Book Title: Pravachana Ratnakar 11
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 289
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કળશ-૨૭૮ : ૨૭૫ ગાંઠ હતી, ગ્રંથિભેદ થતાં યોગ્યતારૂપે દ્રવ્યમાં અંદરમાં સમાઈ ગઈ. ત્રિકાળી પર્યાયોનો પિંડ એ દ્રવ્ય છે ને? અનાદિઅનંત પર્યાયોનો પિંડ તે ગુણ છે, ને અનંત ગુણનો પિંડ તે દ્રવ્ય છે. આવી જૈનદર્શનની વાત અલૌકિક છે. એનું જ્ઞાન થતાં ભવનો અંત આવી જાય છે. સમકિતીને એકાદ ભવ હોય તે એના જ્ઞાનનું જ્ઞય છે, બસ. કળશ-૨૭૮ પૂર્વોક્ત રીતે જ્ઞાનદશામાં પરની ક્રિયા પોતાની નહિ ભાસતી હોવાથી, આ સમયસારની વ્યાખ્યા કરવાની ક્રિયા પણ મારી નથી, શબ્દોની છે”-એવા અર્થનું, સમયસારની વ્યાખ્યા કરવાના અભિમાનરૂપ કષાયના ત્યાગને સૂચવનારું કાવ્ય હવે કહે છેઃ (૩પનાતિ) स्वशक्तिसंसूचितवस्तुतत्त्वै ाख्या कृतेयं समयस्य शब्दैः स्वरूपगुप्तस्य न किञ्चिदस्ति ર્તવ્યમેવામૃતવન્દ્રસૂરે. . ર૭૮ છે. શ્લોકાર્થ- [ સ્વ-શઝિ-સંસૂતિ-વસ્તુ-તત્ત્વ: શળે ] પોતાની શક્તિથી જેમણે વસ્તુનું તત્ત્વ ( યથાર્થ સ્વરૂપ) સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ [ફયં સમયચ વ્યાસક્યા] આ સમયની વ્યાખ્યા (-આત્મવસ્તુનું વ્યાખ્યાન અથવા સમયપ્રાભૂતશાસ્ત્રની ટીકા )[ સા ] કરી છે; [ સ્વરૂપ-THસ્ય અમૃતવેન્દ્રસૂર:] સ્વરૂપગુસ (અમૂર્તિક જ્ઞાનમાત્ર સ્વરૂપમાં ગુસ) અમૃતચંદ્રસૂરિનું[ Fશ્ચિત વ વર્તમ ન સ્ત](તેમાં) કાંઈ જ કર્તવ્ય નથી. ભાવાર્થ- શબ્દો છે તે તો પુદગલ છે. તેઓ પુરુષના નિમિત્તથી વર્ણ-પદ-વાક્યરૂપે પરિણમે છે; તેથી તેમનામાં વસ્તુના સ્વરૂપને કહેવાની શક્તિ સ્વયમેવ છે, કારણ કે શબ્દનો અને અર્થનો વાચ્યવાચક સંબંધ છે. આ રીતે દ્રવ્યશ્રુતની રચના શબ્દોએ કરી છે એ વાત જ યથાર્થ છે. આત્મા તો અમૂર્તિક છે, જ્ઞાનસ્વરૂપ છે. તેથી તે મૂર્તિક પુગલની રચના કેમ કરી શકે? માટે જ આચાર્યદેવે કહ્યું છે કે “આ સમયપ્રાભૂતની ટીકા શબ્દોએ કરી છે, હું તો સ્વરૂપમાં લીન છું, મારું કર્તવ્ય તેમાં (-ટીકા કરવામાં) કાંઈ જ નથી.' આ કથન આચાર્યદેવની નિર્માનતા પણ બતાવે છે. હવે જો નિમિત્તનૈમિત્તિક વ્યવહારથી કહીએ તો એમ પણ કહેવાય છે જ કે અમુક કાર્ય અમુક પુરુષે કર્યું. આ ન્યાયે આ આત્મખ્યાતિ નામની ટીકા પણ અમૃતચંદ્રાચાર્યકુત છે જ. તેથી તેને વાંચનારા તથા સાંભળનારાઓએ તેમનો ઉપકાર માનવો પણ યુક્ત છે; કારણ કે તેને વાંચવા તથા સાંભળવાથી પારમાર્થિક આત્માનું સ્વરૂપ જણાય છે, તેનું શ્રદ્ધાન તથા આચરણ થાય છે, મિથ્યા જ્ઞાન, શ્રદ્ધાન તથા આચરણ દૂર થાય છે. અને પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. મુમુક્ષુઓએ આનો નિરંતર અભ્યાસ ક૨વાયોગ્ય છે. ૨૭૮. * કળશ ૨૭૮ નો ઉપોદ્ઘાત્ * પૂર્વોક્ત રીતે જ્ઞાનદશામાં પરની ક્રિયા પોતાની નહિ ભાસતી હોવાથી, આ સમયસારની વ્યાખ્યા કરવાની ક્રિયા પણ મારી નથી, શબ્દોની છે –એવા અર્થનું, સમયસારની વ્યાખ્યા કરવાના અભિમાનરૂપ કષાયના ત્યાગને સૂચવનારું કાવ્ય હવે કહે છે; પૂર્વોક્ત પ્રકારે એટલે હું આત્મા એક જ્ઞાનાનંદસ્વરૂપ છું એવી દૃષ્ટિ થઈ હોવાથી જ્ઞાનદશામાં શરીરની, વાણીની કે રાગની ક્રિયા પોતાની ભાસતી નથી. અહાહા...! પર્યાય રાગથી વિમુખ થઈ સ્વભાવની સન્મુખ થઈ, પોતાનું અસ્તિત્વ પૂર્ણસ્વરૂપ અનુભવમાં આવ્યું તો એ દશા થતાં, કહે છે, જ્ઞાનીને શરીરની ને વાણીની ક્રિયા, ને વ્યવહારનો જે વિકલ્પ ઉઠે છે તે ક્રિયા મારી છે, હું એનો કર્તા છું એમ ભાસતું નથી. જુઓ આ ધર્મ ને ધર્મીની અંતરદશા ! Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 287 288 289 290 291 292 293 294