________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૧૫૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮
આત્મા સદા સર્વજ્ઞસ્વભાવી છે. સર્વજ્ઞ પર્યાય જે કેવળી પરમાત્માને ઉત્પન્ન થાય છે તે ક્યાંથી ઉત્પન્ન થાય છે? શું એ ક્યાંય બહારથી આવે છે? ના; એ તો અંદર સર્વજ્ઞસ્વભાવ પડયો છે એમાં લીન થતાં પ્રગટ થાય છે. તો મારો પણ સર્વજ્ઞસ્વભાવ છે, બધાને જાણવા-દેખવાનો સ્વભાવ છે, પણ પરનું કાંઈ કરવું એવો વ્યવહા૨ે પણ એનો ભાવ નથી એમ જાણી ભાઈ! અંતર્નિમગ્ન થવું એ એક જ કર્તવ્ય છે. આત્મા પોતાના સિવાય શ૨ી૨, મન, વાણી કર્મ, ૫૨જીવો વગેરે ૫૨ પદાર્થોનું કાંઈ પણ કરી શકતો નથી એમ જાણી નિજ સ્વરૂપ જે સર્વજ્ઞસ્વભાવ તેમાં લીન થઈને રહેવું એ એનું વાસ્તવિક કાર્ય છે. આવું ઝીણું પડે માણસને, પણ શું થાય? મારગ તો આ છે બાપુ !
છઢાલામાં પંડિત શ્રી દોલતરામજીએ કહ્યું ને કે
‘મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો, નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાયો.'
ભગવાન ! એણે અનંતવાર મુનિપણાં લઈને પંચમહાવ્રત, પંચસમિતિ, ગુપ્તિ વગેરે પાળ્યાં; હજારો સ્ત્રીઓ ત્યાગીને જંગલમાં રહ્યો ને શુક્લ લેશ્યાના પરિણામ કરીને નવમી ત્રૈવેયક સુધી ગયો. પણ એમાં શું વળ્યું? અહા! રાગ ને ૫૨૫દાર્થોથી ભિન્ન પોતાની શુદ્ધ ચૈતન્યસત્તાનું ભાન કર્યું નહિ તો શું વળ્યું? કાંઈ નહિ. કહ્યું ને કે ‘સુખ લેશ ન પાયો '– અર્થાત્ દુઃખ જ પાયો. હું રાગ ને પરથી ભિન્ન હોવાથી રાગની ને પરથી ક્રિયા કરી શક્તો નથી એમ જાણી જ્ઞાતા-દષ્ટાપણે પ્રવર્તવું તે એક જ કર્તવ્ય છે ભાઈ! એના વિના બીજી બધી બહારની ક્રિયા તો દુઃખ જ દુ:ખ છે.
અહાહા....! હું અખંડ એક શુદ્ધ ચૈતન્યમૂર્તિ ચિદાનંદઘન પ્રભુ ભગવાન આત્મા છું; હું સર્વને જાણું એવું મારામાં જ્ઞાન છે, પણ હું પરનો કર્તા થાઉં એવી મારામાં કોઈ શક્તિ નથી. હું મારી નિર્મળ પર્યાયનો કર્તા થાઉં એવી શક્તિ મારામાં છે, પણ પ૨નો કર્તા થાઉં એવી કોઈ શક્તિ મારામાં નથી. જીઓ, આ વસ્તુનું સ્વરૂપ છે. મારામાં નિર્મળ પર્યાય થાય એ પર્યાય-પરિણામનો વિષય તો યથાર્થ, સત્યાર્થ છે. નિર્મળ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગની પર્યાયનું કર્તવ્ય તો મારામાં છે એ બરાબર છે. કેમકે એ તો સ્વભાવ છે; પણ પરભાવનું કર્તાપણું મને નથી.
તેથી કહે છે–‘હું ૫૨નો જાણવાવાળો છું' એ ભૂલીને ‘હું પ૨નો કરવાવાળો છું’– એવો જે અભિપ્રાય છે તે મિથ્યા અભિપ્રાય છે. એક રજકણથી માંડીને બધીય ચીજો, દુનિયાના ધંધા-વેપાર, કુટુંબનું ભરણ-પોષણ, સંસ્થાઓનો વહિવટ, રાજ્યનો વહિવટ, શરીરાદિની ક્રિયા ઇત્યાદિ હું કરું છું –એ બધાય પરિણામનો વિષય નથી, કેમકે એ પરિણામ પરમાં કાંઈ કરી શકતા નથી. આ તો બધા દાખલા કીધા. સંક્ષેપમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com