________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૪ ]
વન રત્નાકર ભાગ-૮ ત્યારે સ્વદ્રવ્યના આશ્રયે તેને સ્થિરતા વધે છે. આ તો ન્યાયના સિદ્ધાંત બાપુ! અહીં તો દષ્ટાંતથી સમજાવ્યું છે. લોકો (નિશ્ચય, નિશ્ચય-એમ) રાડુ પાડે છે પણ બાપુ ! એમાં (સમયસારમાં) બધું છે ભાઈ ! ચરણાનુયોગનું છે, કરણાનુયોગનુંય છે. પ્રથમાનુયોગનું આમાં કથા તરીકે ન હોય પણ આચાર્ય જયસેનની ટીકામાં પાંડવો વગેરે ઘણા મુનિવરોની કથાય આવે છે.
અધ:કર્મ એટલે સાધુ કહે કે મારા માટે આહાર-પાણી બનાવો અને ગૃહસ્થ એના માટે એ પ્રમાણે બનાવે તે આહારને અધ:કર્મ અર્થાત્ મહાપાપથી નીપજેલો આહાર કહેવાય. અને ઉશિક એટલે સાધુએ કીધું ન હોય પણ ગૃહસ્થે એને માટે કરેલો હોય તે ઉશિક આહાર છે. અહીં આહારના દષ્ટાંત વડે દ્રવ્ય ને ભાવનું નિમિત્ત-નૈમિત્તિકપણું દઢ કર્યું છે. આહાર તે નિમિત્ત છે અને એના આશ્રયે થતો વિકારી ભાવ / નૈમિત્તિક છે એમ નિમિત્ત-નૈમિત્તિકપણું સમજાવ્યું છે.
“જે પાપકર્મથી આહાર નીપજે તે પાપકર્મને અધ:કર્મ કહેવામાં આવે છે, તેમ જ તે આહારને પણ અધ:કર્મ કહેવામાં આવે છે. જે આહાર ગ્રહણ કરનારના નિમિત્તે જ બનાવવામાં આવ્યો હોય તેને ઉશિક કહેવામાં આવે છે.”
જાઓ, આહાર નીપજે એમાં પાપકર્મ થાય છે. ત્યાં એ પાપકર્મને અધ:કર્મ કહે છે. તેમ જ તે આહારને પણ અધ:કર્મ કહે છે, જે પાપકર્મ છે એને તો અધઃકર્મ કીધું પણ આહારને પણ અધ:કર્મ કીધું. એનો અર્થ શું? કે અધઃકર્મથી નીપજેલો જે આહાર છે તેને ગ્રહણ કરવાનો ભાવ છે એ અધ:કર્મ-પાપકર્મ છે ને તેથી આહારને પણ અધ:કર્મ કહેવામાં આવે છે.
વળી સાધુના નિમિત્તે ગૃહસ્થ જે આહાર-પાણી બનાવે તે ઉશિક આહાર છે. આજે મહારાજ આહાર માટે પધારવાના છે, માટે એમના માટે આહાર-જલ બનાવો –એમ બનાવેલો આહાર ઉશિક આહાર છે.
આવા (અધ:કર્મને ઉશિક) આહારને જેણે પચખ્યો નથી તેણે તેના નિમિત્તે થતા ભાવને પચખ્યો નથી.......
શું કીધું? કે આવો અધ:કર્મ ને ઉશિક આહાર જેણે પચખ્યો-છોડ્યો નથી તેણે એના નિમિત્તે થતા વિકારી ભાવને પચખ્યો-છોડયો નથી. અહા ! વીતરાગના મારગડા ન્યારા છે પ્રભુ! અત્યારે તો બધો ફેરફાર કરી નાખ્યો. આવું સત્ય બહાર આવ્યું એટલે એનો વિરોધ કરવા લાગ્યા કે આ લોકો (-સોનગઢવાળા) સાધુને માનતા નથી, અને એને મિથ્યાષ્ટિ કહે છે.
' અરે ભાઈ ! અમને તો “ણમો લોએ સવ્વસાહૂણે ” છે; પણ શું થાય? સાચા સાધુ તો હોવા જોઈએને! પણ જેની પ્રરૂપણા જ “આસ્રવથી સંવર થાય' –એમ વિપરીત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com