________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
અહાહા...! સ્વસ્વરૂપની રમણતારૂપ ચારિત્ર તો કોઈ અલૌકિક ચીજ છે ભાઈ! નિજાનંદ-જ્ઞાનાનંદસ્વરૂપમાં રમવું, ચરવું, ઠરવું એનું નામ ચારિત્ર છે. પ્રચુર અતીન્દ્રિય આનંદનું જ્યાં ભોજન છે એનું નામ ચારિત્ર છે. એ તો કોઈ પ૨મ પારલૌકિક દશા બાપુ! ચારિત્ર કોને કહીએ ? અહો ! ધન્ય એ ચારિત્ર દશા ને ધન્ય અવતાર ! સમ્યગ્દષ્ટિને આ ચારિત્રદા પૂજનીક છે. અહાહા...! અભેદ રત્નત્રયસ્વરૂપ ભગવાન આત્મા અનંતગુણ-રત્નાકર છે; તેના સન્મુખની દૃષ્ટિ કરી તેનો સ્વસંવેદનમાં અનુભવ કરવો તે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન છે, અને તે મહા મહિમાવંત મોક્ષ દશાનું પ્રથમ સોપાન છે. છઢાલામાં આવે છે ને કે
મોક્ષમહલકી ૫૨થમ સીઢી, યા બિન જ્ઞાન-ચરિત્રા; સમ્યક્તા ન લહૈ સો દર્શન, ધા૨ો ભવ્ય પવિત્રા.
અધ્યાત્મ પંચસંગ્રહમાં પં. દીપચંદજીએ કહ્યું છે કે-અભવ્ય જીવને જ્ઞાન હોય છે પણ જ્ઞાનની પરિણતિ હોતી નથી. એટલે શું? અહાહા...! અંદર જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા છે તેનું સ્વસંવેદન જ્ઞાન થાય તેને જ્ઞાન પરિણતિ કહે છે. અભિવને ૧૧ અંગ અને નવ પૂર્વનું જ્ઞાન થાય છે, પણ તેને જ્ઞાનની પરિણિત થતી નથી. ઓહોહો... ! અગિયાર અંગનું જ્ઞાન કોને કહીએ ? એક આચારાંગ શાસ્ત્રના ૧૮૦૦૦ પદ છે, અને એક પદના ૫૧ કરોડ ઝાઝેરા શ્લોક છે. બીજા સૂયડાંગના એનાથી બમણા, એમ બમણા બમણા કરતાં ૧૧ અંગ સુધી લેવું. આ ઉપરાંત નવ પૂર્વનું જ્ઞાન હોય છે. આવું જ્ઞાન કાંઈ અભ્યાસ કરવાથી પ્રગટતું નથી. એ તો સહજપણે એ જાતની લબ્ધિ પ્રગટે છે. સાત દ્વીપ અને સાત સમુદ્ર દેખે એવું વિભંગ જ્ઞાન પણ અભવિને પ્રગટ થાય છે; પરંતુ તેને જ્ઞાનની પરિણતિ નથી. અહા ! જેમાં નિજ જ્ઞાયકસ્વભાવનું નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન થાય તેવી જ્ઞાનની પરિણતિ તેને નથી.
અહાહા...! શક્તિ અને શક્તિવાનના ભેદનું લક્ષ છોડીને, સચ્ચિદાનંદસ્વરૂપ અંદર આત્મા નિર્વિકલ્પ અભેદ એક બિરાજે છે તેને જ્ઞાનમાં શેય બનાવી, તેનાં નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન કરવાં તેનું નામ જ્ઞાન પરિણિત છે. અહાહા...! આવું નિજ આત્માનું જ્ઞાન થતાં જ્ઞાનની પરિણતિની સાથે અનંત શક્તિઓ પણ ભેગી વ્યક્ત થઈને પર્યાયમાં ઉછળે છે, ઉદિત થાય છે. આનું નામ આત્મજ્ઞાન છે, અને તે જ્ઞાનમાં અહીં કહે છે, રાગનું કર્તાપણું નથી. જ્ઞાન સાથે ભેગો અકર્તા સ્વભાવ ઉછળે છે ને! તેથી જ્ઞાની રાગનો કર્તા નથી, માત્ર જ્ઞાતા છે. આવી વાત !
જુઓ, મધ્યલોકમાં અસંખ્યાત દ્વીપ-સમુદ્રો છે. તેમાં છેલ્લો સ્વયંભૂરમણ નામનો સમુદ્ર છે. તેનો વિસ્તાર અસંખ્ય જોજનમાં છે. તેમાં નીચે રેતી નથી, રત્નો ભર્યાં છે. તેમ ભગવાન આત્મા-અખંડ એકરૂપ ચૈતન્ય મહાપ્રભુઅનંત ચૈતન્ય-રત્નોનો ભંડાર છે, સ્વયંભૂ ચૈતન્યરત્નાકર છે. પ્રવચનસારની ગાથા ૧૬માં તેને સ્વયંભૂ કહેલ છે. અહાહા...! તેની દૃષ્ટિ કરી અંદર ઝુકવાથી અર્થાત્ તેમાં તન્મય થઈ પરિણમવાથી અનંત ગુણરત્નો પર્યાયમાં નિર્મળનિર્મળપણે વ્યક્ત થઈ ઉછળે છે. અહા! તે પર્યાયો ક્રમરૂપે પ્રવર્તે છે. અહીં શુદ્ધ પર્યાયોની વાત લેવી, કેમકે શક્તિના અધિકારમાં અશુદ્ધ પર્યાયની વાત જ નથી.
નિયમસારની ગાથા ૩૮માં પર્યાયથી રહિત ત્રિકાળી જે એક જ્ઞાયકભાવ છે તેને આત્મા કહ્યો છે. ત્યાં દ્રવ્યદૃષ્ટિનો વિષય એવું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય સિદ્ધ કરવું છે. જ્યારે અહીં ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકનાં શ્રદ્ધાન-શાન થતાં જે પર્યાયોમાં અનંત શક્તિઓનું પરિણમન થયું તે પર્યાયો અને ગુણોના સમૂહને આત્મા કહ્યો છે. અહીં દ્રવ્યની શક્તિઓ અને તેનું પરિણમન સિદ્ધ કરવું છે. તેથી દ્રવ્યમાં અક્રમે પ્રવર્તતી શક્તિઓ અને ક્રમવર્તી પર્યાયોનો સમૂહ તે આત્મા એમ કહ્યું છે. આમાં વિકારી પરિણમનની વાત આવતી નથી, કેમકે વિકાર તે શક્તિનું કાર્ય નથી, પણ કર્મના નિમિત્તે ઉત્પન્ન થતો ઔપાધિકભાવ છે; વાસ્તવમાં તેનું કર્તૃત્વ ભગવાન આત્માને નથી.
આ ૪૭ શક્તિઓ કહી છે તે બધી આત્મામાં તો એક સાથે છે, અહીં તેનું વર્ણન એક પછી એક કર્યું છે. તેમ પ્રવચનસારમાં છેલ્લે ૪૭ નયનો અધિકાર છે. અને તે નયના વિષયરૂપ ધર્મો પણ દ્રવ્યમાં એકી સાથે છે. શું કીધું ? નિત્ય, અનિત્ય આદિ બધા ધર્મો એકી સાથે છે. ને તેથી કાળે મોક્ષ થાય અને અકાળે મોક્ષ થાય એમ કહ્યું છે છતાં તે બન્ને ધર્મો એકી સાથે એક સમયમાં રહે છે. તે જાતની જે દ્રવ્ય કે પર્યાયગત યોગ્યતા છે તેને ધર્મ કહેલ છે. નિયતિનય અને અનિયતિનયના વિષયરૂપ બન્ને ધર્મો પર્યાયમાં એક જ સમયે છે. સ્વભાવરૂપ પર્યાયને નિયત કીધી છે, ને વિભાવરૂપ પર્યાયને અનિયત કહી છે. તેવી રીતે ક્રિયાનય અને જ્ઞાનનયની પણ ત્યાં વાત કરી છે;
“ આત્મદ્રવ્ય ક્રિયાનયે અનુષ્ઠાનની પ્રધાનતાથી સિદ્ધિ સધાય એવું છે.
""
Please inform us of any errors on rajesh@AtmaDharma.com