Book Title: Pravachana Ratnakar 08
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 546
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૩૦૬-૩૦૭ ] [ ૫૨૯ ચૈતન્ય..ચૈતન્ય...ચૈતન્ય, અમૃત...અમૃત...અમૃત, આનંદ...આનંદ...આનંદ–એમ આત્મા ચૈતન્યરૂપી અમૃતનો ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ એવો અનાદિ અનંત છે. અહા! આવા પોતાના સ્વદ્રવ્યમાં લીન થતાં નિરપરાધપણું પ્રગટે છે, બંધ થતો નથી અને અંદર અતિ નિર્મળપણે આનંદ ઉછળે છે. આચાર્ય કહે છે-ભાઈ! અંદર જા ને કે જ્યાં આ ચૈતન્યરૂપી અમૃતનો ત્રિકાળ ધોધ વહે છે. આ પુણ્ય-પાપના ભાવ તો ભગવાન! ઝેરનો ધોધ-પ્રવાહ છે. ત્યાંથી નીકળી જા, ને અહિં ચૈતન્યના ત્રિકાળી અમૃતમય પ્રવાહમાં મગ્ન થઈ જા. તારું અવિનાશી કલ્યાણ થશે. અરે ભાઈ! તારી ચીજ શું છે તેની તને ખબર નથી. ૫૨ની દયા પાળે, કાંઈક દાન કરે ને વ્રત પાળે પાળે એટલે માને કે સ્વરૂપની પ્રાપ્તિ થઈ જશે, ધર્મ થઈ જશે. પણ બાપુ એ તો બધા રાગના પરિણામ કર્યા વિના એ બધાં કોઈ કામ નહિ આવે. એનાથી લેશ પણ ધર્મ ને સુખ નહિ થાય. છઢાલામાં આવે છે ને કે “મુનિવ્રત ધા૨ે અનંત બારી, ગ્રીવક ઉપજાૌ; પૈં જિન આતમજ્ઞાન બિના સુખ લેસ ન પાૌ.” માટે હૈ ભાઈ! તું ચિદાનંદઘન પ્રભુ ચૈતન્યરૂપી અમૃતનું પૂર છો, તેને સ્વસંવેદનમાં જાણી તેમાં મગ્ન-સ્થિર થઈ જા; કેમકે શુદ્ધ ચૈતન્યના ધ્રુવ પ્રવાહમાં મગ્ન થતાં આત્મા શૈદ્ધ થતો થકો કર્મોથી મૂકાય છે. પહેલાં ૫દ્રવ્યમાં લીન થતાં અશુદ્ધતા ને બંધનને પામે છે એમ કહ્યું હવે કહે છે-શુદ્ધ ચૈતન્યસ્વરૂપ એવા સ્વદ્રવ્યમાં લીન-સ્થિર થતાં આત્મા શુદ્ધ થતો થકો બંધનથી મૂકાય છે અર્થાત્ શાશ્વત અવિચન સુખને પામે છે. કળશ ૧૯૧ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન ‘જે પુરુષ પહેલાં સમસ્ત પરદ્રવ્યનો ત્યાગ કરી નિજ દ્રવ્યમાં (આત્મસ્વરૂપા ) લીન થાય છે, તે પુરુષ સર્વ રાગદિક અપરાધોથી રહિત થઈ આગામી બંધનો નાશ કરે છે અને નિત્ય ઉદયરૂપ કેવળજ્ઞાનને પામી, શુદ્ધ થઈ, સર્વ કર્મનો નાશ કરી, મોક્ષને પામે છે. આ, મોક્ષ થવાનો અનુક્રમ છે.’ શું કીધું ? કે સમસ્ત પદ્રવ્ય પ્રત્યેનું લક્ષ છોડી દઈને જે પુરુષ ત્રિકાળ જ્ઞાનાનંદસ્વરૂપ સ્વદ્રવ્યમાં લીન-સ્થિર થાય છે તે સર્વ રાગાદિક અપરાધથી રહિત થાય છે. અર્થાત તેને રાગાદિક અપરાધ થતો નથી અને તેથી નવીન કર્મબંધ પણ થતો નથી. તે નિત્ય ઉદયરૂપ કેવળજ્ઞાનને પામે છે. એટલે શું ? કેવળજ્ઞાન પ્રગટયા પછી તે નિત્ય અક્ષયપણે કાયમ રહે છે. જેમ વસ્તુ આત્મા અનાદિ-અનંત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 544 545 546 547 548 549 550 551