા ) [ સનત્તાત્ જ્વલંતુ] સર્વ તરફથી જાજ્વલ્યમાન રહો. ભાવાર્થ- જેનું મરણ નથી તથા જેનાથી અન્યનું મરણ નથી તે અમૃત છે; વળી જે અત્યંત સ્વાદિષ્ટ (મીઠું) હોય તેને લોકો રૂઢિથી અમૃત કહે છે. અહીં જ્ઞાનને-આત્માને-અમૃતચંદ્રજ્યોતિ (અર્થાત અમૃતમય ચંદ્રમાં સમાન જ્યોતિ) કહેલ છે, તે લુસોપમા અલંકારથી કહ્યું જાણવું; કારણ કે “અમૃતન્દ્રવત જ્યોતિઃ'નો સમાસ કરતાં વત્'નો લોપ થઈ “અમૃતવેન્દ્રજ્યોતિઃ' થાય છે. (‘વત' શબ્દ ન મૂક્તાં અમૃતચંદ્રરૂપ જ્યોતિ એવો અર્થ કરીએ તો ભેદરૂપક અલંકાર થાય છે. અમૃતચંદ્રજ્યોતિ” એવું જ આત્માનું નામ કહીએ તો અભેદરૂપક અલંકાર થાય છે.) આત્માને અમૃતમય ચંદ્રમા સમાન કહ્યો હોવા છતાં, અહીં કહેલાં વિશેષણો વડે આત્માને ચંદ્રમા સાથે વ્યતિરેક પણ છે; કારણ કે-“ધ્વસ્તકોદ' વિશેષણ અજ્ઞાન-અંધકારને દૂર થવું જણાવે છે, “વિમાનપૂર્વ' વિશેષણ લાંછન રહિતપણું તથા પૂર્ણપણું બતાવે છે, “નિ:સપનસ્વમા' વિશેષણ રાહુબિંબથી તથા વાદળાં આદિથી Please inform us of any errors on rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294