________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૬૮-૨૬૯
सव्वे करेदि जीवो अज्झवसाणेण तिरियणेरइए। देवमणुए य सव्वे पुण्णं पावं च णेयविहं।। २६८।। धम्माधम्मं च तहा जीवाजीवे अलोगलोगं च। सव्वे करेदि जीवो अज्झवसाणेण अप्पाणं ।। २६९ ।।
सर्वान् करोति जीवोऽध्यवसानेन तिर्यङ्नैरयिकान्। देवमनुजांश्च सर्वान् पुण्यं पापं च नैकविधम्।। २६८ ।। धर्माधर्म च तथा जीवाजीवौ अलोकलोकं च।
सर्वान् करोति जीव: अध्यवसानेन आत्मानम्।। २६९।। હવે આ અર્થને સ્પષ્ટ રીતે ગાથામાં કહે છે:
તિર્યંચ, નારક, દેવ, માનવ, પુણ્ય પાપ વિવિધ જે, તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ૨૬૮. વળી એમ ધર્મ અધર્મ, જીવ-અજીવ, લોક-અલોક જે,
તે સર્વરૂપ નિજને કરે છે જીવ અધ્યવસાનથી. ર૬૯. ગાથાર્થ- [ નીવ: ] જીવ [મધ્યવસાનેન] અધ્યવસાનથી [ તિર્યર્નરયિાન] તિર્યંચ, નારક, [ રેવનુનાન ૨] દેવ અને મનુષ્ય [ સર્વાન] એ સર્વ પર્યાયો, [૨] તથા [ નૈવિધ{] અનેક પ્રકારના [પુર્વે પાપ ] પુણ્ય અને પાપ- [ સર્વાન] એ બધારૂપ [ રોતિ] પોતાને કરે છે. [ તથા ૨] વળી તેવી રીતે [ નીવ:] જીવ [ મધ્યવસાનેન ] અધ્યવસાનથી [ ધર્માધર્મ] ધર્મ-અધર્મ, [નીવીનીવૌ] જીવ-અજીવ [૨] અને [નોવેશનોરું] લોક-અલોક- [સર્વાન ] એ બધારૂપ [ માત્માનમ્ રોતિ] પોતાને કરે છે.
ટીકા- જેવી રીતે આ આત્મા પૂર્વોકત પ્રકારે *ક્રિયા જેનો ગર્ભ છે એવા હિંસાના અધ્યવસાનથી પોતાને હિંસક કરે છે, (અહિંસાના અધ્યવસાનથી પોતાને અહિંસક કરે છે) અને અન્ય અધ્યવસાનીથી પોતાને અન્ય કરે છે, તેવી જ રીતે ઉદયમાં
* હિંસા આદિનાં અધ્યવસાનો રાગદ્વેષના ઉદયમય એવી હણવા આદિની ક્રિયાઓથી ભરેલાં છે,
અર્થાત તે ક્રિયાઓ સાથે આત્માનું તન્મયપણું હોવાની માન્યતારૂપ છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com