________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮ ]
યન રત્નાકર ભાગ-૮ હજારો સ્ત્રીઓ અને છ— કરોડનું પાયદળ આદિ મહાવૈભવ હતો. અહા ! પણ એ સઘળી ચીજમાં મુંઝાયેલા ન હતા. એના પ્રતિ જે રાગ થતો હતો તેના પણ તે કર્તા નહોતા, માત્ર એના જ્ઞાતા-દષ્ટા રહીને જાણતા-દેખતા હતા. અહો! જેમને કર્મરાગ નહોતો એવા તે ધર્માત્મા હતા.
અત્યારે તો પ્રરૂપણા જ આવી છે કે-પરની દયા પાળો તો ધર્મ થશે.
અરે ભગવાન! પરની દયા તું પાળી શકતો નથી, તથાપિ પરની દયા પાળવાનો જો તને કર્મરાગ છે, પરની દયાના ભાવમાં જો તને લાભબુદ્ધિ વા એકત્વ છે તો તું મિથ્યાદષ્ટિ છો. અહા ! ધર્મી પુરુષ તો પોતાને જે શુદ્ધ નિર્મળ પરિણતિ થાય એને જાણે છે અને સાથે જે અશુદ્ધ રાગાંશ હોય તેને પણ માત્ર જાણે જ છે; જે રાગાંશ થયો એને કરે નહિ, એને અડય નહિ, અડયા વિના જ્ઞાતાપણે માત્ર તેને જાણે જ છે. આવી અદ્ભુત વાત છે! અહો ! આ કળશ મહા અલૌકિક છે.
વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર જેને એક સમયમાં ત્રણકાળ-ત્રણલોક જણાયા છે તે ભગવાન કેવળીની વાણીમાં આ આવ્યું છે. “ભગવાનની વાણી'-એમ કહેવું એ વ્યવહાર છે; નિમિત્તની મુખ્યતાથી કહેવાય કે “ભગવાનની વાણી'; બાકી વાણી વાણીની છે; વાણી તો જડ છે; વાણીનો કર્તા જીવ નથી. સ્વપરને જાણવાનો સ્વભાવ જીવનો છે, પણ પરનું-વાણીનું કર્તાપણું જીવને નથી. છતાં કોઈ વાણીનો કર્તા પોતાને માને તો તે મિથ્યાષ્ટિ છે. અહીં બીજી વિશેષ વાત છે. શું? કે વાણી ઇત્યાદિ પરની ક્રિયા થવામાં જે ઇચ્છા-રાગ ઉઠે છે તે રાગમાં એકત્વબુદ્ધિ હોવી તે મિથ્યાત્વ છે. શું કહ્યું? હું રાગ કરું એવો કર્મરાગ મિથ્યા અધ્યવસાય છે અને તે અવશ્ય મિથ્યાદષ્ટિને જ હોય છે. અહા ! આવો મારગ! અત્યારે તો બધું લોપ થઇ ગયું છે. અહીં કહે છે-ભગવાન! એક વાર સાંભળ. તારા ચૈતન્યની પ્રભુતાનું જ તને ભાન થાય તો પામર એવા રાગનું તને કર્તુત્વ ન રહે, અને જો તને કર્મરાગ છે, રાગનું કર્તુત્વ છે તો ભગવાન આત્માનું ભાન નહિ થાય, આનંદની પ્રાપ્તિ નહિ થાય. આ ભગવાન સર્વજ્ઞનું કહેલું સિદ્ધાંતતત્ત્વ છે.
અહાહા...! કહે છે-રાગને અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે. જાઓ, “અજ્ઞાનમય અધ્યવસાય”—એમ પાઠ છે કે નહિ? છે ને. અહીં રાગ એટલે રાગની એકત્વબુદ્ધિ લેવી છે. રાગ તે હું છું, રાગથી મને લાભ છે–એવો જે અધ્યવસાય તે રાગની એકત્વબુદ્ધિ છે. તે નિયમથી મિથ્યાષ્ટિને હોય છે. અર્થાત્ અજ્ઞાનમય અધ્યવસાય જેને છે તે નિયમથી મિથ્યાદષ્ટિ છે, કેમકે એની એવી મિથ્યા માન્યતા છે કે બીજાની દયા પાળી શકાય, બીજાને મારી શકાય, પૈસા આદિ ધૂળ કમાઇને મેળવી શકાય ને બીજાને દઇ શકાય ઇત્યાદિ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com