________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૫૧-૨પર ]
[ ૬૭ છે, કારણ કે પોતાના આયુકર્મના ઉદયના અભાવમાં જીવિત કરાવું (–થવું) અશક્ય છે; વળી પોતાનું આયુકર્મ બીજાથી બીજાને દઈ શકાતું નથી, કારણ કે તે (પોતાનું આયુકર્મ) પોતાના પરિણામથી જ ઉપાર્જિત થાય છે (–મેળવાય છે); માટે કોઈ પણ રીતે બીજો બીજાનું જીવિત કરી શકે નહિ. તેથી “હું પરને જિવાડું છું અને પર મને જિવાડ છે” એવો અધ્યવસાય ધ્રુવપણે (–નિયતપણે ) અજ્ઞાન છે.
ભાવાર્થ- પૂર્વે મરણના અધ્યવસાય વિષે કહ્યું હતું તે પ્રમાણે અહીં પણ જાણવું.
સમયસાર ગાથા ૨૫૧-૨૫૨: મથાળું હવે પૂછે છે કે આ (જીવનનો ) અધ્યવસાય અજ્ઞાન કઈ રીતે છે? તેનો ઉત્તર કહે
* ગાથા ૨૫૧-૨પર : ગાથાર્થ ઉપરનું પ્રવચન * ‘વં મMતિ સવÇ'-એમ સર્વજ્ઞદેવો કહે છે. શું? કે- જીવ આયુકર્મના ઉદયથી જીવે છે-એમ સર્વજ્ઞદેવો કહે છે.
હવે આમાંથી કેટલાક ઉધું લે છે કે જાઓ, કુંદકુંદાચાર્ય કહે છે કે “સર્વજ્ઞદેવો એમ કહે છે” (મતિ સqÇ ). લ્યો, આવો ગાથામાં ચોકખો પાઠ છે અને તમે કહો છો કે જીવ ભાષા કરી શકે નહિ. (આમાં ખરું શું? ).
અરે ભાઈ ! એ તો વાણીના કાળે નિમિત્ત કોણ હતું એનું જ્ઞાન કરાવવા “માન્તિા સ_હૂ'-એમ વ્યવહારથી કહ્યું છે. પણ એનો અર્થ એમ નથી કે સર્વજ્ઞદેવ (જીવ) ભાષા કરી શકે છે. ભાષા તો ભાષાથી જ થઈ છે, ભગવાન સર્વજ્ઞદેવે ભાષા કરી છે એમ છે
નહિ.
હવે નયથી યથાર્થ સમજે નહિ અને વાંધા કાઢે કે ભગવાને કહ્યું છે એવો ચોકખો પાઠ તો છે?
ભાઈ ! એ કઈ અપેક્ષાએ કથન છે? ભગવાને ભાષા કરી છે એમ ત્યાં બતાવવું નથી. ભગવાન તો જાણનાર છે, પણ એ વાણીના કાળે ભગવાન (યોગ ) નિમિત્ત હુતા તેથી નિમિત્તથી “ભગવાન કહે છે”—એમ કથન છે. બાકી તે કાળે ભાષાની પર્યાયના ઉત્પાદનો સ્વકાળ હતો તો સ્વતંત્રપણે ભાષાવર્ગણાના પરમાણુઓ શબ્દરૂપે પોતાના ઉપાદાનથી પરિણમી ગયા છે અને તેમાં ભગવાન (યોગ) તે કાળે નિમિત્ત હતા.
ભગવાન કહે છે”—એનો આ અર્થ છે. એમ તો આચાર્ય કુંદકુંદે પહેલી ગાથામાં “વોચ્છાનિ'–હું સમયસાર કહું છું-એમ કહ્યું છે. પણ ભાઈ ! એ તો સંક્ષેપમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com