________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૮૩ થી ૨૮૫ ]
[ ૩૩૧ વ્યવહાર-દયા, દાન, ભક્તિના વિકલ્પો પણ ભગવાન! તારું કર્તવ્ય નથી, કેમકે પર ઉપર લક્ષ જાય ત્યારે એ વિકલ્પો થાય છે. આ જીવની દયા પાળું, આને હું આમ પૈસા, આહાર આદિ દઈને સુખી કરું-એમ પર તરફ લક્ષ જાય છે ત્યારે એ વિકલ્પો થાય છે. ત્યાં પર ઉપરનું લક્ષ અને તેથી થતા વિકલ્પ એ બેયનું કરવું તે એની દશામાં અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાન છે. તેથી આ ભગવાનનો ઉપદેશ છે કે એ બેયને છોડી દે, દ્રવ્ય ને દ્રવ્યના લક્ષે થતા વિકારી ભાવ એ બેયને છોડી દે; કેમકે એ બેયને છોડી દે એવો તારો અંદર શુદ્ધ જ્ઞાતા-દષ્ટા સ્વભાવ છે. ભાઈ ! આ હિતની વાત છે. “શ્રીમદ્ રાજચંદ્ર” માં એક પદ આવે છે કે
જિન સો હી હું આત્મા, અન્ય સો હી હૈ કર્મ;
યહી વચનને સમજ લે, જિનપ્રવચનકા મર્મ ભગવાન આત્મા સદા જિનસ્વરૂપ-વીતરાગસ્વરૂપ જ છે; અને કર્મ નામ પુણપાપના ભાવ બધું અન્ય એટલે પર–અજીવ છે. પુણ્ય-પાપમાં આત્મા નહિ, અને આત્માના સ્વભાવમાં પુણ્ય-પાપ નહિ. અહા ! પુણ્ય-પાપના ભાવ તો પરના લક્ષે થતા નૈમિત્તિક ભાવ છે અને તે સ્વભાવના લક્ષ છોડવા યોગ્ય છે. લ્યો, આવો ઉપદેશ છે.
અહીં એમ કહે છે કે જો પરદ્રવ્યોને ને આત્માના રાગાદિભાવોને પરસ્પર નિમિત્તનૈમિત્તિકપણું ન માનવામાં આવે તો દ્રવ્ય-અપ્રતિક્રમણ એટલે પરનું લક્ષ ન છોડવું ને દ્રવ્ય-અપ્રત્યાખ્યાન એટલે પરનો ત્યાગ ન કરવો એવા અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાનના ભાવને છોડી દેવાનો જે ભગવાનનો ઉપદેશ છે તે નિરર્થક જ થાય; ભગવાનના ઉપદેશની સાર્થકતા જ ન રહે. દ્રવ્ય-અપ્રતિક્રમણ ભાવ-અપ્રતિક્રમણનો નિમિત્તકર્તા છે, ને દ્રવ્ય અપ્રત્યાખ્યાન ભાવ-અપ્રત્યાખ્યાનનો નિમિત્તકર્તા છે એમ જો ન માનવામાં આવે તો દ્રવ્ય ને ભાવ એમ બે પ્રકારના અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાનને છોડવાનો ભગવાનનો જે ઉપદેશ છે તે નિરર્થક જ થાય અર્થાત્ એવો ઉપદેશ હોઈ શકે જ નહિ. હવે કહે છે
અને તે નિરર્થક થતાં એક જ આત્માને રાગાદિભાવોનું નિમિત્તપણું આવી પડતાં નિત્યકર્તાપણાનો પ્રસંગ આવવાથી મોક્ષનો અભાવ ઠરે.”
જોયું ? વિકારના ભાવો છે તે આત્માની દશામાં નૈમિત્તિક છે અને તેમાં પરદ્રવ્ય નિમિત્ત છે. એ બેયનો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે તે છોડાવવા ઈષ્ટ છે. તેથી ભગવાને ઉપદેશમાં બેયનું દ્રવ્ય ને ભાવનું-જે અપ્રતિક્રમણ ને અપ્રત્યાખ્યાન પર્યાયમાં છે તે છોડાવ્યું છે, એટલે કે બેયનું દ્રવ્ય ને ભાવનું પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન કરાવ્યું છે, ભગવાન એમ જ કહે છે કે- રાગ ને રાગના લક્ષવાળું તત્ત્વ તે આત્મા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com