________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૯૭ ]
[ ૪૩૯ અર્થાત્ નિર્વિકલ્પ અનુભવ થતાં ભેદ દેખાતા નથી, અભેદ આત્મામાં અનંત ગુણો છે ખરા, પરંતુ દષ્ટિ અભેદ ઉપર પડતાં તે દેખાતા નથી. અને જો અભેદને છોડી ભેદને જોવા જાય તો વિકલ્પ-રાગ થયા વિના રહેતો નથી. અર્થાત્ ભેદદષ્ટિમાં રાગ જ થાય છે ધર્મ નહિ.
જ્ઞાનની એક સમયની પર્યાયમાં છ દ્રવ્યનું જ્ઞાન થાય એટલું સામર્થ્ય છે, અને એવી એવી અનંત પર્યાયોનો પિંડ એક જ્ઞાનગુણ છે; જેવો જ્ઞાનગુણ છે એવા એવા અનંતગુણો અનંત પર્યાયોના સામર્થ્યવાળા છે; અને એવા અનંત ગુણનો અભેદ એક પિંડ આત્મદ્રવ્ય છે. બાપુ ! તેં તારી મોટપની (મહિમાની) વાત સાંભળી નથી તારી મોટા અંદરમાં એવડી છે કે ભેદ કે કારકોના કારણોની અપેક્ષા એને છે નહિ. અહા! આવી પોતાની અભેદ વસ્તુમાં ગુણ-ગુણી ભેદ પણ લક્ષમાં લેવા જેવો નથી. આ ગુણ ને આ ગુણી એવા ભેદનું પણ લક્ષ કરવા જેવું નથી, કેમકે એનાથી રાગ જ થાય છે.
સમયસાર ગાથા ૧૧માં પર્યાયોને ગૌણ કરીને “વ્યવહારો અભૂદત્થો” –એમ કહ્યું છે. જોકે ભૂતાર્થનો આશ્રય પર્યાય લે છે, છતાં પર્યાયને અસત્યાર્થ-અભૂતાર્થ કહી છે. વળી ત્યાં ભૂદત્યો દેસિદો દુ સુદ્ધનઓ “–શુદ્ધનય ભૂતાર્થ છે એમ કહ્યું છે. જેમાં નય અને નયનો વિષય-એટલો ભેદ પણ નથી તથા જેમાં પર્યાય અને પર્યાયભેદ નથી એવો શુદ્ધ આત્મા એ જ ભૂતાર્થ છે. એ જ વાત અહીં કરી છે કે-એક શુદ્ધ ચૈતન્ય જ હું છું.
આમ પ્રજ્ઞા વડે એટલે કે વર્તમાન જ્ઞાનની દશારૂપ અનુભવ દ્વારા આત્મા ગ્રહણ કરાય છે-જણાય છે. તેમાં શુદ્ધ આત્મા તે દ્રવ્ય છે અને અનુભવ તે પર્યાય છે. આત્મા જ્ઞાનની દશાના અનુભવ દ્વારા જણાય, છતાં તે જ્ઞાનની દશામાં આવતો નથી, અને પર્યાય પણ દ્રવ્યમાં એકમેક (તદ્રુપ) થતી નથી. તથાપિ જાણે છે પર્યાય કેમકે કાર્ય પર્યાયમાં થાય છે, ધ્રુવમાં નહિ; ધ્રુવ તો અક્રિય છે.
હવે આવી વાત કોઈને ન બેસે તો એની સાથે વિરોધ ન હોય; કેમકે વસ્તુએ તો બધા ભગવાન છે. દ્રવ્ય અપેક્ષાએ તો તે સાધર્મી છે. એક સમયની પર્યાયમાં ભૂલ છે પણ શું થાય? શુદ્ધ દ્રવ્યના આશ્રયે તે નીકળી જવા યોગ્ય છે. ધર્મી પુરુષો તો સૌને દ્રવ્યદૃષ્ટિથી જ જુએ છે.
* કળશ ૧૮૨ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * જેમનું સ્વલક્ષણ ચૈતન્ય નથી એવા પરભાવો તો મારાથી ભિન્ન છે, માત્ર શુદ્ધ ચૈતન્ય જ હું છું,
જાઓ, આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભભાવોમાં ચૈતન્યલક્ષણનો અભાવ છે. અહા ! એ પરભાવો બધા ચૈતન્યલક્ષણથી ખાલી છે. આગળ ગાથા ૭રમાં તેમને જડ કહ્યા છે. એટલે જેમ આ શરીરના પરમાણુઓ જડ છે તેમ તેઓ જડ છે એમ નહિ, પરંતુ તેમાં ચૈતન્યલક્ષણનો અભાવ છે માટે તેઓ જડ છે-એમ કહ્યું છે. અહા ! પોતે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com