________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૬૮]
અને રત્નાકર ભાગ-૮ નિમિત્તની મુખ્યતાથી કથન કરવાની વ્યવહારની એવી શૈલી છે. તેને યથાર્થ સમજવી જોઈએ.
ત્યાં ૧૧મી ગાથામાં (ભાવાર્થમાં) કહ્યું ને કે જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબ (સહાયક ) જાણી બહુ કર્યો છે, પણ એનું ફળ સંસાર છે.” એટલે જિનવાણીમાં નિમિત્તથી કથન આવ્યું હોય ત્યાં કોઈ એમ માની લે કે-આ એનો (પરનો) કર્તા છે તો તે અજ્ઞાન છે. ભાઈ આ દેહાદિની જે ક્રિયા થાય છે, તે કાળે તેના સ્વતંત્ર ઉપાદાનની યોગ્યતાથી થાય છે, ત્યાં કોઈ શરીરાદિની (વિષયસંબંધી) ક્રિયા હું કરું છું એમ માને તે અજ્ઞાન છે, એનું ફળ સંસાર છે.
જ્ઞાનીને કદાચિત્ વિષયસંબંધી વિકલ્પ થાય તો પણ તેનો એ કર્તા થતો નથી, માત્ર જ્ઞાતા જ રહે છે. હવે ત્યાં શરીરાદિની ક્રિયાના કર્તાપણાની તો વાત જ ક્યાં રહી? આવડો મોટો જ્ઞાની ને અજ્ઞાનીમાં ફેર છે!
ભાઈ ! બધાં દ્રવ્યને સ્વતંત્ર જુદાં જુદાં રાખીને બીજું દ્રવ્ય (-પર્યાય ) નિમિત્ત હોય એમ જાણવું તે યથાર્થ છે; પણ એક દ્રવ્યમાં બીજા દ્રવ્યનો હાથ જાય, એક દ્રવ્યની સત્તામાં બીજાં દ્રવ્ય પ્રવેશીને એનું કામ કરે, વા એક દ્રવ્ય બીજા દ્રવ્યની સત્તામાં પ્રવેશીને બીજા દ્રવ્યનું કામ કરે-એમ જ હોય તો એકેય દ્રવ્યની સત્તા ભિન્ન નહિ રહે. (સર્વ દ્રવ્યોનો લોપ થશે). એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યને કરે નહિ-એમ જો હોય તો જ અનંત દ્રવ્યની સત્તા ભિન્ન પોત-પોતાપણે ટકી રહે. વાસ્તવમાં દરેક દ્રવ્ય પોતાના જ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યપણે સ્વભાવથી જ રહેલું છે. હવે જો એક દ્રવ્યની પર્યાય અન્ય દ્રવ્યને કરે તો તેની ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યરૂપ સત્તા બીજામાં ચાલી જાય. પણ એમ કદીય બનતું નથી. આવો ઝીણો માર્ગ બાપુ! વાણિયાને બિચારાને ધંધા આડે નવરાશ ન મળે એટલે શું થાય? (અંધારે અથડાય).
માર્ગ તો આવો છે પ્રભુ! અહા! તું કોણ છો ભાઈ ?–એ બતાવે છે. તું જ્ઞાતા-દષ્ટા છો ને નાથ ! જગતની ક્રિયા કાળે પણ તું જાણનાર-દેખનાર છો ને પ્રભુ! અહા ! એ જાણવા-દેખવાના સ્વભાવને ઓળંગીને રાગનું કરવું ને પરશું કરવું એવી કર્તબુદ્ધિ ક્યાંથી આવી? એ પરની કર્તુત્વબુદ્ધિએ તો તારા જ્ઞાતા-દષ્ટા સ્વભાવી આત્માનો અનાદર કર્યો છે. એ વડે તારા આત્માનો ઘાત થઈ રહ્યો છે તે પ્રભુ!
આ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ–એ પાંચ મહાવ્રતના પરિણામ અર્થાત્ પરની દયા પાળવી આદિ ભાવ તે અહિંસા ધર્મ છે એમ છે નહિ. પંડિત શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકમાં એનો ખુલાસો કર્યો છે કે-મુનિને સમિતિ-ગુપ્તિમાં તીવ્ર પ્રમાદ નથી તેથી દયા પાળી એમ કહેવામાં આવે છે પણ ત્યાં પરની
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com