Book Title: Pravachana Ratnakar 08
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 543
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પર૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ “ખરેખર એટલે નિશ્ચયથી અશુદ્ધતા કરનારું જે પરદ્રવ્ય...' , અહા! શૈલી તો જુઓ! સ્ત્રી-પુત્ર-પરિવાર હો કે દેવ-ગુરુ-શાસ્ત્ર હો-એ બધાં પરદ્રવ્ય અશુદ્ધતાનાં નિમિત્ત-કારણો છે. અહા ! એ પરદ્રવ્ય તરફના વલણને છોડીને, સ્વદ્રવ્યમાં સ્વયં રતિ પામે, અશુદ્ધતાની-વ્યવહારની અપેક્ષા છોડી સ્વયં સ્વદ્રવ્યમાં લીનતા પામે ત્યારે તેને ધર્મ ને મુક્તિ થાય છે. બીજે તો દયા પાળો, ને દાન કરી ને તપ કરો એમ પ્રરૂપણા ચાલે છે; પણ બાપુ! એ તો બધો પરભાવ છે ભાઈ ! એ કાંઈ અમૃત નથી. આવે છે ને કે ગગનમંડળમાં ગૌઆ વિહાણી, વસુધા દૂધ જમાયા; માખણ થા સો વિરલા રે પાયા, છાશે જગત ભરમાયા.” અહા! ગગનમંડળમાં ભગવાનની ૩ૐ ધ્વનિ થઈ, ભગવાન ગણધરદેવે તેને બાર અંગમાં સંઘરી. તેમાં માખણ જે સાર સાર વસ્તુ શુદ્ધ આનંદકંદ પ્રભુ આત્મા તેનો અનુભવ ને પ્રતીતિ કોઈક વિરલ જીવો પામ્યા, ને જગત તો આખું છાશમાં એટલે દયા, દાન, આદિ પુણમાં ભરમાઈ પડ્યું. ભાઈ ! એ દયા, દાન, આદિ પુણ્યના ભાવ અમૃત નથી. અહાહાહા...! “ગગનમંડલમેં અધબીચ કુઆ, વહાં હૈ અમીકા વાલા; સુગુરા હોય સો ભરભર પીએ, નગરા જાવૈ પ્યાસા.” અહા! આકાશની મધ્યમાં લોકમાં અમૃતનું સ્થાન ભગવાન આત્મા છે. અહાહા...! આત્મા ચિદાનંદરસના અમૃતથી પૂરણ ભરેલું ભિન્ન તત્ત્વ છે. જેઓ સદ્દગુરુના ઉપદેશને પામી, અંતષ્ટિ કરી, અંતર્લીન થયા તેઓ અમૃતને ધરાઈ ને પીએ છે, પણ જેઓ નથુરા છે તેઓ બિચારા અતીન્દ્રિય અમૃતને પામતા નથી, તરસ્યા જ રહે છે. જાઓ, અશુદ્ધતાનું નિમિત્ત પરદ્રવ્ય છે. તેથી સર્વ પરદ્રવ્યનું લક્ષ છોડીને જે પુરુષ સ્વદ્રવ્યમાં લીન થાય છે. “સ:' તે પરુષ “નિયત' નિયમથી ‘સર્વ-અપરાધ-વ્યત:' સર્વ અપરાધથી રહિત થયો થકો, ‘વન્યધ્વસં ૩પત્ય નિત્યમ્ તિ:' બંધના નાશને પામીને નિત્ય-ઉદિત થયો થકો, “સ્વળ્યોતિઃ– છ–૩છત્ત–વૈત-અમૃત–પૂર–પૂર્ણ–મહિમા ' dજ્યોતિથી નિર્મળપણે ઉછળતો જે ચૈતન્યરૂપ અમૃતનો પ્રવાહ તેના વડે પૂર્ણ જેનો મહિમા છે એવો “શુદ્ધ ભવન' શુદ્ધ થતો થકો, ‘મુચ્યતે' કર્મોથી છૂટે છે, મુક્ત થાય છે. ભાઈ ! પરદ્રવ્યના વલણવાળી વૃત્તિ અશુદ્ધ છે, અપરાધ છે, બંધરૂપછે. તેને છોડીને જે સ્વસ્વરૂપમાં લીન થાય છે તે સર્વ અપરાધથી રહિત થાય છે અને તે બંધને પામતો નથી. લ્યો, આવું ! પણ એને હવે આ બેસે કેવી રીતે? પોતાના સ્વતત્ત્વની ખબર નથી ને એમ ને એમ ભ્રમણાના કુવામાં ભમી રહ્યો છે. એને એમ કે ગિરનાર Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 541 542 543 544 545 546 547 548 549 550 551