________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
૪૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૮
હવે વિશેષ કહે છે–‘તત્ જિનર્મા: ' જે કરવું તે તો ખરેખર કર્મરાગ છે, ‘તુ' અને ‘રામાં અવોધનયમ્ અધ્યવસાયમ્ આદુ: ' રાગને (મુનિઓએ ) અજ્ઞાનમય અધ્યવસાય કહ્યો છે.
કોઈ લોકો રાડ પાડે છે કે-આ તો કાંઈ કરવું નહિ એમ કહે છે. પણ આત્મા તો કર્મને કરે છે ને કર્મને ભોગવે છે.
ભગવાન ! તું શું કહે છે આ? પ્રભુ! તું શુદ્ધ ચૈતન્યમય જ્ઞાનાનંદસ્વભાવનો દરિયો છે તેની તને ખબર નથી. અહા! જેને પોતાના જ્ઞાનાનંદસ્વભાવનું અંતરમાં અંતષ્ટિ થઇને ભાન થયું છે તે શું કરે? તે જ્ઞાન કરે કે રાગ કરે? તેને રાગનું કરવું તો છે નહિ, પણ જ્ઞાન કરે એ પણ વ્યવહાર છે. દ્રવ્ય પર્યાયને કરે એવો દ્રવ્ય-પર્યાયનો ભેદ પાડવો તે વ્યવહાર છે.
જ્ઞાનીને રાગ થાય ખરો પણ તે રાગનો જાણનારમાત્ર રહે છે. આ અંતરની (શુદ્ધ સમકિતની ) બલિહારી છે પ્રભુ! જ્યારે અજ્ઞાનીની દૃષ્ટિ રાગ ઉપર છે. તેને કરવું, કરવુંએવો કર્માગ છે ને? તે રાગને પોતાનું કર્તવ્ય માને છે તેથી રાગથી ભિન્ન પડતો નથી ને અંદર જ્ઞાતા-દષ્ટાસ્વભાવથી ભરેલા પોતાના ભગવાનને જાણતો નથી, ઓળખતો નથી.
અહા! ગણધરો ને ઇન્દ્રોની સભામાં ભગવાન સર્વજ્ઞદેવે જે ધર્મ કહ્યો તે ધર્મની આ વાત છે. તેમાં આજે કોઈ લોકોને-પંડિતોને મોટો ફેરફાર કરી નાખવો છે. પણ બાપુ ! એમાં ફેરફાર ન થાય. (તારે ફરવું પડશે ). ધર્મ તો ત્રિકાળ ધર્મરૂપ જ રહેશે. અહા! ધર્મ એટલે ત્રિકાળ જ્ઞાનાનંદસ્વભાવી ચિદાનંદઘન પ્રભુ આત્માના આશ્રયે નિર્મળ વીતરાગી દશા-નિર્મળ રત્નત્રયની દશા-પ્રગટ કરવી એ એનું કર્તવ્ય છે; પણ રાગ કરવો-દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ કરવો એ કાંઈ કર્તવ્ય નથી. એ હોય છે એ જુદી વાત છે પણ એ કાંઈ કર્તવ્ય નથી. (બલકે હૈય જ છે ).
ત્યારે વળી લોકો કહે છે-તે વ્યવહારને હૈય કહે છે ને વળી તે વ્યવહારને કરે
તો છે.
ભાઈ ! ‘કરે છે’–કોને કહેવું? જેને કર્મરાગ છે તે કરે છે; બાકી ક્ષણિક કૃત્રિમ રાગ ને ત્રિકાળી સહજ અકૃત્રિમ ચૈતન્યના ઉપયોગમય પ્રભુ આત્મા-એ બંનેનું જેને ભેદજ્ઞાન વર્તે છે, સ્વભાવ-વિભાવથી જેને સ્વને ૫૨૫ણે વહેંચણી થઇ ગઇ છે તે રાગને-વ્યવહા૨ને કરતો જ નથી. લ્યો, આવું ઝીણું બહુ; પણ આ એક જ સત્ય અને લાભદાયક છે.
જેમ સકરકંદ મીઠાશનો કંદ છે, તેમ ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો કંદ છે, એનામાં વિકારને કરે, દયા, દાન આદિ વિકલ્પને ઉત્પન્ન કરે એવો કોઈ ગુણ નથી. અહા ! આવો આત્મા કે જે ભગવાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com