________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૫૭–૨૫૮ ]
[ ૯૭
એ માન્યતા યથાર્થ નથી, કેમકે શીરો એને મળ્યો એ તો એના શાતાના ઉદયને લઈને મળ્યો છે, એમાં તારું કાંઈ કર્તવ્ય નથી. એ જ કહ્યું ને કે-જીવને પોતાના કર્મના ઉદયના અભાવમાં તેનું જીવન-મરણ, સુખી-દુઃખી થવું અશક્ય છે. અહા! બીજો બીજાનું કામ કરી દે એ અશક્ય છે.
હવે કહે છે- ‘માટે મેં આને માર્યો, આને જિવાડયો, આને દુઃખી કર્યો, આને સુખી કર્યો–એવું દેખનાર અર્થાત્ માનનાર મિથ્યાદષ્ટિ છે.’
જીવોને જીવન-મરણ, સુખ-દુઃખ પોતાના કર્મના ઉદયથી જ થાય છે. આમ વસ્તુવ્યવસ્થા હોવા છતાં, જે એમ માને છે કે- મેં આને શસ્ત્રથી મારી નાખ્યો, મેં આને સર્પ કરડાવીને મારી નાખ્યો, મેં આને ઝેર આપીને મારી નાખ્યો- તે મિથ્યાદષ્ટિ છે, અજ્ઞાની છે; કેમકે એના આયુકર્મના ક્ષય વિના કોઈનું મરણ થઈ શકતું નથી, તેવી રીતે જે એમ માને છે કે મેં આને આહાર-પાણી, ઔષધાદિ વડે જિવાડયો તો એ પણ મિથ્યાદષ્ટિ છે, અજ્ઞાની છે; કેમકે એના આયુકર્મના ઉદય વિના કોઈનું જીવન ટકી શકતું નથી.
વળી બીજો જીવ સુખી થાય છે તે શાતાના ઉદયના કારણે સુખી થાય છે. હવે એને બદલે આ એમ માને કે મેં અનુકૂળ સામગ્રી દીધી માટે સુખી થયો તો કહે છે- તે મિથ્યાદષ્ટિ છે, કેમકે શાતાકર્મના અભાવમાં કોઈ સુખી થઈ શકતું નથી, એ જ રીતે બીજો જીવ દુ:ખી થાય છે તે અશાતાવેદનીયના ઉદયથી દુ:ખી થાય છે. હવે એને બદલે આ એમ માને કે-મેં પ્રતિકૂળતા દઈને દુ:ખી કર્યો તો તે મિથ્યાદષ્ટિ છે, કેમકે અશાતા વેદનીયના ઉદય વિના કોઈ દુઃખી થઈ શકતો નથી. આવી વાત છે.
કહે છે–મેં આને માર્યો, જિવાડયો, સુખી કર્યો કે દુ:ખી કર્યો-એવું દેખનાર અર્થાત્ માનનાર મિથ્યાદષ્ટિ છે. મિથ્યા અહંકાર છે ને એમાં? અહીં અહંકાર શબ્દ નથી નાખ્યો, પણ ભાઈ ! હું બીજાને મારી-જિવાડી શકું છું કે સુખી-દુઃખી કરી શકું છું- એ અભિપ્રાય પોતે જ મિથ્યા અહંકાર છે અને તે વડે જીવ મિથ્યાદષ્ટિ છે. કોઈ એમ માને કે-આપણે કરીએ, કરી શકીએ, પણ એનો અહંકાર ન કરવો-તો એમ છે નહિ. આપણે ૫૨નું કરીએ વા કરી શકીએ એ અભિપ્રાય પોતે જ અહંકાર રૂપ મિથ્યાભાવ છે. એવા અભિપ્રાયવાળો મિથ્યાદષ્ટિ છે, એને સત્યની ખબર નથી.
સમયસાર નાટકમાં શ્રી બનારસીદાસે કહ્યું છે ને કે
::
કરૈ કરમ સોઈ કરતારા, જો જાનૈ સો જાણનહારા; જો કરતા નહિ જાનૈ સોઈ, જાનૈ સો કરતા નહિ હોઈ.” અહાહા...! આ પરનાં લેવા દેવાનાં, જીવન-મરણનાં ને સુખ-દુઃખનાં કાર્યોનો
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com