________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧ કે પુણ્ય કરતાં કરતાં ધર્મ થશે એમ ભરમાઈ જાય છે). આવી વાત ! ' અરે ભાઈ ! તું એક વાર આ તારી વાત સાંભળ તો ખરો! અહા ! તું કોણ છો, કેવો છો? તો કહે છે–જેમાં કદીય ઘટ-વધ થતી નથી એવો એક જ્ઞાયકસ્વરૂપ પૂર્ણાનંદ-જ્ઞાનાનંદ પ્રભુ છો. અહાહા..! સિદ્ધપદની પર્યાય પ્રગટ થઈ, એટલી પૂર્ણ શુદ્ધતા પર્યાયમાં આવી તો અંદર ત્રિકાળીમાં કાંઈ કમી થઈ કે નહિ? તો કહે છે-ના, એમ છે નહિ. વળી ચોથે ગુણસ્થાને સમ્યગ્દર્શનની શુદ્ધ પર્યાય થઈ ત્યાં પૂર્ણ સ્થિરતા થઈ નથી તો અંદર દ્રવ્ય સ્વરૂપમાં શુદ્ધતા વિશેષ (વિશેષ શુદ્ધતા) છે કે નહિ? તો કહે છે-ના, એમ છે નહિ. અહાહા...! અંદર દ્રવ્યસ્વભાવ તો જેવો છે તેવો જ ત્રિકાળ પરિપૂર્ણ છે, તેમાં કાંઈ ઘટ-વધ થતી જ નથી.
હવે આવો મારગ પ્રભુનો છે. બહારમાં તો આ કરો ને તે કરો-પૂજા કરો ને ભક્તિ કરો, વ્રત કરો ને તપ કરો-એમ કરો-કરો-ની જ પ્રરૂપણા ચાલે છે; પણ એ તો બધા શુભભાવ છે બાપા! એ ધર્મ નહિ પ્રભુ!
પણ ધર્મીને એ શુભભાવ હોય છે ને?
હા, હોય છે, અને હોય છે એટલે એને વ્યવહારથી ધર્મ કહે છે, પણ એ કાંઈ વાસ્તવિક ધર્મ નથી. ધર્મીને એ શુભભાવો હેયબુદ્ધિએ હોય છે, એમાં એને કાંઈ કર્તાપણાની બુદ્ધિ હોતી નથી. અહીં શક્તિના અધિકારમાં એ મલિન ભાવની કાંઈ સ્થિતિ જ નથી. સમજાણું કાંઈ...?
અહાહા..! જે શક્તિ ત્રિકાળ શુદ્ધ છે તે દ્રવ્ય-ગુણમાં તો અનાદિથી વ્યાપક છે, અને શક્તિવાન દ્રવ્ય જે છે તેની અંતર્મુખ પ્રતીતિ થતાં શક્તિ પર્યાયમાં પણ વ્યાપક થાય છે, અને ત્યારે પર્યાયમાં શક્તિનું નિર્મળ કાર્ય પ્રગટ થાય છે. અહાહા..! ત્રિકાળી દ્રવ્ય-ગુણ તો પરદ્રવ્ય ને વિકારના ગ્રહણ-ત્યાગથી રહિત ત્યાગોપાદાન શૂન્ય છે, પણ તેની નિર્મળ પર્યાય જે પ્રગટ થાય તેય પરદ્રવ્ય ને વિકારના ગ્રહણ-ત્યાગથી રહિત ત્યાગોપાદાન શૂન્ય છે, અર્થાત તેમાં કોઈ ઘટ-વધ નથી. પર્યાય અપૂર્ણ શુદ્ધ હો કે પૂર્ણ શુદ્ધ હો, દ્રવ્યમાં ત્રિકાળીમાં જેમ કોઈ ઘટ-વધ થતી નથી, તેમ તે પર્યાયમાં પણ પરદ્રવ્યનાં કે વિકારનાં ગ્રહણ-ત્યાગ નહિ હોવાથી ઘટ-વધ થતી નથી. આવી સૂક્ષ્મ વાત!
વધ ઘટ રહિત નિયતત્ત્વરૂપ શક્તિ છે તેનું પર્યાયમાં પરિણમન થાય છે. તેથી પર્યાયમાં શક્તિ વ્યાપક થતાં દ્રવ્યની પર્યાયમાં (નિર્મળ પર્યાયમાં) પણ ઘટ-વધ થતી નથી. ભાઈ ! ભલે પર્યાયમાં અલ્પ-અપૂર્ણ શુદ્ધતા હોય, પણ તે પૂર્ણ ત્રિકાળી, દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે, તે કાંઈ વિકારને કે પરદ્રવ્યને પ્રસિદ્ધ કરતી નથી. પરદ્રવ્યની કે વિકારની તેમાં ઘૂસ-પેઠ જ કયાં છે? ભાઈ ! એક પણ પર્યાયમાં જો કમી–વૃદ્ધિ થવાનું માનો (પદ્રવ્યની કે વિકારની ઘૂસ-પેઠમાનો) તો ત્રિકાળી દ્રવ્ય સિદ્ધ નહિ થાય. (અર્થાત્ મિથ્યાત્વ જ થશે) પણ અહીં અશુદ્ધતાની વાત જ નથી. આ રીતે દ્રવ્યની ક્રમવર્તી (નિર્મળ, નિર્મળ ) પર્યાયોમાં આ ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિનું પણ ભેગું પરિણમન થાય છે.
વસ્તુ જે છે એ તો ત્રિકાળ ત્યાગોપાદાનરહિત છે. પરનું (કે વિકારનું) ગ્રહણ કે પરનો (કે વિકારનો) ત્યાગ એ તો જીવના સ્વરૂપમાં જ નથી. શું કીધું? રાગનો ત્યાગ કરવો એ એનું સ્વરૂપ નથી. એણે રાગને ક્યાં ગ્રહ્યો છે કે ત્યાગ કરે ? રાગનો ત્યાગ કરવો અને નિર્મળ પર્યાયને કરવી એ એના સ્વરૂપમાં નથી, એ તો પર્યાય સહજ જ ઉત્પન્ન થાય છે. ત્યાં જે નિર્મળ પર્યાય પ્રગટ થઈ તે, કહે છે, ઘટ-વધ રહિત છે, અર્થાત્ તેમાં વિકારનાં ગ્રહણ-ત્યાગ નથી. હવે આવી વાત સર્વજ્ઞ સિવાય બીજે કયાંય મળે એમ નથી.
ભાઈ ! તું જો તો ખરો અંદર પૂરણ શુદ્ધ તારી ચીજ કેવી છે? તને પૂર્ણ શુદ્ધતા પ્રગટ થાય તો તેમાં શું કાંઈ કમી થાય છે? અને કદાચ અપૂર્ણ શુદ્ધતા રહી છે તો શું અંદર ચીજમાં વિશેષ-વધારે શુદ્ધતા છે? અહીં કહે છે-ના, એમ છે જ નહિ; ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવમય દ્રવ્ય છે એ તો જેમ છે તેમ જ છે, તેમાં કાંઈ કમી–વૃદ્ધિ થતી જ નથી, કેમ કે તેમાં પરદ્રવ્ય-પરભાવનાં ગ્રહણ-ત્યાગ નથી. અહા! અહીં તો વિશેષ-પર્યાયની વાત સિદ્ધ કરવી છે. અહા ! શક્તિ જે છે તે દ્રવ્યમાં ત્રિકાળ વ્યાપક છે, અને દૃષ્ટિવંતને તે પર્યાયમાં વ્યાપક થાય છે. અહાહા...! શક્તિવાન એવું જે દ્રવ્ય છે તેની અંતર્દષ્ટિ અને અંતર-રમણતાં થતાં જે નિર્મળ રત્નત્રય પ્રગટ થયાં તેમાં, કહે છે, ઘટ વધ નથી, કેમ કે તેમાં પણ પરદ્રવ્ય-પરભાવનાં ગ્રહણ-ત્યાગ થતાં નથી. અહો ! આ અલૌકિક વાત છે.
અરે ! પરમાત્માના વિરહ પડ્યા! તથાપિ ભારતમાં પરમાત્માની વાણી આ સમયસારમાં રહી ગઈ એ સદભાગ્ય છે. આ વાણી સાક્ષાત્ શબ્દ બ્રહ્મ છે. તત્ત્વ સ્વરૂપથી અજાણ કોઈ એનો વિરોધ કરો તો કરો, પણ આ સત્ય વાત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com