________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪) : પ્રવચને રત્નાકર ભાગ-૧૧ જે અત્યંત વિકાસ થવો તે જ જેનું ખીલી નીકળવું છે), ... એવો આ આત્મા ઉદય પામે છે.
અહાહા...! શું કહે છે? નિર્મળાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ત્રિકાળ ધ્રુવ અંદર વિરાજે છે તેનો જે આશ્રય કરે છે તેને જ ચૈતન્યનો નિરર્ગળ વિલસતો જે વિકાસ તેરૂપે ખીલવું થાય છે. અહાહા..! જેમ કમળ હજાર પાંખડીએ ખીલી નીકળે તેમ ભગવાન આત્મા, તેમાં એકાગ્ર થઈ સ્થિત થતાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય-એમ અનંત ગુણ-પર્યાયે ખીલી નીકળે છે. નિર્ગળ વિલસતો વિકાસ’ એટલે શું? કે પ્રતિબંધ રહિત નિરંકુશ અમર્યાદિત પૂર્ણ જ્ઞાન-દર્શનાદિરૂપ વિકાસ થાય છે. અહાહા...! જેને કોઈ રોકનારું નથી એવો અનંત જ્ઞાનદર્શન-સુખ-વીર્યરૂપ વિકાસ ખીલી જાય છે. સાધકને વચ્ચે વ્યવહાર આવે છે, પણ તે કાંઈ જ નથી, તે પૂર્ણ દશાનું કારણ નથી.
વળી કહે છે- “શુદ્ધ-પ્રવેશ–ભર–નિર્મર—સુપ્રભાત:' શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે જે સુપ્રભાત સમાન છે... એવો આ આત્મા ઉદય પામે છે.
શુદ્ધ પ્રકાશની અતિશયતા એટલે શું? કે જ્ઞાનની સાતિશય વિશેષતા અર્થાત કેવળજ્ઞાનની ઝળહળ જ્યોતિ તેને પ્રગટ થવાને લીધે જે સુપ્રભાત સમાન છે એવો આ આત્મા ઉદય પામે છે. જુઓ આ સુપ્રભાત! અહાહા..! પૂર્ણ જ્ઞાન ને આનંદથી ભરેલો પ્રભુ છે–એનાં અંતર્દષ્ટિ-જ્ઞાન ને રમણતા થયાં તેને પર્યાયમાં કેવળજ્ઞાનનો દિવ્ય સાતિશય પ્રકાશ પ્રગટ થાય છે; આ કેવળજ્ઞાન શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે સુપ્રભાત સમાન છે. આવું સુપ્રભાત વ્યવહારના આશ્રયે પ્રગટતું નથી, શુદ્ધ નિશ્ચયના આશ્રયે જ પ્રગટે છે, અને તેને જ દિવાળી થાય છે.
પ્રશ્ન:- પણ જ્ઞાનાવરણાદિ ઘાતકર્મોનો અભાવ કરે ત્યારે કેવળજ્ઞાન થાય છે ને?
ઉત્તર- ભાઈ, કર્મનો નાશ તો કર્મના કારણે કર્મમાં (પરમાણુમાં) થાય છે, તેનો કર્તા-હર્તા આત્મા નથી; જડકર્મનો અભાવ કરવો તે આત્માના અધિકારની વાત નથી. અહા ! આત્મા કર્મથી તો જુદો છે, ને કર્મને આધીન થયેલ વિકારથી પણ જુદો છે. અહા ! આવા નિજ શુદ્ધાત્માના આશ્રયે તેમાં જ પૂર્ણ સ્થિત થવાથી કેવળજ્ઞાન આદિ પ્રગટ થાય છે. અત્યારે તો શુદ્ધ ચૈતન્યમૂર્તિ આત્માને છોડીને કર્મનો ને રાગનો મહિમા ચાલ્યો છે, પણ એ તો વિપરીતતા છે. સમજાણું કાંઈ...?
પ્રવચનસાર ગાથા ૧૬માં કહ્યું છે કે-આત્મા પોતે જ કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અને અધિકરણરૂપ થઈને પર્યાયમાં કેવળજ્ઞાનાદિરૂપે સ્વયંભૂ પ્રગટ થાય છે; માટે જીવો બહારની સામગ્રી શોધવા નાહક વ્યગ્ર શા સારુ થાય છે? સ્વભાવનો આશ્રય કરતાં અંદર શક્તિરૂપે છે તે સ્વયમેવ પર્યાયમાં પ્રગટ થાય છે, તેમાં બાહ્ય સામગ્રીની કોઈ ગરજ હોતી નથી. વળી ત્યાં એક દ્રવ્યઘાતિ અને એક ભાવઘાતિ-એક ઘાતિકર્મના બે પ્રકાર કહ્યા છે. પોતે જ રાગમાં અટવાયો છે તે ભાવઘાતિકર્મ છે, ને તે જીવનો ઘાત કરે છે, તેમાં દ્રવ્યકર્મ નિમિત્ત હો, પણ તે જીવની દશાનો ઘાત કરે છે એમ નથી; દ્રવ્યઘાતિ કર્મ નિમિત્તમાત્ર જ છે.
પ્રશ્ન:- ભગવાનને દીનદયાળ કહે છે તે શું છે?
ઉત્તર:- ભગવાન દીનદયાળ છે–એટલે કે પર્યાયની પામરતા-દીનતા હતી તેને તોડીને સ્વ-આશ્રયે ભગવાન પોતાની પ્રભુતા પ્રગટ કરીને પોતે જ દીનદયાળ થયા છે. કોઈ બીજાની દયા કરે છે માટે દીનદયાળ એમ નહિ; બીજાની દયા કરવાનું તો આત્માનું સામર્થ્ય જ નથી, પણ ભગવાને પોતાની દીનતા દૂર કરી પૂર્ણ પ્રભુતા પ્રગટ કરી છે તો તેમને દીનદયાળ કહે છે. પ્રત્યેક આત્મા આ રીતે જ દીનદયાળ થાય છે.
અહાહા..! શુદ્ધ ચૈતન્યસ્વરૂપની શક્તિને વ્યક્ત કરવાનો ઉપાય તે ચૈતન્યસ્વરૂપમાં અંતર-એકાગ્ર થવું તે જ છે. કેવળજ્ઞાનનો શુદ્ધ પ્રકાશ પ્રગટ થાય તેય અંતર-એકાગ્રતાની પૂર્ણતા થતાં થાય છે. અહા ! આવું કેવળજ્ઞાન શુદ્ધ પ્રકાશની અતિશયતાને લીધે, કહે છે, સુપ્રભાત સમાન છે. કળશ ટીકાકાર શ્રી રાજમલજીએ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનને સુપ્રભાત કહ્યું છે, કેમકે તેમાં દર્શન મોહનો નાશ થઈને સમ્યજ્ઞાનનો જાજ્વલ્યમાન સૂર્ય ઉગે છે. આમ સમ્યજ્ઞાન ને પૂર્ણ કેવળજ્ઞાન સુપ્રભાત સમાન છે.
વળી કહે છે- “માનન્દ-સુરિશત–સી- વતિત– –૫: ' આનંદમાં સુસ્થિત એવું જેનું સદા અખલિત એક રૂપ છે... એવો આ આત્મા ઉદય પામે છે.
અહાહા..! પૂર્ણાનંદનો નાથ આનંદઘન પ્રભુ અંદર પોતે છે એનો પર્યાયમાં સ્વીકાર કરી તેમાં જ લીન રહે તેને અનંત આનંદની દશા પ્રગટ થાય છે. કેવી છે આ દશા? તો કહે છે–પરમ અમૃતમય છે. આ ઇન્દ્ર અને ઇન્દ્રાણીનાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com