________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૫૩]
[ ૭૭
અહા ! જ્ઞાનીને દ્રવ્યદૃષ્ટિ છે. એટલે શું ? કે પોતે શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે તેનો તેને આશ્રય વર્તે છે. ત્યાં જ્યારે તે ધ્યાનદશામાં હોય છે ત્યારે તો કોઈ વિકલ્પ હોતો નથી. પરંતુ અંદર ધ્યાનમાં ન હોય ત્યારે તેને પ્રમાદવશ અસ્થિરતાનો વિકલ્પ આવે છે કે-આને હું સુખીદુ:ખી કરું. બીજાને સુખી-દુઃખી કરી શકું છું એવો અધ્યવસાય નથી. શું કહ્યું? બીજાને સુખી-દુઃખી કરું એમ વિકલ્પ આવે પણ તેમ કરી શકું છું એમ તે ન માને. આવો ફેર જ્ઞાની ને અજ્ઞાનીની માન્યતામાં રહેલો છે. એ જે પુણ્ય-પાપના પરિણામ જ્ઞાનીને આવે તેના નિમિત્તે કિંચિત્ પુણ્ય-પાપ બંધાય, પણ ખરેખર તો એ જે વિકલ્પ આવ્યો છે તેનો અને એનાથી જે પુણ્ય-પાપ બંધાણું તેનોય જ્ઞાની સ્વામી થતો નથી, એ તો બન્નેનો જ્ઞાતા રહે છે, બન્નેનેય પરશેય તરીકે જાણે છે. જ્યારે અજ્ઞાનીને આત્મદષ્ટિ છે નહિ, એ તો હું બીજાને સુખી-દુ:ખી કરી શકું છું એમ માને છે અને તેથી તેનો એ અધ્યવસાય બંધનું–દીર્થસંસારનું કારણ બને છે.
અહા ! જીવને સંસારમાં ભમતાં ભમતાં અનંતકાળ ગયો, એમાં અનંતવા૨ એને મનુષ્યપણું આવ્યું ને અનંતવા૨ એણે મુનિવ્રત ધારણ કર્યાં, પાંચમહાવ્રત પાળ્યાં; પણ અરેરે ! ભગવાન સર્વજ્ઞદેવે કહેલા આ અલૌકિક તત્ત્વનું જ્ઞાન ન કર્યું. એણે આત્મજ્ઞાન ન કર્યુ !
અહી કહે છે–૫૨ જીવોને હું સુખી-દુઃખી કરી શકું છું અને પ૨ જીવો મને સુખીદુઃખી કરી શકે છે-એવો અધ્યવસાય અજ્ઞાન છે, મિથ્યાત્વ છે. જ્ઞાનીને એવો વિકલ્પ આવે પણ એનો એ કર્તા ન થાય. એ તો એમ યથાર્થ માને કે ૫૨ જીવને પહોંચતું સુખ-દુ:ખ તેના પુણ્ય-પાપના ઉદયને કા૨ણે છે, એમાં મારું કાંઈ કર્તવ્ય નથી, હું તો નિમિત્તમાત્ર છું.
ભાઈ ! બીજાને આહાર પાણી દઈ શકું, ઔષધાદિ દઈ શકું-એવી જો તારી માન્યતા છે તો પૂછીએ છીએ કે–શું એ આહાર-ઔષધાદિ પદાર્થો તારા ચૈતન્ય-સ્વરૂપમાં છે? શું તું એ જડપદાર્થોનો સ્વામી છે કે તું એ બીજાને દઈ શકે? ભાઈ! તું જાદો, એ પદાર્થો (આહારાદિ) જાદા ને તેનો લેનાર (જીવ ) જાદો; બધું દેાદું છે ત્યાં કોણ કોને દે અને કોણ લે? ભાઈ ! તારી માન્યતા અજ્ઞાન છે બાપા !
પ્રશ્ન:- પણ ગરીબનાં આંસુ તો લૂછવાં ને?
ઉત્તર:- એ કોણ લૂછે ભાઈ? એ પદ્રવ્યને કોણ કરે બાપા? બહુ ઝીણી વાત ભાઈ ! જ્યાં પરમાણુ-પરમાણુ પોતાના કાળે પલટીને પોતાની નિયત પર્યાયરૂપે સ્વયં પરિણમે ત્યાં બીજો શું કરે? બીજો એને કેમ પરિણમાવે? બીજો બીજાને પરિણમાવે એ સિદ્ધાંત જ નથી ભાઈ ! આ શરીર છે ને! આમ હાથમાં રોટલો લીધો હોય ત્યાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com