________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૭૧ ]
[ ૨૧૫ ત્યાં નિશ્ચયના વિકલ્પની વાત નથી, પણ નિશ્ચયસ્વરૂપના-સ્વના લક્ષઆશ્રયની વાત છે. જ્યાં સ્વનો આશ્રય કીધો ત્યાં વિકલ્પ ક્યાં રહ્યો પ્રભુ? ત્યાં તો એકલો સ્વાનુભવ મંડિત નિરાકુળ આનંદનો અનુભવ છે. ઓલા' હું બદ્ધ છું ને હું અબદ્ધ છું” – એવા જે વિકલ્પ છે એ નયપક્ષ છે. એ નયપક્ષને તો ભગવાને છોડાવ્યો છે. હું શુદ્ધ છું, અબદ્ધ છું એવો વિકલ્પ છે તે ( નિશ્ચયનો) નયપક્ષ છે, તે પરના આશ્રયે ઉત્પન્ન થાય છે; તેને ભગવાને છોડાવ્યો છે. બહુ સૂક્ષ્મ વાત પ્રભુ ! ભગવાનનો મારગ બહુ સૂક્ષ્મ છે. અહીં તો એક શુદ્ધ નિશ્ચય જે પોતે સ્વ તેનો આશ્રય કરી તેમાં જ સપુરુષો કેમ ઠરતા નથી? –એમ આચાર્યદેવ અચરજ કરે છે. સમજાણું કાંઈ?
અહાહા..! આ ઉપદેશ તો જુઓ! એકકોર ચિદાનંદઘન પ્રભુ આત્મા ને એકકોર અનંતા વિકારના પરિણામ. આ દેવ-ગુરુ-શાસ્ત્રની ભેદરૂપ શ્રદ્ધા આદિ પરિણામ એ બધા વિકારના પરિણામ છે. આગળ ગાથા ૨૭૬-૨૭૭ માં આવશે કે આચારાંગ આદિ શાસ્ત્રનું જ્ઞાન છે તે શબ્દદ્ભુત છે, કેમકે તે જ્ઞાનનો આશ્રય શબ્દદ્ભુત છે, પણ આત્મા નથી; તેથી શબ્દશ્રુતનું જ્ઞાન છે તે આત્માનું જ્ઞાન નથી. લ્યો, આ પ્રમાણે ત્યાં વ્યવહારનો નિષેધ કર્યો છે. વળી નવતત્ત્વની જે શ્રદ્ધા છે એનો વિષય (-આશ્રય) જીવાદિ નવ પદાર્થો છે, પણ આત્મા નથી તેથી તે આત્માનું શ્રદ્ધાન નથી. આ પ્રમાણે
ત્યાં વ્યવહારનો નિષેધ કર્યો છે. તેવી રીતે છકાયના જીવોની દયા-રક્ષાના પરિણામ છે તેનો આશ્રય છકાયના જીવ છે, પણ આત્મા નથી. તેથી તે વ્યવહારચારિત્ર કાંઈ આત્માનું ચારિત્ર નથી. આ પ્રમાણે વ્યવહારચારિત્રનો નિષેધ કર્યા છે. અહીં (આ. કળશમાં) એ ત્રણેય પ્રકારે જે વ્યવહારરત્નત્રયના પરિણામ છે તેને છોડાવ્યા છે. બહુ ગંભીર વાત છે ભાઈ !
અહાહા...! ભગવાન! તું કોણ છો ? ને તારી હયાતીમાં શું ભર્યું છે? અહાહા...! તું સચ્ચિદાનંદસ્વરૂપ આનંદનો નાથ આત્મા છો ને પ્રભુ? ને તારી હયાતિમાં એકલાં જ્ઞાન ને આનંદ ( વગેરે અનંતગુણ) ભર્યા છે ને. તો તેમાં એકત્વ કરીને, આ પરવસ્તુ મારી છે એવી પરમાં એકત્વબુદ્ધિ છોડી દે; અને સાથે જે આ પરના આશ્રયે દયા, દાન, વ્રત આદિના ભાવ થાય છે તે પણ છોડી દે, કેમકે એ સઘળા પરાશ્રયે થયેલા વિકારના ભાવ દુઃખરૂપ છે. અહા ! આનંદકંદ પ્રભુ આત્માને છોડીને આ પર તરફની હોંશુના જેટલા પરિણામ થાય છે એ બધા દુઃખરૂપ છે. તારે સુખી થવું હોય તો બધાય વ્યવહારના ભાવોને છોડી દે, અને શુદ્ધ એક નિશ્ચયને જ અંગીકાર કરી તેમાં જ લીન થઈ જા.
અરે ! આવી વાત એના કાનેય ન પડે તો એ ક્યાં જાય? બિચારે શું કરે? ભાઈ ! જીવન (અવસર) ચાલ્યું જાય છે હોં. આ તત્ત્વની સમજણ ન કરી તો દેહ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com