________________
ર
પ્રવચન–સારાદ્ધાર
પૂર્ણ કરનારા થાય છે, છતાં પણ શાસ્ત્રની શરૂઆતમાં શાસ્રશ્રવણમાં રસિક શ્રોતાએ સમસ્ત વઘ્ન–સમૂહના નાશમાં નિમિત્તરૂપ ઈષ્ટદેવની સ્તવનાપૂર્વક જ પ્રવૃત્તિ કરે, એટલા માટે શ્રોતાઓને પણ ઇષ્ટ દેવતાની સ્તવના વિષયક બુદ્ધિ પ્રગટાવવા પ્રથમ ઇષ્ટદેવ સ્તવરૂપ મંગળ કહે છે.
કોઈપણ શાસ્ર અથવા પ્રકરણ કરવાની ઇચ્છા કરીએ, તેમાં બુદ્ધિમાનાની પ્રવૃત્તિ કરાવવા માટે શરૂઆતમાં અભિધેય (વિષય) પણ કહેવા જોઇએ. જો વિષય ન કહેવાય તા આ શાસ્ત્રમાં અથવા પ્રકરણ વિગેરેમાં શું વિષય હશે ? એમ શકા થવાથી તે શાસ્ત્રમાં પ્રવૃત્તિ ન કરે અને કહે કે આ શાસ્ત્ર કે પ્રકરણના આરંભ કાગડાના દાંતની પરીક્ષાની જેમ ન કરવા કારણ કે તે વિષયશૂન્ય છે.
કહ્યું છે કે-અભિધેયની (વિષયની ) જિજ્ઞાસા વિગેરેથી પ્રેરાયેલા પુરુષા શાસ્ત્રની શરૂઆતમાં ઉપકારક અભિધેય (વિષય) સાંભળીને શ્રવણ વિગેરેની પ્રવૃત્તિમાં જોડાય છે. વિચારક પુરુષા અભિધેય સાંભળ્યા વગર કે વિપરીત સાંભળીને કાગડાનાં દાંતની પરીક્ષાની જેમ કદી પણ શ્રવણ વિગેરેમાં પ્રવૃત્તિ કરતા નથી.’
fi,
અભિધેય કહેવા છતાં પણ પ્રયેાજન સાંભળ્યા વગર બુદ્ધિમાના ગ્રંથ શ્રવણાદિમાં પ્રવૃત્તિ કે આદર કરતા નથી. કેમકે એમ કરવાથી તે બુદ્ધિશાળી ન કહેવાય. કહ્યું છે કે-મૂખ પણ પ્રત્યેાજન વગર કોઈપણ પ્રવૃત્તિ કરતા નથી. જો એમને એમ પ્રવૃત્તિ થતી હોય, તે આ બુદ્ધિના ઉપયાગ શું? પ્રત્યેાજન શૂન્ય હોવાથી જેમ કાંટાળી ડાળી મરડવી અ –વિહીન છે, તેમ આ શાસ્ત્રના આરંભ કરવા તે અથ –વિહીન છે,
તેથી શાસ્ત્ર-પ્રકરણ વિગેરેના પ્રારભ નિષ્ફળ ન જાય માટે પ્રાજન પણ કહેવું જરૂરી છે. પ્રયાજન બતાવવા છતાં પણ બુદ્ધિમાના પર પરાથી ‘આ શાસ્ત્ર સજ્ઞમૂલક છે એમ જાણ્યા વગર અતીન્દ્રિય પદાર્થના સમૂહને જણાવનાર શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરતા નથી અને બીજાને કહે કે સંબંધ રહિત હોવાથી આ શાસ્ત્રના કાલ્પનિક શાસ્ત્રની જેમ પ્રાર ભ ન કરવા. એટલે તેઓને પણ આ શાસ્ત્ર સર્વજ્ઞ પ્રણીત છે એમ જાણીને પ્રકરણ વિગેરેની પ્રવૃત્તિમાં વિશિષ્ટ આદર થાય, તે માટે ગુરુપર પરારૂપ સંબંધ પણ કહેવા.
એમ વિચારીને બુદ્ધિમાનાની શાસ્રપ્રવૃત્તિ માટે અને અન્ય ઇનકારાએ બતાવેલા અસિદ્ધતાદિ દોષો દૂર કરવા આ મૉંગલાચરણરૂપ 'પહેલી ગાથા કહે છે... मऊ जुगाइ जिणं वोच्छं भव्त्राण जाणणनिमित्तं । पवयणसारुद्धारं गुरुवएसा समासे ॥ १ ॥
યુગાદિ જિનને નમસ્કાર કરી ભવ્યજીવાના જ્ઞાન માટે ગુરુના ઉપદેશાનુ સારે સ‘ક્ષેપમાં પ્રવચનસારાદ્વાર કહીશ...
પૂર્વ પક્ષ :–અહિં અનિત્યતાવાદી બોહો કહે છે કે આ તમારું કથન ઘરમાં ગાજવા જેવું છે. હકીકત વિચારતાં શબ્દ અને અર્થ વચ્ચે કોઈ સંબંધ અસ્તિત્વ ધરાવતા હોય તેમ લાગતું નથી.