Book Title: Pravachana Ratnakar 11
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 269
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કળશ-૨૭ર : ૨૫૫ આનંદના અનુભવ સહિત સમકિત પ્રગટ થાય છે. આ ધર્મ છે. અહાહા...! આમ જેને અંતરમાં ધર્મ પ્રગટયો છે એવા સમકિતી જ્ઞાનીને પોતાનું આત્મતત્ત્વ કેવું દેખાય છે એની આ વાત છે. તો કહે છે આત્મતત્ત્વ અનેક શક્તિઓવાળું હોવાથી કોઈ અવસ્થામાં કર્મના ઉદયના નિમિત્તથી અનેકાકાર અનુભવાય છે, કોઈ અવસ્થામાં શુદ્ધ એકાકાર અનુભવાય છે અને કોઈ અવસ્થામાં શુદ્ધાશુદ્ધ અનુભવાય છે...' જુઓ, આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ-એની નિર્મળ પ્રતીતિ અને અનુભવ થવા છતાં ધર્મીને પર્યાયમાં વિકારનું વેદન-આસ્વાદ હોય છે. ધર્મીને શુદ્ધોપયોગમાં આનંદ અને શાંતિનું વદન હોય છે. છતાં પુરુષાર્થની કમજોરીથી જેટલું લક્ષ પર ઉપર જાય છે તેટલો જ્ઞાનીને દુ:ખનો આસ્વાદ–વેદન હોય છે, જોકે કર્મનો ઉદય તો નિમિત્તમાત્ર છે, પરંતુ પોતાની પર્યાયમાં જે નૈમિત્તિક વિકાર પ્રગટ થાય છે એનું વેતન ધર્મીને છે, અને તેનું જ્ઞાન એને યથાસ્થિત જાણે પણ છે. શરીર, વાણી ઇત્યાદિ જડનું વદન તો ( જ્ઞાની કે અજ્ઞાની) કોઈને હોતું નથી. પરંતુ જ્ઞાનીને, જેટલી અંતર-સ્વભાવમાં એકાગ્રતા છે એટલો આનંદ છે તોપણ, જેટલો રાગ વિધમાન છે તેટલું તેને દુઃખનું આસ્વાદન–વેદન અવશ્ય છે. વળી, કહે છે, કોઈ અવસ્થામાં શુદ્ધ એકાકાર અનુભવાય છે. અહાહા...! ધર્મી જીવને પોતાના અંતરમાં ઉપયોગ લાગે છે, શુદ્ધોપયોગની દશા હોય છે ત્યારે એકાકાર શુદ્ધનો-પવિત્રતાનો જ અનુભવ હોય છે. અને વળી કોઈ અવસ્થામાં શુદ્ધાશુદ્ધ અનુભવાય છે. એટલે શું? કે પોતાની ચિન્માત્ર વસ્તુના આશ્રયે જેટલી નિર્મળ આનંદની પરિણતિ પ્રગટ છે તેને ધર્મી જાણે છે અને સાથે જેટલો રાગ-મલિનભાવ છે તેને પણ જ્ઞાની જાણે છે. ધર્મીને શુદ્ધતાની સાથે કિંચિત્ રાગનું વદન હોય છે તેમાં વિરોધ નથી. બે છે તો વિરુદ્ધભાવ પણ સાથે રહી શકે છે. ધર્મીને જેટલી વીતરાગતા થઈ તેટલું શુદ્ધતાનું-આનંદનું વેદન છે, ને સાથે જેટલો રાગ છે તેટલું દુઃખનું પણ વેદન છે. આમ એક સાથે આનંદ અને દુ:ખના વેદનમાં વિરોધ નથી, છે તો બન્ને પરસ્પર વિરુદ્ધ, પણ બન્ને સાથે રહે છે એવી જ સાધકદશા હોય છે. બન્નેને જ્ઞાની એક સાથે જાણે છે. જુઓ, તીર્થકરને જન્મથી જ ક્ષાયિક સમકિત હોય છે. આઠ વર્ષની ઉંમરે સ્વભાવના વિશેષ આલંબનપૂર્વક પાંચમાં ગુણસ્થાનને પ્રાપ્ત થઈ અણુવ્રત ધારણ કરે છે. તેમાં કોઈ તીર્થકર ચક્રવર્તી પણ હોય તો તેને છન્નુ હુજાર રાણીઓ અને તે સંબંધી ભોગ પણ હોય છે. ભોગમાં સુખબુદ્ધિ નથી તથાપિ ભોગની આસક્તિના પરિણામ હોય છે. આ આસક્તિના વેદનને તે દુઃખરૂપ જાણે છે. અને જેટલી શુદ્ધતા પ્રગટ વર્તે છે તેટલું શાંતિનું વેદન આવે છે તેને સુખરૂપ જાણે છે-બન્નેને તે એક સાથે જાણે છે. છછું ગુણસ્થાને ભાવલિંગી મુનિવરને શુભભાવ હોય છે તેને તે દુઃખરૂપ જાણે છે, અને આત્માના આશ્રયે જેટલી નિર્મળતા પ્રગટી છે તેટલું તેને આનંદનું વદન હોય છે. સાધક ધર્મી આ બન્નેને એક સાથે જાણે છે. આવી સાધકદશા હોય છે. જુઓ, - -મિથ્યાષ્ટિને એકાંત અશુદ્ધતાનું-દુઃખનું વદન હોય છે. -ભગવાન કેવળીને એકાંત શુદ્ધતાનું-આનંદનું વદન હોય છે. અને –સાધકને અંશે આનંદ અને અંશે દુ:ખ-એમ બન્નેનું એક સાથે વેદના હોય છે. અહાહા...! પ્રભુ! તારી વિચિત્રતા તો દેખ! અનેક પ્રકારની યોગ્યતા પૈકી એક વિકારપણે પરિણમવાની યોગ્યતા પણ છે. સમકિતીને જે રાગ ઉત્પન્ન થાય છે તે પર્યાયની યોગ્યતા-શક્તિથી થાય છે, અને તેનો જ્ઞાની કર્તા અને ભોક્તા પણ છે. (પરિણમનની અપેક્ષા કર્તા-ભોક્તા કહ્યો છે, ધર્મી રાગનો સ્વામી છે એમ નહિ). પ્રવચનસાર, ૪૭ નયના અધિકારમાં કહ્યું છે કે-જ્ઞાનીને પણ જેટલો રાગ થાય છે એનો આધાર-અધિષ્ઠાતા આત્મા છે. પરંતુ જ્યાં પ્રયોજન દ્રવ્યદૃષ્ટિ કરાવવાનું હોય ત્યાં રાગનો આધાર આત્મા નથી એમ કહેવામાં આવે છે. આવો ભગવાન કેવળીનો કહેલો મારગ અપૂર્વ અને સૂક્ષ્મ છે. ભાઈ ! તેને એક વાર તારા જ્ઞાન-શ્રદ્ધાનમાં તો લે; તું ન્યાલ થઈ જઈશ. હવે કહે છે-આવું વિચિત્ર આત્મતત્ત્વ છે “તોપણ યથાર્થ જ્ઞાની સ્યાદ્વાદના બળથી ભ્રમિત થતો નથી, જેવું છે તેવું જ માને છે, જ્ઞાનમાત્રથી ટ્યુત થતો નથી.' અહા ! પર્યાયમાં રૌદ્રધ્યાનના પરિણામ હોય તોપણ સ્યાદ્વાદના બળથી ધર્મી ભ્રમિત થતો નથી; માર્ગથી ચલિત થતો નથી. પંચમ ગુણસ્થાન સુધી રૌદ્રધ્યાન હોય છે. તો રૌદ્રધ્યાન થતાં અરે! આ શું? ચિન્માત્ર એવા મને રૌદ્રધ્યાન! –એમ ચલિત થતો નથી. (બલકે વૈરાગ્ય પામે છે ). જુઓ, જેના પેટમાં તે જ ભવે મોક્ષગામી એવા લવ અને કુશના જીવો હતા એવાં સીતાજી માટે રામચંદ્રજીએ Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294