________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮ વિના અધ્યવસાય ઉપજતો નથી. આ પ્રમાણે કારણના નિષેધથી કાર્યનો નિષેધ થાય છે. ધીમે ધીમે પણ સમજવું ભાઈ !
આ બંધ અધિકારમાં તો પહેલેથી જ ન્યાયથી ઉપાડયું છે કે –જીઓ, જગતમાં કર્મના રજકણો ઠસાઠસ છે માટે આત્મા બંધાય છે એમ નથી, નહિતર સિદ્ધને પણ બંધ થાય. તેમ મન-વચન-કાયાના યોગની ક્રિયા થાય માટે આત્મા બંધાય એમ નથી; જો એમ હોય તો ભગવાન કેવળીને (યથાખ્યાત સંયમીને ) પણ બંધ થાય. તેમ પાંચ ઈન્દ્રિયોની ક્રિયા પણ બંધનું કારણ નથી, જો એમ હોય તો ભગવાન કેવળીને પણ બંધ થાય. તેમ ચેતન-અચેતનનો ઘાત પણ બંધનું કારણ નથી, જો એમ હોય તો સમિતિરૂપે પ્રવર્તનારા મુનિવરોને પણ બંધનો પ્રસંગ આવે. આ પ્રમાણે ૫૨ વસ્તુ બંધનું કારણ નથી. તો બંધનું કારણ શું છે? તો કહે છે-ઉપયોગમાં જે રાગાદિ કરે છે તે એક જ બંધનું કારણ છે. અહાહા...! એક જ્ઞાયકભાવમાત્ર વસ્તુ આત્મા એના જ્ઞાનસ્વભાવમાં ક્ષણિક વર્તમાન વિકારના-રાગાદિના પરિણામને એક કરે તે મિથ્યાત્વ બંધનું કારણ છે.
શું કહે છે? કે ભગવાન આત્મા ચિદાનંદઘન પ્રભુ અખંડ એક જ્ઞાયકભાવમય ત્રિકાળ જ્ઞાનના ઉપયોગરૂપ છે. તેના વર્તમાન વર્તતા જ્ઞાનના ઉપયોગમાં પુણ્ય-પાપરૂપ રાગાદિને, દયા, દાન આદિના વિકલ્પને જોડી દે-એક કરે તે મિથ્યાત્વભાવ અને તે જ સંસારનું-બંધનું કારણ છે. ભાઈ ! તારો આત્મસ્વભાવ, ભગવાન જ્ઞાનસ્વભાવ એ બંધનું કારણ નથી, તેમ પ૨વસ્તુ પણ બંધનું કારણ નથી. ફક્ત સ્વ-સ્વરૂપના પરિણામમાં પરને એક કરવું તે મિથ્યાત્વ જ બંધનું કારણ છે. આવી વ્યાખ્યા છે બાપુ! અહા! આ તો જિનવાણી માતા-લોકમાતા ભાઈ !
બનારસી વિલાસમાં સ્તુતિમાં (શારદાષ્ટકમાં ) આવે છે ને કે
“જિનાદેશજાતા જિનેન્દ્રા વિખ્યાતા, વિશુદ્ધા પ્રબુદ્ધા નમોં લોકમાતા;
દુરાચાર દુનીેહરા શંકરાની, નમો દૈવિ વાગેશ્વરી જૈનવાણી. ”
અહાહા..! ભગવાન જિનેશ્વરદેવના મુખકમળમાંથી ઉત્પન્ન થયેલી હોવાથી જે ઓધ્વનિ જિનેન્દ્રા તરીકે સુવિખ્યાત થઈ છે, અને જે અતિ પવિત્ર જ્ઞાનના ભંડારરૂપ છે, જ્ઞાનને ઉત્પન્ન કરનારી છે એવી એ જગતની માતા જિનવાણી દુરાચાર અને દુર્રયનો નાશ કરનારી અને પરમ સુખની દેનારી છે. કવિ કહે છે-માટે હૈ વાગીશ્વરી! હું તારી ગોદમાં આવું છું, અર્થાત્ હું તને નમસ્કાર કરું છું. વળી કેવી છે તે જિનવાણી !
66
‘સુધા ધર્મસંસાધની ધર્મશાલા, સુધા તાપનિર્નાશની મેઘમાલા; મહામોહ વિધ્વંસની મોક્ષદાની; નમો દૈવિ વાગેશ્વરી જૈનવાણી.” અહાહા...! અમૃતનો નાથ પ્રભુ આત્મા તેના આશ્રયે પ્રગટતા અમૃતરૂપ ધર્મને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com