________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૮૧
रागम्हि य दोसम्हि य कसायकम्मेसु चेव जे भावा। तेहिं दु परिणमंतो रागादी बंधदि पुणो वि।। २८१।।
रागे च द्वेषे च कषायकर्मसु चैव ये भावाः।
तैस्तु परिणममानो रागादीन् बध्नाति पुनरपि।। २८१।। હવે આ અર્થની ગાથા કહે છે:
પણ રાગ-દ્વેષ-કષાયકર્મનિમિત્ત થાયે ભાવ જે,
તે-રૂપ જે પ્રણમે, ફરી તે બાંધતો રાગાદિને. ૨૮૧. ગાથાર્થ:- [રા ય ફેરે વષાર્મસુ ૨ ઈવ] રાગ, દ્વેષ અને કષાયકર્મો હોતાં (અર્થાત્ તેમનો ઉદય થતાં) [ રે માવા: ] જે ભાવો થાય છે [તૈ: ] તે રૂપે [ પરિણમી:] પરિણમતો અજ્ઞાની [ Tવીન] રાગાદિકને [પુન: ]િ ફરીને પણ [વનાતિ] બાંધે છે.
ટીકાઃ- યથોક્ત વસ્તુસ્વભાવને નહિ જાણતો અજ્ઞાની (પોતાના) શુદ્ધસ્વભાવથી અનાદિ સંસારથી માંડીને ટ્યુત જ છે તેથી કર્મના ઉદયથી ઉત્પન્ન થતા રાગદ્વેષમોહાદિ ભાવરૂપે પરિણમતો અજ્ઞાની રાગદ્વેષમોહાદિ ભાવોનો કર્તા થતો થકો (કર્મોથી) બંધાય જ છે–એવો નિયમ છે.
ભાવાર્થ- અજ્ઞાની વસ્તુના સ્વભાવને તો યથાર્થ જાણતો નથી અને કર્મના ઉદયથી જે ભાવો થાય છે તેમને પોતાના સમજીને પરિણમે છે, માટે તેમનો કર્તા થયો થકો ફરી ફરી આગામી કર્મ બાંધે છે-એવો નિયમ છે.
સમયસાર ગાથા ૨૮૧ : મથાળું હવે આ અર્થની ગાથા કહે છે -
* ગાથા ૨૮૧ : ટીકા ઉપરનું પ્રવચન * “યથોક્ત વસ્તુસ્વભાવને નહિ જાણતો અજ્ઞાની (પોતાના) શુદ્ધસ્વભાવથી અનાદિ સંસારથી માંડીને ટ્યુત જ છે.'
ઝીણી વાત છે પ્રભુ! શું કહે છે? કે અજ્ઞાની પોતાના શુદ્ધ એક પવિત્ર જ્ઞાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com