________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૫૦]
[૬૫ હવે કહે છે-“અને જેને તે અધ્યવસાય નથી તે જીવ જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દષ્ટિ
સમ્યગ્દષ્ટિને જ્યારે પર તરફનું લક્ષ જાય ત્યારે પરને બચાવું, અભયદાન દઉંએવો વિકલ્પ આવે, પણ તે સમયે તેને અંતરમાં એવો દઢ નિશ્ચય છે કે હું એનો જીવનદાતા નથી, હું પરને અભયદાન દઈ શકતો નથી. એનું જીવન તો એના કારણથી છે, મારો વિકલ્પ તો તેમાં નિમિત્તમાત્ર છે, નિમિત્તકર્તા નહિ. આવું યથાર્થ જાણે તે જ્ઞાનીપણાને લીધે સમ્યગ્દષ્ટિ છે.
ભાવાર્થ- “પર મને જિવાડે છે અને હું પરને જિવાડું છું એમ માનવું તે અજ્ઞાન છે. જેને એ અજ્ઞાન છે તે મિથ્યાષ્ટિ છે; જેને એ અજ્ઞાન નથી તે સમ્યગ્દષ્ટિ છે.’ લ્યો, આવો સ્પષ્ટ ભાવાર્થ છે.
[ પ્રવચન નં. ૩૧૪ (ચાલુ) *
દિનાંક ૮-૨-૭૭]
0
0
9
0 8 8 0 8 9
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com