________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૪ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહા ! સ્ત્રીનો, પુરુષનો, નપુંસકનો કોઈ આકાર આત્મામાં નથી. દ્રવ્ય-ભાવવેદથી રહિત વિજ્ઞાનઘનસ્વરૂપ પ્રભુ આત્મા છે. પ્રવચનસાર ગાથા ૧૭રમાં અલિંગગ્રહણના બોલમાં આ વાત લીધી છે કે આત્મામાં દ્રવ્યવેદની આકૃતિ નથી, તેમ ભાવવેદ-વિષયવાસના પણ આત્મામાં નથી. અહાહા...! આવી આત્મદષ્ટિ જે કરે છે તે સ્ત્રી હો, બાળક હો, કે પુરુષ હો, તે અંતરમાં અનુભવ કરીને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લે છે. સ્વસમ્મુખની દૃષ્ટિ વડે જ સમ્યગ્દર્શન-શાન થાય છે, એ સિવાય એનો બીજો કોઈ ઉપાય નથી. અહીં કહે છે સ્વ-આશ્રયે જ્યાં સમ્યજ્ઞાન થયું ત્યાં અજ્ઞાન કાંઈ રહ્યું નહિ; અજ્ઞાનનો નાશ થઈ ગયો.
હવે કહે છે-“અજ્ઞાનના નિમિત્તે રાગ, દ્વેષ, ક્રિયાનું કર્તાપણું, ક્રિયાના ફળનું (-સુખદુઃખનું) ભોક્તાપણું ઇત્યાદિ ભાવો થતા હતા તે પણ વિલય પામ્યા; એક જ્ઞાન જ રહી ગયું.”
અાહા....! શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ પોતે છે, તેનો અંતર્મુખ દષ્ટિમાં સ્વીકાર કર્યો ત્યાં સમ્યજ્ઞાન પ્રગટ થયું તો અજ્ઞાનભાવમાં જે રાગદ્વેષ થતા હતા તે વિલય પામ્યા, ને રાગની ક્રિયાના પારકોથી તે નિવૃત્ત થયો, ને ક્રિયાનું ફળ જે દુ:ખ તેનાથી પણ નિવૃતિ થઈ. બાકી શું રહ્યું? તો કહે છે–એક જ્ઞાન જ રહી ગયું. અહાહા...! પોતાના જ્ઞાનાનંદસ્વભાવની દૃષ્ટિ થઈ તો સમ્યગ્દર્શન-જ્ઞાનની નિર્મળ પરિણતિ પ્રગટ થઈ; રાગ-દ્વેષ ને તેનું ફળ વિલિન થઈ ગયા, ને અનાકુળ આનંદની વીતરાગી પરિણતિ પ્રગટ થઈ. આત્મામાં કર્તા, કર્મ આદિ સ્વભાવોનું નિર્મળ પરિણમન શરુ થયું. આને ધર્મ અને વીતરાગમાર્ગની શરૂઆત કહેવામાં આવે છે.
અહા ! પોતાના સ્વરૂપની દૃષ્ટિ થતાં અજ્ઞાન અને અજ્ઞાનથી ઉત્પન્ન થતી રાગની ક્રિયા અને તેનું ફળ દુઃખ નાશ પામી જાય છે. દષ્ટિમાં રાગેય નથી ને દુઃખેય નથી. પણ સાધકને પર્યાયમાં કિંચિત્ અશુદ્ધતા છે, રાગ છે. જ્ઞાની તેને યથાસ્થિત જાણે છે. તેને જે જ્ઞાન વર્તે છે તે જાણે છે કે જે અંશે રાગ છે તેનું કર્તા-ભોક્તાપણું પણ છે. કરવાભોગવવાયોગ્ય એમ નહિ, પણ અંશે રાગનું પરિણમન છે તો પરિણમન અપેક્ષા તેનું કર્તા-ભોક્તાપણું છે. આવો વીતરાગનો અનેકાંતસ્વરૂપ માર્ગ છે.
એક બાજુ જ્ઞાનીને રાગાદિ વિલીન થઈ ગયા કહો, ને વળી કર્તા-ભોક્તાપણું કો-આ તો વિરુદ્ધ છે?
વિવક્ષા સમજતાં વિરુદ્ધ તો કાંઈ જ નથી. જ્ઞાનીને રાગનું સ્વામિત્વ નથી તો વિલીન થઈ ગયો કહ્યું, ને કિંચિત પરિણમન છે તો કર્તા-ભોક્તાપણું કહ્યું. સ્યાદ્વાદીને આમાં કાંઈ વિરુદ્ધ ભાસતું નથી. સમજાણું કાંઈ...? સ્વભાવની દૃષ્ટિથી જોતાં જ્ઞાનીને રાગ વિદ્યમાન નથી, ને જ્ઞાનની નજરે જુઓ તો, પર્યાયને જુઓ તો કિંચિત્ રાગ છે, ને તેનું વેદન પણ છે. આવી જ વસ્તુ છે, તેમાં વિરુદ્ધ કાંઈ જ નથી. સ્તવનમાં આવે છે ને કે
પ્રભુ તુમ જાણગ રીતિ, સૌ જગ દેખતા હો લાલ;
નિજ સત્તાએ શુદ્ધ, સૌને પેખતા હો લાલ. હે નાથ ! હું સર્વજ્ઞદેવ! અમારી નિજ સત્તા–નિજ સ્વભાવ શુદ્ધ છે એમ આપ દેખો છો. પર્યાયમાં જે પુણ્ય-પાપના વિકલ્પ ઉઠે છે-તે આસ્રવ તત્ત્વ છે, આત્મા નથી. નિજ સત્તાએ શુદ્ધ ચિદાનંદકંદ પ્રભુ છે તેને આપ આત્મા જાણો છો. અહા ! આવા શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દષ્ટિ થવી તે સમ્યગ્દર્શન અને ધર્મ છે, અને એ જ અપૂર્વ પુરુષાર્થ છે. આ સિવાય વ્રત, તપ, દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિ ક્રિયાકાંડ તો અનંત કાળમાં અનંત વાર કીધા, પણ એ કાંઈ નથી. એનાથી ધર્મ માનવો એ તો અજ્ઞાનભાવ છે. જ્યારે ભગવાન આત્માની દૃષ્ટિ ને આશ્રય થાય છે ત્યારે અજ્ઞાન ટળી, જ્ઞાન થાય છે, ને એક જ્ઞાન જ રહી જાય છે; રાગની ક્રિયા ને કિયાફળનો નાશ થઈ જાય છે. સમકિતી રાગનો હવે કર્તા-ભોક્તા થતો નથી, એક જ્ઞાતા-દષ્ટા રહી જાય છે. શરીર હોય તેનેય તે જાણે, રાગનેય જાણે, ને ભવ હોય તેનેય બસ (આ પર છે એમ ) જાણે જ છે.
માટે હવે આત્મા સ્વપરના ત્રણકાળવર્તી ભાવોને જ્ઞાતા-દ્રષ્ટા થઈને જાણ્યા-દખ્યા જ કરો.” જુઓ આ ભાવના! એક કે પૂર્ણ જ્ઞાન-દર્શનરૂપ થઈ જાણ્યા-દેખ્યા જ કરો. લ્યો, આવી વાત!
પ્રશ્ન- પર્યાય વિલીન થઈ તે કયાં ગઈ?
ઉત્તર- દ્રવ્યમાં અંદર ચાલી ગઈ. પર્યાયરૂપ ન રહી, યોગ્યતારૂપે અંદર દ્રવ્યમાં ભળી ગઈ, વિજ્ઞાનઘનસમૂહમાં મગ્ન થઈ ગઈ. જેમ સરકણી ગાંઠ હોય છે તે ખેંચવાથી કપડામાં સમાઈ જાય છે, તેમ રાગની એકતાબુદ્ધિ હતી તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com