________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ : પ્રવચન રત્નાકર ભાગ-૧૧
ત્યારે એક ભાઈ કહે-આ સ્વાનુભવની વાત કયાંથી કાઢી ? અમારા ગુરુએ તો આવું કદી કહ્યું નથી.
અરે ભાઈ ! સ્વાનુભવપ્રત્યક્ષ આત્મદ્રવ્ય છે; પરોક્ષ રહે એવો એનો સ્વભાવ નથી. આત્માનો અનુભવ પ્રત્યક્ષ થાય છે. સ્વાનુભવ કાળે આત્મા પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં તન્મય થયો થકો પોતે પોતાને સ્પષ્ટ પ્રત્યક્ષ વેદે છે, ને આનું નામ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને ધર્મ છે. મતિ-શ્રુતજ્ઞાનમાં આ રીતે આત્મા પ્રત્યક્ષ વેદનમાં-જાણવામાં આવે છે.
ઓહો! અંદર તો જુઓ! ભગવાન આત્માની શક્તિ અપરિમિત અપાર છે. આ પ્રકાશશક્તિનાં બે રૂપ-એક ધૃવરૂપ તે ધ્રુવ ઉપાદાન, અને પરિણતિ પ્રગટે તે ક્ષણિક ઉપાદાન છે. અહીં શક્તિ ને શક્તિની નિર્મળ વ્યક્તિની વાત છે. ધ્રુવ પણ સ્વાનુભૂતિની પર્યાયમાં પ્રત્યક્ષ જાણવામાં આવે છે.
સમયસાર કળશટીકા, કળશ ૬૦માં કહ્યું છે કે-વસ્તુના શુદ્ધ સ્વરૂપનો વિચાર કરતાં અર્થાત ધ્યાવતાં ભિન્ન આત્માનો અનુભવ થઈને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. એકલા રાગ અને પુણ્ય-પાપનો વિચાર કરે એ તો પરપ્રકાશક મિથ્યાજ્ઞાન છે. રાગ અને પર્યાય પ્રતિ તો અનાદિથી ઝુકી રહ્યો છે. અહા! તે તરફનું લક્ષ છોડી જ્ઞાનને પોતાના શુદ્ધસ્વરૂપ સન્મુખ ઝુકાવવાથી તે જ્ઞાનની દશામાં આત્મા પ્રત્યક્ષ થાય છે, અને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે.
ભાઈ ! તારા આત્માનો પ્રકાશસ્વભાવ છે તેમાં પરોક્ષપણાનો અભાવ છે. સમકિતીને આત્મસ્વભાવનું અંશે પ્રત્યક્ષ સ્વસંવેદન પ્રગટ થયું હોય છે. તેને સાધકદશામાં પૂર્ણ પ્રત્યક્ષજ્ઞાન પ્રગટયું નથી, ને પરોક્ષજ્ઞાન પણ વર્તે છે. સ્વરૂપના ઉગ્ર આલંબને જેમ જેમ તેને આત્માનું પ્રત્યક્ષ સ્વસંવેદન વધતું જાય છે તેમ તેમ પરોક્ષપણું છૂટતું જાય છે ને અંતે પરોક્ષપણાનો સર્વથા અભાવ થઈ પૂર્ણ પ્રત્યક્ષજ્ઞાન-કેવળજ્ઞાન પ્રગટ થાય છે; આ પ્રકાશશક્તિની પરિપૂર્ણ પ્રગટતા છે જેમાં એકલી પૂર્ણ પ્રત્યક્ષતા જ છે. આ રીતે
-અજ્ઞાનીને સર્વથા પરોક્ષ જ જ્ઞાન હોય છે, -સમકિતીને, સાધકને અંશે પ્રત્યક્ષ સ્વસંવેદન હોય છે, ને સાથે ક્રમે અભાવરૂપ થતું પરોક્ષપણું પણ હોય છે, ને
-કેવળીને સર્વપ્રત્યક્ષપણું-પૂર્ણ પ્રત્યક્ષપણું હોય છે. આવી વાત !
ભાઈ ! ગુપ્ત રહે એવું આત્માનું સ્વરૂપ જ નથી. પણ તને અનંતશક્તિસંપન્ન નિજ આત્મદ્રવ્યનો વિશ્વાસ આવે ત્યારે ને? લોકોમાં કહેવાય છે કે વિશ્વાસે વહાણ તરે. તેમ તું અનંતગુણધામ નિજ આત્મદ્રવ્યનો વિશ્વાસ લાવી અંતર્મુખ થા, તેમ કરવાથી આત્માનું વહાણ તરીને પાર ઉતરી જશે. અહા! આ અનંત જન્મ-મરણના અંત કરવાની વાત બાપા ! બાકી દયા, દાન આદિ ભાવના ફળમાં તો તું ભવભ્રમણ કરશે. દયા, દાન આદિ ભાવ વડ કદાચ તું સ્વર્ગે જઈશ તો ત્યાં પણ સમ્યગ્દર્શન વિના દુ:ખી જ થઈશ અને મરીને અંતે નર્ક-નિગોદમાં ચાલ્યો જઈશ.
ભાઈ ! સ્વર્ગના ભવ પણ તે અનંત કર્યા છે. અને ત્યાંથી નીકળી ભવભ્રમણમાં તું નિગોદમાં ઉપજ્યો ત્યાં પણ અનંત ભવ કર્યા, સ્વર્ગ કરતાં એકેન્દ્રિયમાં અસંખ્યગુણાં અનંતા ભવ જીવે કર્યા છે. એક શ્વાસમાં અઢાર ભવ નિગોદમાં થાય છે. આવા અનંત અનંત ભવ નિગોદમાં કર્યા છે. અહા ! આવા ભવના દુઃખથી મુક્ત થવું હોય તો અનંત શક્તિવાન એવા ધ્રુવ નિજ આત્મદ્રવ્યમાં દષ્ટિ લગાડી દે. શક્તિ અને શક્તિવાન એવા ભેદનું પણ લક્ષ છોડી ત્રિકાળી દ્રવ્યમાં દષ્ટિ કર, તેથી તારા જ્ઞાનપર્યાયમાં આત્મા પ્રત્યક્ષ થશે. સ્વસંવેદનમાં સ્વયં આત્મા પ્રત્યક્ષ થાય એવો જ એનો પ્રકાશસ્વભાવ છે. સમજાણું કાંઈ...? લ્યો, -
આ પ્રમાણે પ્રકાશશક્તિનું વર્ણન પૂરું થયું.
૧૩ઃ અસંકુચિતવિકાસત્વશક્તિ ક્ષેત્ર અને કાળથી અમર્યાદિત એવા ચિવિલાસસ્વરૂપ (-ચૈતન્યના વિલાસસ્વરૂપ) અસંકુચિતવિકાસત્વશક્તિ.
અહાહા..! જ્ઞાનસ્વરૂપી અનંતગુણસમુદ્ર પ્રભુ આત્મામાં જેમ જ્ઞાનાદિ છે તેમ તેમાં અસંકુચિતવિકારત્વ નામની એક શક્તિ છે. એટલે શું? કે એના ચૈતન્યમાં સંકોચ વિના વિકાસ થઈ તે પૂર્ણ વિકસે-વિલસે એવો એનો સ્વભાવ છે. અહાહા...! આત્માનો આવો સ્વભાવ એના અનંત ગુણમાં વ્યાપક છે; જેથી એની પ્રત્યેક શક્તિ-ગુણ સંકોચ વિના પૂર્ણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com