________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૦૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ પર્યાયની એ યોગ્યતા છે કે પરના સંગ–નિમિત્તે પોતે વિકારપણે પરિણમે છે. ભાઈ ! પરસંગ એને, (બળથી) વિકારપણે પરિણમાવે છે એમ કદીય નથી.
અહા! અન્યમતમાં ઈશ્વરનું જોર ને જૈનમાં કર્મનું જોર! પણ એમ નથી ભાઈ ! ઈશ્વરેય પરમાં કાંઈ કરે નહિ ને કર્મય જીવમાં કાંઈ કરે નહિ.
તો કર્મ બળિયો ને જીવ બળિયો-એમ આવે છે ને?
ઉત્તર- એ કઈ અપેક્ષાએ? એ તો જીવ પોતે ઊંધો પુરુષાર્થ કરે, પરસંગે પરાધીન થઈને પરિણમે તો એને કર્મ બળિયો કહેવાય અને અંતર્દષ્ટિ કરીને પોતે સવળો પુરુષાર્થ કરે, સ્વ-આધીન થઈને પરિણમે એને જીવ બળિયો કહેવાય.
ભાઈ ! આ જિંદગી જોતજોતામાં પૂરી થઈ જશે હોં. બાયડી-છોકરાં સાચવવામાં ને વેપાર-ધંધામાં જ પડ્યો રહીશ તો ક્યાંય ચોરાસીના અવતારમાં ખોવાઈ જઈશ. બાપુ ! તારે કયાં જવું છે ભાઈ ! એકલા જ્ઞાન ને આનંદનો પ્રભુ? તું ભંડાર છો એમાં જા ને! એમાં દષ્ટિ સ્થાપીને સ્થિતિ કર ને ! તને મહા આનંદ થશે.
અહીં કહે છે- “તમિનિમિત્તનું પરર્સ ઇવ' વિકાર થાય છે એમાં પરસંગ જ નિમિત્ત-કારણ છે. પરસંગની વ્યાખ્યા આ કે-આત્મા સ્વભાવે શુદ્ધ ચિતૂપ પરમ પવિત્ર પદાર્થ હોવા છતાં પરના સંગમાં એનું લક્ષ જાય છે તે તેને પર્યાયમાં વિકારનું કારણ થાય છે; પર વસ્તુ એને વિકાર કરાવે છે એમ નહિ.
હવે શ્વેતાંબરમાં તો આ જ વાત છે કે કર્મથી થાય; ને દિગંબરોમાં પણ હમણાં કોઈ પંડિતો કહેવા લાગ્યા છે કે વિકાર કર્મથી થાય. પણ બાપુ! આમાં જે પરસંગ શબ્દ છે એનો અર્થ પર વડ થાય એવો નથી પણ પોતે પરસંગ કરે તો વિકાર થાય છે એમ અર્થ છે. ભાઈ ! આમાં તો મોટો આસમાન-જમીનનો ફેર છે.
અહાહા...! આત્મા પોતે પોતાને વિકારનું કારણ કદીય નથી. આ સંસારમાં રઝળવાનું કારણ જે મિથ્યાત્વ, રાગ-દ્વેષ, વિષય-વાસના આદિ–એનું કારણ ભગવાન આત્મા નથી. એમાં નિમિત્ત પરસંગ એટલે પોતે જે પરના લક્ષ પરિણમે છે તે છે. અહાહા....! સત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્માને ભૂલીને એ જે નિમિત્તના સંગે પરિણમે છે તે જ વિકારનું કારણ છે. સમજાણું કાંઈ....?
નયમ્ વરસ્તુરસ્વમાવ: ૩તિ તાવત' આવો વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે.
અહાહા..! ભગવાન આત્મા સદા શુદ્ધ ચૈતન્યસ્વભાવમય છે. એક ચૈતન્યચૈતન્ય-ચૈતન્ય જ એનો સ્વભાવ છે. જ્ઞાની આવા પોતાના શુદ્ધ સ્વભાવને જાણે છે. તેની દષ્ટિ સદા સ્વભાવ પર જ હોય છે. તેથી કર્મના–નિમિત્તના સંગે પોતાની પર્યાયમાં એને જે ઉપાધિભાવ થાય તેનો તે સ્વામી થતો નથી. તે (-વિકાર) મારું કર્તવ્ય છે એમ એનો તે કર્તા થતો નથી. આવો જ વસ્તુસ્વભાવ પ્રકાશમાન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com