________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૨૫૦
जो मण्णदि जीवेमि य जीविज्जामि य परेहिं सत्तेहिं। सो मूढो अण्णाणी णाणी एत्तो दु विवरीदो।। २५० ।।
यो मन्यते जीवयामि च जीव्ये च परैः सत्त्वैः। स मूढोऽज्ञानी ज्ञान्यतस्तु विपरीतः।। २५० ।। જે માનતો-હું જિવાડું ને પર જીવ જિવાડે મુજને,
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૫૦. ગાથાર્થ- [૪:] જે જીવ [ મન્યતે] એમ માને છે કે [ નીવયામિ] હું પર જીવોને જિવાડું છું [૨] અને [પરે. સર્વે:] પર જીવો [ નીચ્ચે વ] મને જિવાડે છે, [1:] તે [મૂઢ:] મૂઢ (–મોહી) છે, [અજ્ઞાની] અજ્ઞાની છે, [7] અને [બત: વિપરીત:] આનાથી વિપરીત (અર્થાત્ જે આવું નથી માનતો, આનાથી ઊલટું માને છે ) તે [ જ્ઞાની ] જ્ઞાની છે.
ટીકાઃ- “પર જીવો ને હું જિવાડું છું અને પર જીવો મને જિવાડે છે' એવો અધ્યવસાય ધ્રુવપણે (-અત્યંત ચોક્કસ) અજ્ઞાન છે. તે અધ્યવસાય જેને છે તે જીવ અજ્ઞાનીપણાને લીધે મિથ્યાદષ્ટિ છે; અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દષ્ટિ છે.
ભાવાર્થ- “પર મને જીવાડે છે અને હું પરને જીવાડું છું' એમ માનવું તે અજ્ઞાન છે. જેને એ અજ્ઞાન છે તે મિથ્યાદષ્ટિ છે; જેને એ અજ્ઞાન નથી તે સમ્યગ્દષ્ટિ છે.
સમયસાર ગાથા ૨૫૦: મથાળું ફરી પૂછે છે કે “(મરણનો અધ્યવસાય અજ્ઞાન છે એમ કહ્યું તે જાણું; હવે ) મરણના અધ્યવસાયનો પ્રતિપક્ષી જે જીવનનો અધ્યવસાય તેની શી હકીકત છે?—તેનો ઉત્તર કહે છે:
*ગાથા ૨૫૦: ટીકા ઉપરનું પ્રવચન* પર જીવોને હું જિવાડું છું અને પર જીવો મને જિવાડે છે-એવો અધ્યવસાય ધ્રુવપણે ( અત્યંત ચોક્કસ) અજ્ઞાન છે.'
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com