________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૬૫ ]
[ ૧૨૯ જોયું? જે કાંઈ વિભાવના પરિણામ થાય છે એ પરિણામને બાહ્યવસ્તુ નિમિત્ત છે. એ (વિભાવના) પરિણામ બાહ્યવસ્તુના (પદ્રવ્યના) આશ્રયે ઉત્પન્ન થાય છે. અહાહા...! જેમ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિર્વિકાર નિર્મળ ધર્મના પરિણામ સ્વદ્રવ્યના આશ્રયે ઉત્પન્ન થાય છે છતાં એ સ્વદ્રવ્ય (ત્રિકાળી ચૈતન્ય મહાપ્રભુ) છે તે મોક્ષનું કારણ નથી, (કેમકે મોક્ષનું કારણ તો શુદ્ધ રત્નત્રયના પરિણામ છે, હા, શુદ્ધ રત્નત્રયના પરિણામને, સંવર-નિર્જરાના પરિણામને આશ્રય સ્વદ્રવ્યનો છે એ ખરું) તેમ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ તથા પરિગ્રહના અશુભ પરિણામ વા અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહના શુભ પરિણામ પરદ્રવ્યના આશ્રયે થાય છે છતાં એ પરદ્રવ્ય છે તે બંધનું કારણ નથી; પણ એમાં જે પોતાનો મિથ્યા અધ્યવસાય છે તે જ બંધનું કારણ છે. ભાઈ ! એ શુભાશુભ પરિણામ સઘળા પરદ્રવ્યના આશ્રયે જ ઉત્પન્ન થાય છે, તોપણ એ પરદ્રવ્ય બંધનું કારણ નથી.
ત્યારે લલચાઈ જવાય એવા સ્થાનોમાં ન જવું, રૂપાળી ચીજ હોય તેનો પ્રસંગ ન કરવો જેથી ત્યાં ખેંચાઈ જવાય એમ ઉપદેશમાં આવે છે ને?
તો કહે છે–ત્યાં ખેંચાઈ જવાનો ભાવ તો જીવ પોતે કરે છે, એમાં એ પરચીજ તો નિમિત્તમાત્ર છે; એ ભાવ કાંઈ નિમિત્તે કરાવ્યો છે એમ નથી. તેથી એ પરચીજથી બંધ નથી. તોપણ પરચીજનું લક્ષ છોડાવવા પર ચીજ છોડો, પરચીજનો પ્રસંગ ન કરો એમ ઉપદેશમાં આવે છે.
પ્રવચનસારમાં (જ્ઞાન અધિકાર, ગાથા ૬૭માં) આવે છે કે “ વિષયો અકિંચિત્કર છે. પાંચ ઈન્દ્રિયના વિષયો જીવને રાગરૂપ વિભાવના પરિણામ કરાવતા નથી, પણ જીવ પોતે જ વિષયો પ્રતિ રાગાદિરૂપ પરિણમે છે. જીવ પોતે જે રાગાદિ પરિણામ કરે એમાં એ પરચીજનું આશ્રયપણું ભલે હો, પણ તે પરિણામ પરચીજના કરાવ્યા થાય છે એમ નથી. અહા! તે રાગાદિ પરિણામ સ્વદ્રવ્યના આશ્રયે થતા નથી, પણ પરદ્રવ્યના આશ્રયે જ થાય છે. પરંતુ પારદ્રવ્ય બંધનું કારણ નથી છતાં પરદ્રવ્યનો આશ્રય-લક્ષ છોડાવવા પરદ્રવ્યથી પ્રસંગ ન કરો એમ ઉપદેશમાં આવે છે.
અહા ! અધ્યવસાય છોડાવવા પરને છોડાવે છે, પણ પરને છોડાવવા અધ્યવસાય છોડાવે છે એમ નથી. પરચીજ તો છૂટી જ છે, એને ક્યાં છોડવાની છે? પરને છોડો એમ કહ્યું ત્યાં પરના આશ્રયે થતા અધ્યવસાયને છોડવાની વાત છે. સમજાણું કાંઈ....
iઈ...? ભાઈ ! આમાં તો એનું લક્ષ જે પર ઉપર છે તે પલટીને લક્ષ સ્વ ઉપર જાય બસ આટલી વાત છે. ૧૧ મી ગાથામાં મૂવલ્વમસ્સિવો વતુ....” એમ આવે છે ને? તેનો અર્થ પણ એ છે કે ભૂતાર્થ નામ સ્વદ્રવ્યના આશ્રયે-લક્ષે જીવ સમ્યગ્દષ્ટિ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com